________________
(૧) ચિત્તનો સ્વભાવ
૨૪૯
૨૫૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એટલે ચેતનનું અંશ થતું નથી, પણ પાવર ચેતન કહેવાય. કોઈ ચાવી આપેલી ગાડી હોય, એમાં આપણે ચાવી આપીએ એટલે પાવર પુર્યો હોય, શક્તિ મૂકી હોય એટલે પછી એ ગાડી પોતે એની મેળે ચાલે ને ? એવી રીતે આ છે.
પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત જડ કહેવાય કે ચૈતન્ય ?
દાદાશ્રી : એ પાવર ચેતન છે, મૂળ દરઅસલ ચેતન નથી. આત્મા એ મૂળ ચેતન છે. એના આધારે આ બધું આમાં ચેતન ભરાય છે, પાવર ચેતન. એના આધારે એટલે આત્માની હાજરીથી, એ ના હોય તો ના થાય.
પ્રશ્નકર્તા : નરસિંહ મહેતાએ કેમ કીધું કે, ‘ચિત્ત ચૈતન્ય વૈરાગ્ય
તદ્રુપ છે ?”
હિન્દુસ્તાનના લોકો પૂરેપૂરો ભેદ સમજ્યા જ નથી. એકલા ચિત્તની ઓળખાણ પડે તો બધું કામ નીકળી જાય.
તત્વ સ્વરૂપ, ચિતતું ! પ્રશ્નકર્તા : ચિત્ત તત્ત્વ સ્વરૂપે શું છે ?
દાદાશ્રી : લોકો કેટલાય હજારો વર્ષથી ચિત્ત શબ્દને ભૂલી ગયા. એ સમજતા જ નથી. ચિત્ત તો કોઇ સમક્યું જ નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો નથી કે ચિત્તને સમજ્યો હોય. ચિત્તને સમજે તો તો કામ થઈ જાય ને ? બધા મનને જ ચિત્ત કહે છે.
પ્રશ્નકર્તા : આ ચિત્તનો અર્થ દરેકે પોતાની સમજ પ્રમાણે કર્યો છે. ચિત્તનો સાચો અર્થ શું ?
દાદાશ્રી : ચિત્તના અર્થનું કોઈને ભાન જ નથી. ચિત્ત તો વ્યવહારિક ચેતન છે. વ્યવહારમાં ચેતન હોય તો આ ચિત્ત જ છે.
પ્રશ્નકર્તા : મૂળ સ્વરૂપે ચિત્ત એ તો ચેતન છે ને ?
દાદાશ્રી : એ અશુદ્ધ છે એટલે વ્યવહારિક ચેતન કહેવાય છે, એ બહુ કામ આપનારી વસ્તુ છે.
પ્રશ્નકર્તા : મનનાં કરતાં ચિત્તની સ્થિતિ બહુ ઊંચી ?
દાદાશ્રી : ઘણી ઊંચી. મનમાં જરાય ચેતન નથી. મનમાં જો પોતે તન્મયાકાર થાય તો જ મનની અસર થાય, એને અડે નહીં તો મન કશુંય નડે નહીં.
પ્રશ્નકર્તા : સત્, ચિત્ અને આનંદ કહ્યું તેમાં અને મન-વચનકાયા- ચિત્ત, બુદ્ધિ, અહંકાર, આ બધામાં ચિત્તને જ આટલું બધું મહત્વ કેમ આપ્યું?
દાદાશ્રી : ચિત્ત એ મિકેનિકલ ચેતન છે. એટલે એમાં ચેતન ચાર્જ થયેલું છે અને ચેતન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. મિકેનિકલ ચેતન
- દાદાશ્રી : ચૈતન્ય એટલે કેવું? એના એક્કેક્ટ (યથાર્થ) ફોડ નથી પડ્યા એટલે લોક ગૂંચાય છે. ચૈતન્ય એટલે પાવર ચૈતન્ય છે. પાવર ચૈતન્ય એટલે હું તમને સમજાવું કે બેટરી હોય છે, તેની મહીં સેલ હોય છે. એમાં શું હોય છે ? પાવર ભરેલો હોય છે. એટલે આપણે સ્વીચ દબાવીએ એટલે લાઈટ થાય. પાવર ખલાસ થાય ત્યારે શું થાય ?
પ્રશ્નકર્તા : લાઈટ બંધ.
દાદાશ્રી : સેલમાં કશું બગડ્યું જ ના હોય. સેલ તો એવો ને એવો જ હોય, પાવર વપરાઈ ગયો. એવા આ મન-વચન-કાયા સેલ છે. મહીં પાવર ભરેલો છે, એ વપરાઈ જાય છે. તદન સત્ય ચેતન નથી એ. સત્ય ચેતન કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં.
પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો કે પાવર એને આત્માથી મળે
દાદાશ્રી : પાવરને જ આત્મા માન્યો છે. આ બધા લોકોએ, એ