________________
(૧) ચિત્તનો સ્વભાવ
૨૪૭
અનસેફ (અસલામત)માં જાય ?
પ્રશ્નકર્તા : બન્ને સાઈડ (બાજુ) જાય.
દાદાશ્રી : હા, તું જે ઓફીસમાં બેસતો હોય, એ ત્યાં આગળ જઈને પાછું ટેબલ, ખુરશી બધું જોઈ આવે. એની ઉપર કાગળ મૂકેલા હલ દેખાય. ખુન હઉ દેખાય. ત્યાં આગળ બીજો પોતાની ઓળખાણવાળો બેઠો હોય તેને જોઈ આવે. બધું જોઈ આવે.
પ્રશ્નકર્તા: હમણાં મેં વિચાર કર્યો ને ઘાટકોપર પહોંચી ગયો, તે કેટલી ઝડપ છે ?
દાદાશ્રી : એ ચિત્તની ઝડપ છે. ત્યાં આગળ એ જોઈ આવે છે. અને ત્યાં જઈને એમની રૂમ જોઈ આવે, રસોડામાં બધી વસ્તુ જોઈ આવે. રસોડામાં ત્યાં આગળ શું કરતા હોય તે દેખાય તમને. છોકરાનું મોટુંબોટું બધું દેખાય. અહીં બેઠા બેઠા દેખાય કે ના દેખાય ? બધું એક્કેક્ટ (જેમ છે તેમ) જ દેખાય. એટલે ચિત્તને દેખાય બધું. દેશમાં જઈને માબાપને જોઈ આવે. માબાપ દેખાય, વાતચીત કરતાં લાગે. ચિત્તને બધું દેખાય, મનને કશું દેખાય-બેખાય નહીં. સ્થળે સ્થળનું દેખાડે એ ચિત્ત. અહીં બેઠા બેઠા મેચ દેખાડે. એ પોતે ત્યાં જઈને ખબર આપે કે આમ ચાલે છે. અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે નહીં, એ ગમે ત્યારે જાય. તે અહીંથી ઠેઠ ડૉક્ટરને દવાખાને જાય. મુકામ હોય જે રૂમમાં, પોતે સુતો હોય તે ત્યાં આગળ પલંગ જોઈ આવે, બધું જ જોઈ આવે. એવો ને એવો પલંગ, ગોદડાં બધું એક્કેક્ટ દેખાય અને તરત પાછો આવે. એ મન નથી, એ ચિત્ત છે.
ચિત્તનો સ્વભાવ ! હવે ચિત્તનો ધંધો શો ? જ્યાં જ્યાં કનેક્શન (સાંધો) હોય ત્યાં ભટકવું, એ એનો ધંધો.
ચિત્ત ચૈતન્ય છે, વ્યવહાર ચૈતન્ય છે. એટલે એને દેખાય બધું ત્યાં આગળ. લોકોની જોડે વાતો કરતા હોય તેય દેખાય. અમેરિકા જઈ
૨૪૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આવ્યા હોય તોય એ જઈ આવે. ત્યારે એને ક્યાં પૈસા-ભાડું ખર્ચવાનું છે ? તમે તો અમેરિકા નહીં ગયા હો ને? પહેલાં ગયેલા ? ન્યૂયોર્ક ગયેલા ને, તો ત્યાં ચિત્ત જઈ આવે. એ જોયા સિવાય ન દોડે.
પ્રશ્નકર્તા : પહેલાં કંઈ આવું જોયું હશે, ત્યારે જ એ જોઈ આવ્યું ને ?
દાદાશ્રી : હા, જોયેલું છે એ જોઈ શકે, એ ચિત્ત ! પ્રશ્નકર્તા : આજકાલ તો ફિલ્મોમાં ન્યૂયોર્ક જોઈએ છીએ ને ?
દાદાશ્રી : એમાં છે તે કાગળ ઉપર ફોટો હોય, એ દેખાડે ને ફિલ્મમાં દેખાડે, એ બે સરખું જ છે. પણ તે નહીં, ચિત્ત તો અસલ જાતે ગયેલા હોય ને, ત્યાં આપણા પગ પડેલા હોય ને, ત્યાં બધે ચિત્ત ફરી આવે.
પ્રશ્નકર્તા : દાદા, ચિત્ત જે વસ્તુ દેખાડે તે જોયેલી હોય એ જ દેખાડે ?
દાદાશ્રી : એ તો આ ભવમાં ના જોઈ હોય ને ગયા અવતારની જોયેલી દેખાડે.
પ્રશ્નકર્તા : તો અમને મહાવિદેહ ક્ષેત્ર દેખાય ખરું ?
દાદાશ્રી : બધુંય દેખાય, ત્યાં ફરેલા હોય તો. જ્યાં જ્યાં જઈ આવ્યું હોય ને, ત્યાં ત્યાં ફરી ફરી ફેરો માર માર કરે. એ સ્પેશિયલ, ચિત્તનું જ કામ છે. તમને અનુભવમાં આવતું હશે ને ? એવું કોઈ જગ્યાએ જોઈ આવે છે. ફરી ? અહીં બેઠા હોય તોય ? એ ક્રિયા ચિત્તની છે, એ મનની ક્રિયા નથી. જે જગ્યાની એને ટેવ પડી ગઈ છે ને, તે જગ્યાએ દોડધામ કરે. એટલે બીજે બધે ના ફરે. જે બજારોમાં ફરી આવ્યું છે, એ બજારમાં જઈ આવે. જે બજાર જોયાં જ નથી ત્યાં નથી જતું અને જે બજારથી કંટાળી ગયું ત્યાંય નથી જતું. કંટાળી ગયેલાં બજાર બધાં બહુ છે, તેમાં કંઈ જતું જ નથી. આપણે કહીએ, ‘ત્યાં જા ને.” ત્યારે કહે, ‘ના.’ લોકો મન અને ચિત્તના ભેદ સમજતા જ નથી.