________________
(૧) ચિત્તનો સ્વભાવ
૨૫૧
(ર)
ભૂલ થઈ છે, મૂળ વસ્તુને નહીં ઓળખવાથી. અને આ બધું ફરતું દેખાય છે, એટલે આને ચેતન માન્યું. પણ આ ન હોય ચેતન. આમાં એક અંશ પણ સાચું ચેતન નથી.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ દેહની પ્રવૃત્તિ છે?
દાદાશ્રી : આત્મા હોય તો જ દેહ પ્રવૃત્તિશીલ હોય, નહીં તો ના હોય.
પ્રશ્નકર્તા : એમનો પાવર છે તે આત્માથી લેવામાં આવે છે ?
દાદાશ્રી : આત્માથી પ્રગટ થાય છે. તેવામાં એટલે એ આપતું નથી, લેતું નથી, એની હાજરીમાં પ્રગટ થાય છે. જેમ આ દરિયો હોય છે એ વરાળ કાઢે, સુર્યની હાજરીમાં. એટલે આ તો એક નિમિત્ત જ છે ખાલી, બે ભેગા થયાનું. અને રોંગ બિલીફ છે તમારી. ‘હું ચંદુભાઈ છું’ એ રોંગ બિલીફ છે. એ રોંગ બિલીફ છૂટી ગઈ એટલે તમે જે છો એમાં આવી ગયા. એટલે ખલાસ થઈ ગયું આખું કામ !
આ અહીં આગળ પેલું લોહચુંબક હોય, લોહચુંબકનો ટુકડો મૂક્યો હોય અને અહીં ટાંકણી હોય, તે આમ આમ ફેરવીએ તો ટાંકણી હાલે કે ના હાલે ? એવી રીતે ચિત્ત આત્માના લોહચુંબકના ગુણથી હાલ્યા કરે છે. લોહચુંબક ગુણ એ સ્વાભાવિક ગુણ છે. એ ચિત્ત ચૈતન્યમય થયું છે. પણ ચૈતન્યમય કેટલીવાર ? આ પેલાં લોહચુંબકને લઈને હાલે છે. એ ચિત્તને શુદ્ધ કરવાનું છે.
ચિત્ત = જ્ઞાન + દર્શન
વિશેષ સમજણ, ચિતતી.. પ્રશ્નકર્તા : આપને જ્યારે જ્ઞાનનો ઉદય થયો સુરતમાં, ત્યારે આપની ચિત્તની અવસ્થા કેવી હતી ?
દાદાશ્રી : ચિત્ત અને આ જ્ઞાન એકાકાર થઈ ગયેલું. ચિત્ત એટલે શું ? આપણા લોકો ચિત્તને પૂરેપૂરું જે રીતે સમજવું જોઈએ તે રીતે એને ગુણથી સમજતા નથી. ચિત્તને શું સમજે છે આપણા લોકો મને કહો તમે.
પ્રશ્નકર્તા : જેને કોન્શિયસ (જાગૃતિ) કહીએ આપણે. દાદાશ્રી : હા, એટલે શું પણ ? ગુજરાતીમાં એને શું કહેવાય ?
પ્રશ્નકર્તા : આંતરચેતના અથવા તો તળપદી શબ્દ આંતરસૂઝ કહીએ આપણે.
દાદાશ્રી : આંતરસૂઝ, એ સૂઝ જુદી છે અને ચિત્ત જુદું છે. હું સમજાવું ચિત્ત એટલે.
પ્રશ્નકર્તા: મન અને આત્માની વચ્ચેની જે સ્થિતિ છે એ ચિત્ત ?
દાદાશ્રી : ના. આત્માનો જે આવરાયેલો ભાગ છે, એને ચિત્ત કહે છે. તે હું આવરાયેલો ભાગ કાઢી નાખું છું. એટલે ચિત્ત શુદ્ધ થાય છે. એટલે આત્મા ને ચિત્ત એકાકાર થઈ જાય. આ ભૂલો ક્યાં સુધી