________________
(૨) ચિત્ત = જ્ઞાન + દર્શન
૨૫૩
૨૫૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
છે કે આવરાયેલો છે ત્યાં સુધી.
પ્રશ્નકર્તા : ચિત્તનો કંટ્રોલ (કાબૂ) કોણ કરી શકે ? દાદાશ્રી : ચિત્તનો કંટ્રોલ કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ગમે ત્યાં ભટકે ? દાદાશ્રી : ચિત્ત તો એની અશુદ્ધતાને લઈને ભટકે છે. પ્રશ્નકર્તા : ચિત્ત બહાર ના ભટકે તેના માટે શું કરવું ?
દાદાશ્રી : ચિત્તને શુદ્ધ કરાવવું પડે. એટલે એ ચિત્તને જરા ચોખ્ખું કરવાનું છે. ચિત્ત શુદ્ધ થાય એટલે ભટકે નહીં.
હવે ચિત્ત એનું કાર્ય શું છે ? આપને જે સમજમાં હોય ને, તે મને કહો. લોકોની સમજ જુદી જુદી હોય. દરેકની ભાષા જુદી હોય. બોલે ખરા બધાય ચિત્ત, પણ સહુ સહુની ભાષામાં બોલે. પણ જ્ઞાની પુરુષની ભાષા જોઈએ. જે સમજ્યા હોય તે બોલે ને, તો વાંધો નહીં. હું પછી ફોડ આપું તમને.
પ્રશ્નકર્તા ઃ આપ જે કહી રહ્યા છો, એ કદાચ ચૈતન્યની વાત છે અને આ ચિત્તની જે વાત છે, એ અહંકારનું આખુંય કાર્યક્ષેત્ર એ ચિત્તનું છે.
દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એવી વસ્તુ છે કે દરેક જીવને જ્ઞાનદર્શન બે હોય છે. દર્શન એ સૂઝ રીતે હોય છે. અહીં દરેકને સૂઝ પડે ને ? જાનવરનેય સૂઝ પડે, એ દર્શન કહેવાય અને પછી વિવેકથી સમજે ત્યારે એને જ્ઞાન કહેવાય. તે જ્ઞાન-દર્શન મનુષ્યોને હોય છે, જીવમાત્રને ધ્યેય છે. તે જ્યાં સુધી અધૂરું છે ત્યાં સુધી ચિત્ત કહેવાય છે અને જ્ઞાનદર્શન સંપૂર્ણ શુદ્ધ થયું એનું નામ શુદ્ધ ચિતૂપ, એનો એ જ શુદ્ધાત્મા કહેવાય. - હવે અહીં બેઠા તમારી ઓફિસમાં જઈ આવે અને ત્યાં તમારો ફ્રેન્ડ બેઠો હોય, તે દેખાય ને ? એ ચિત્તના થકી દેખાય છે, પણ તે
આ અશુદ્ધ જ્ઞાન-દર્શનથી દેખાય છે. અશુદ્ધ શાથી કે અહંકાર સહિત છે. જ્યારે એ જ નિર્અહંકાર થશે અને શુદ્ધ ચિત્ત થશે. શુદ્ધ ચિત્ત ને નિર્અહંકાર એ છેલ્લી દશા !
એટલે ચિત્ત આ બે શબ્દનું બનેલું છે. જ્ઞાન અને દર્શન બે ભેગાં કરે એનું નામ ચિત્ત. એ અશુદ્ધિને લઈને અશુદ્ધ જ્ઞાન-દર્શન. એ શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધ જ્ઞાન-દર્શન. અશુદ્ધ જ્ઞાન-દર્શન એટલે શું કે, “હું ચંદુભાઈ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો બાપ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, ફૂવો થઉં’, એ અશુદ્ધ ચિત્ત છે.
પ્રશ્નકર્તા : ચિત્ અને ચિત્ત એ બે શબ્દોમાં ફેર છે ?
દાદાશ્રી : ચિત્ જે લખે છે ને, એ જ ચિત્ત છે. શુદ્ધ ચિતૂપ જ શબ્દ લખેલો હોય છે ને, એ જ આમાં પાછું ચિત્ત ગણાય છે. આપણા લોકો એને ચિત્ કહે છે. એ ચિદુ એટલે શું ? અજ્ઞાન + અદર્શન. જ્ઞાનેય “એ” અને દર્શનેય “અ”. વિશેષ જ્ઞાન + વિશેષ દર્શન તેને ચિત્ત કહે છે. એ શુદ્ધ ચિત્ત થયું એને આત્મા કહેવાય. આ જે મેલું, અશુદ્ધ ચિત્ત છે, એ સંસાર કહેવાય. એને અજ્ઞા કહીએ છીએ આપણે અને પેલું પ્રજ્ઞાની શરૂઆત થઈ જાય.
ચિત્ત એટલે લોકો મન સમજે છે એને. એ તો જ્ઞાન-દર્શન છે. જ્ઞાન-દર્શનનું મિલ્ચર એ ચિત્ત. હવે બોલો, ત્યાં આગળ બીજું બધું આડુંઅવળું આરોપે તો શું થાય ?
એ છે જ્ઞાન-દર્શન. પ્રશ્નકર્તા: બુદ્ધિ એ જ્ઞાન ને દર્શન છે ને ?
દાદાશ્રી : ના, આ ચિત્ત છે ને, તે જ્ઞાન ને દર્શન ભેગું છે. સાંસારિક જ્ઞાન-દર્શન છે, એને અશુદ્ધ ચિત્ત કહેવાય છે અને આત્માનું જ્ઞાન-દર્શન છે, એને શુદ્ધ ચિત્ત કહેવામાં આવે છે. એટલે ચિત્તશુદ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શન શુદ્ધિ કરવાની. જ્ઞાન-દર્શન શુદ્ધ કરવા માટે તમે પૂછો છો. હવે આમ પેલું ચિત્ત જુદું જાણે તો પછી એવું સમજે