________________
(૩) ચિત્તશુદ્ધિની સામગ્રીઓ
૨૫૯
તે અશુદ્ધ ચિત્તનું જ્ઞાન છે. એ અશુદ્ધ ચિત્ત કહેવાય છે. તેવું તો જ્ઞાનીય બોલે કે આ મારા સસરા છે. જ્ઞાની શું બોલે ? સસરાને મામા કહે ? એય એમ કહે કે આ મારા સસરા થાય, આ મારા ફૂવા થાય, આ મારા મામા થાય, પણ એમને શ્રદ્ધા ના હોય. બોલે ખરા પણ બિલીફ (માન્યતા)માં એવું ના હોય, અને પેલા લોકોને ? એ લોકો જેવું બોલે છે એવું એમની બિલીફમાં છે. અને આ લોકો મહાત્માઓ બોલે છે એવું એમની બિલીફમાં નથી, ખાલી નાટકીય બોલે છે.
મન તો અશુદ્ધ થયેલું જ નથી કોઈ દહાડોય ! એ તો એના સ્વભાવમાં જ છે બિચારું. આ ચિત્તની અશુદ્ધિ થયેલી છે. ચિત્તની અશુદ્ધિ એ સંસાર અને ચિત્તશુદ્ધિ એ મોક્ષ, બસ !
સ્થાતો, ચિત્તને લાંગરવાનાં ! ચિત્ત પોતે જ્ઞાન-દર્શન સ્વરૂપ છે. હવે એ જ જ્ઞાન-દર્શન અશુદ્ધ રૂપે છે અત્યારે. એનું શુદ્ધિકરણ કરો એટલું જ કહેવા માંગે છે આ. રસ્તેસર જવાને માટે શુદ્ધિકરણના રસ્તા છે, પણ લોકો શુદ્ધિકરણના રસ્તા જાણતા નહીં હોવાથી પોતે ફાવે એમ રસ્તાને પકડે છે. એકવાર તો ચિત્તને જ સમજતા નથી. એ વાતો સાંભળીએ તો લાગે કે સાવ ઠોકાઠોક હોય, ત્યાં શી રીતે માણસ વસ્તુને પામે ? - ચિત્ત અશુદ્ધ ક્યાં સુધી છે ? ત્યારે કહે, જગતની એને લાલચો છે, આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે. એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ છે પછી બહાર નહીં નીકળે. પોતાના ઘરનું સુખ, પોતાના સ્વરૂપનું સુખ જે જુએ છે, પછી એ બહાર ભટકે નહીં.
જગતના લોકો મોહના સુખમાં રાચતા હોય છે, પણ મહીંલી બળતરા તેનાથી કંઈ જાય નહીં. સાંજે છ જણા પત્તાં રમતા હોય, તેમને કહીએ, ‘હવે જમવાનો વખત થયો, ઊઠો.’ પણ કોઈ હાલે નહીં ! તે શાથી કે પત્તાંમાં સુખ હોય છે ? ના. એ તો ચિત્તને રોકવાનું સ્થાન ઊભું કર્યું છે. આ જગતમાં મનને રોકવાનાં સ્થાન છે, પણ ચિત્તને રોકવાનાં સ્થાન નથી. પત્તાં રમે એમાં ચિત્ત રોકાય, પણ એ સ્લિપરી
૨૬૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) (લપસાવનાર) છે. એમ કરતાં સ્ટેપ બાય સ્ટેપ (પગથિયે પગથિયે) સ્લિપ થતો (લપસતો) જાય. પછી દારૂ પણ પીવે, એટલે અશુદ્ધ ચિત્ત
ક્યારેય રોકાય નહીં. એ તો જ્ઞાની પુરુષ અશુદ્ધ ચિત્તનું શુદ્ધિકરણ કરી આપે, તો રોકાય. અશુદ્ધ ચિત્તની શુદ્ધિ કરવા માટે જગતના બધા ધર્મો ફાંફાં મારી રહ્યા છે. સાબુથી કપડાંનો મેલ કાઢે પણ સાબુ એનો મેલ મૂકતો જાય, એવા રિલેટિવ (વ્યવહાર) ધર્મો છે. પણ છેલ્લે શુદ્ધિ તો જ્ઞાની પુરુષ મળે ત્યારે જ થાય.
તે આ બીજા રસ્તા, આ નીચલા રસ્તા બધા દેખાડેલા. કેટલાક ધર્મોમાં મૂર્તિને આમ ધૂવે, ધોવડાવે ને આમ કરે ને તેમ કરે, એ ચિત્તની શુદ્ધિ માટે છે. એટલો વખત જરા પાંસરો રહ્યો. તે થોડીઘણી શુદ્ધિ થઈ મહીં. પણ એમાં કશુંય એક તલ જેટલુંય ના મળે. આખોય દહાડો કષાય, ગાળો જ ભાંડ્યા કરતો હોય માંહ્યોમાંહ્ય.
પ્રશ્નકર્તા : એટલો વખત તો એને એકાગ્રતા આવે ને, જ્યાં સુધી સેવામાં હોય ત્યાં સુધી ?
દાદાશ્રી : પણ એટલો વખત એને કરવાનુંય શું છે ? એમાં શું દહાડો વળ્યો આપણો ? શુક્કરવાર શું વળ્યો ? જેનાથી અંતરશાંતિ થાય, જેનાથી કોઈને દુઃખ ના દેવાય, એનું નામ ધર્મ કહેવાય. આ તો દુ:ખો દેવામાં પાછો શૂરો.
ચિતતી મ્યુનિસિપાલિટી કોણ ? આ સંસાર એવો છે કે નિરંતર ચિત્તની અશુદ્ધિ જ થયા કરે. એટલે આ લોકોએ ધર્મ મૂકેલો કે ધર્મ, ચિત્તની શુદ્ધિ કર્યા કરે. ધર્મ ના હોય તો ચિત્ત અશુદ્ધ થઈ જાય એટલે અધોગતિમાં જતો રહે પછી.
રસ્તામાં કોઈક સામું મળે ને તમને ગાળો દે દે કરે કે આ માણસ ઠેકાણા વગરનો બહુ નાલાયક છે, એવું તેવું બોલે તો શું કહો ?
પ્રશ્નકર્તા : હવે તો કશું જ કહીએ નહીં ને ! દાદાશ્રી : એટલે તમે તમારું ચિત્ત અશુદ્ધ ના કરો. ચિત્તઅશુદ્ધિનું