________________
(૨) ચિત્ત = જ્ઞાન + દર્શન
૨૫૫
૨૫૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : અરીસો જ જોઈ લો ને ? ઝાંખો હોય ત્યારે દર્શન કહેવાય છે ને ફૂલ (પૂર્ણ) હોય ત્યારે જ્ઞાન કહેવાય છે. ઝાંઝવું લાગતું હોય ને ત્યારે દર્શન કહેવાય ને ક્લીયર (અષ્ટ) દેખાતું હોય ત્યારે જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : ચિત્તમાં જો જ્ઞાન-દર્શન હોય, તો ચિત્ત તો ભૂતકાળને ચોંટેલું કહેવાય ?
દાદાશ્રી : ના, મારું કહેવાનું કે જ્ઞાન-દર્શન હંમેશાં વર્તમાનકાળનું જ હોય. કારણ કે ભૂતકાળની વાત વર્તમાનમાં જુએ-જાણે છે ને !
કે આ તો જ્ઞાન-દર્શન શુદ્ધ કરીએ છીએ, પણ પેલું ચિત્ત તો શુદ્ધ કરવાનું રહ્યું ને ? પણ ના, ચિત્ત એટલે જ જ્ઞાન-દર્શન ! જ્ઞાન-દર્શન શુદ્ધ થયું એટલે ચિત્ત શુદ્ધ થઈ જ જાય !
કોઈ જગ્યાએ જુએ, જાણી આવે, એનું નામ ચિત્ત. જોવાનું ને જાણવાનું કામ કરી આવે.
પ્રશ્નકર્તા : એ ચિત્તમાં દર્શન-જ્ઞાન છે કે જ્ઞાન-દર્શન છે ? દાદાશ્રી : જ્ઞાન-દર્શન બે ભેગું થાય ત્યારે ચિત્ત કહેવાય. પ્રશ્નકર્તા : હા, પણ એ જ્ઞાન-દર્શન કે દર્શન-જ્ઞાન ?
દાદાશ્રી : એ તો બે, જે તમારે એડો (સ્વીકાર) કરવું હોય તેનો વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ આપણે તો જ્યારે શબ્દ વાપરીએ કે જ્ઞાન અને દર્શન.
દાદાશ્રી : મૂળ જ્ઞાન-દર્શન. એ તો આપણે દર્શન-શાન કહીએ, તે તો આપણા અક્રમના આધારે. બાકી, મૂળ જે ચિત્ત છે એ જ્ઞાનદર્શન.
પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાન અને ચિત્તમાં ફરક શો રહે છે ?
દાદાશ્રી : ચિત્તમાં જ્ઞાન અને દર્શન બે ભેગું હોય. પેલું જ્ઞાન, એ જ્ઞાન એકલું જ હોય. આપણી ઓફિસમાં ચિત્ત જાય ને ત્યાંની ખુરશીઓ, ટેબલો બધું એક્ઝક્ટ જુએ, પછી બીજી કેટલીક વસ્તુઓ કંઈક છે એવો ભાસ થવો, પણ એઝેક્ટલી ના દેખાય ઝાંખી દેખે એ દર્શન છે અને એ એક્કેક્ટ દેખાય છે એ જ્ઞાન છે, એનું નામ ચિત્ત. આ વાત પબ્લિકને ખબર નથી. એ તો “જ્ઞાની પુરુષ' જ જાણે.
પ્રશ્નકર્તા : એટલે ચિત્ત છે તે એને આપણે અરીસા જેવું કહી શકીએ ?