________________
૨૫૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(3) ચિત્તશુદ્ધિતી સામગ્રીઓ
મૂળ દોષ, ચિત્તશુદ્ધિનો ! ચિત્તની અશુદ્ધિને લઈને આ જગત ઊભું થયું છે. ચિત્તશુદ્ધિ થઈ જાય કે કામ થઈ ગયું. બસ, એટલું જ છે. ચિત્તઅશુદ્ધિમાં સંસાર અભિમુખ દૃષ્ટિ છે ‘એની.” જેને સાપેક્ષ દૃષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુદ્ધિ છે. નિર્પેક્ષ દૃષ્ટિ થાય એટલે ચિત્તશુદ્ધિ થઈ જાય.
પ્રશ્નકર્તા : અશુદ્ધ ચિત્તમાં જે અશુદ્ધિ છે એનું સ્વરૂપ શું ?
દાદાશ્રી : ચિત્ત, એ તો કદી પોતાના સ્વરૂપ ભણી ના વળતાં, બીજી બાજુ જુએ એટલે અશુદ્ધ થઈ જાય. અન્ય દૃષ્ટિ થઈ કે અશુદ્ધ કહેવાય. પોતાના સ્વભાવ તરફ જુએ તો શુદ્ધ કહેવાય.
લોકોને ચિત્ત સંસાર દૃષ્ટિ તરફ જુએ છે. એટલે ક્રોધ-માન-માયાલોભ બધાં ઊભાં થયાં છે અને એનાથી બહુ દુઃખ પડે છે. પણ એનો ઉપાય જડતો નથી ને ? એટલે એકમાં રાગ કરે, બીજામાં દ્વેષ કરે,
જ્યાં આગળ ઉકળાટ થાય ત્યાં દ્વેષ કરે. જ્યાં આગળ ઠંડક વળે ત્યાં રાગ કરે. કારણ કે સ્વભાવ બેઉ છે. શાતા અને અશાતા વેદનીય બેઉ જોડે ને જોડે ચાલ્યા કરે. ઘણી ફેરા અશાતા વધારે હોય, એમ ચાલ્યા કરે. આ દુષમકાળમાં શાતા જરીક જ છે. કો'ક વખત પણ એના આધારે, લાલચે બેસી રહે છે ને કે હમણે ઠંડક વળશે, હમણે ઠંડક વળશે. ‘આવતે વરસ, આવતું વરસ' એમ કહીને કાઢે છે ને ? અશાતામાં કાઢે છે. આશાનો માર્યો ને ? સારા કાળમાં અશાતા ઓછી
હોય ને શાતા વધારે હોય. આ દુષમકાળમાં અશાતા વધારે હોય, શાતા ઓછી હોય. આ બધી ચિત્તની જ ભાંજગડ છે. અશુદ્ધ ચિત્ત છે, એની જ ભાંજગડ છે. શુદ્ધ ચિત્ત થવું જોઈએ.
પ્રશ્નકર્તા : તો શુદ્ધ ચિત્ત અને અશુદ્ધ ચિત્તમાં ફરક શો ?
દાદાશ્રી : અશુદ્ધ ચિત્ત ઊંધું જુએ છે કે “આ મારા બાપા થાય ને આ કાકા થાય. હમણે છોકરા જોડે મને ગમતું નથી’ એમ કહે. આત્મા એ શુદ્ધ ચિત્ત છે. આ સંસાર એ અશુદ્ધ ચિત્તનું ફળ છે.
પ્રશ્નકર્તા: પણ એ તો બુદ્ધિ અને જ્ઞાનનો વિષય છે ને ? એમાં ચિત્ત કેવી રીતે આવે ?
દાદાશ્રી : બુદ્ધિની કશી ભાંજગડ નથી. બુદ્ધિ તો છેવટે એન્ડ ઉપર ડિસિઝન લે છે, બીજું કશું કરતી નથી.
પ્રશ્નકર્તા: ‘હું શુદ્ધાત્મા છું’ અને ‘હું ચંદુભાઈ નથી’, એ વસ્તુ તો જ્ઞાનથી જોવાય ને ? એમાં ચિત્ત ક્યાં આવ્યું ?
દાદાશ્રી : “હું શુદ્ધાત્મા છું' એ જ છે તો શુદ્ધ ચિતૂપ છે. શુદ્ધ ચિતૂપ એનું નામ જ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : આત્મા અને ચિત્તમાં શું તફાવત ?
દાદાશ્રી : આત્મા અને ચિત્તમાં ફેર એટલો જ છે કે ચિત્ત ક્યાં સુધી ? અશુદ્ધતા છે ત્યાં સુધી. જ્યારે ચિત્તમાંથી અશુદ્ધતા ઓછી થતી થતી થતી ૯૯ ટકા શુદ્ધતા થઈ, તોય ત્યાં સુધી અશુદ્ધ ચિત્ત કહેવાય અને સો ટકા થાય એટલે જ્ઞાન કહેવાય, આત્મા કહેવાય. અશુદ્ધ જ્ઞાનદર્શન છે એ ચિત્ત છે અને શુદ્ધ જ્ઞાન-દર્શન એ આત્મા છે. એટલે આ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવાની જરૂર છે.
ચિતતી અશુદ્ધિથી સંસાર ! આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ મારા ફૂવા થાય, આ મારો દીકરો થાય, આ મારી દીકરી થાય, આ જે જ્ઞાન છે,