________________
(૧) ચિત્તનો સ્વભાવ
૨૪૫
૨૪૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કરે છે ! મેં કહ્યું, ‘એ તો ભેંસને ગાય કહેવા બરોબર છે વાત તારી !! તને સમજણ ના પડતી હોય ને તું ભેંસને ગાય કહે, માટે એ કંઈ ગાય થઈ ગઈ ? આવી ભૂલ કરે તે ચલાવી લેવાય, ભેંસને ગાય કહેતો હોય તો ? તો આ લોકો કેમ કહે છે કે, “મારું માઈન્ડ ભટકે છે ?” ભટતું હશે કોઈનું માઈન્ડ ? આપણા લોક તો શું કહે કે “મારું મન ન્યુ જર્સી જઈ આવ્યું.” અલ્યા, આ શરીરમાંથી બહાર નીકળે નહિ, એનું નામ મન કહેવાય.
એટલે શરીરની બહાર કોણ નીકળે છે તે આપને કહું, ચિત્ત છે એ બહાર નીકળી જાય, અંદરેય ભટકે. અહીં પગે વાગ્યું તો ચિત્ત ત્યાં દોડધામ કરી મેલે અને બહારેય ભટકે. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, એમાં ચિત્ત એકલું જ ભટકતી વસ્તુ છે. બીજું કોઈ બહાર ભટકવા જાય નહીં. આ લબાડમાં લબાડ ચિત્ત છે. કોઈનું માને કરે નહીં ને બહાર ભટક ભટક કર્યા કરે. શું એના બાપે દાઢ્યું છે કે ભટક ભટક કરે, પણ ટેવ પડી ગયેલી એને. જેમ એક છોકરાને રખડવાની ટેવ હોય તેમ આને પણ રખડવાની ટેવ પડેલી. આપણને સાચવતા ના આવડ્યું ત્યારે રખડવાની ટેવ પડી ગયેલી ને ? સારી જગ્યાએય જાય ને ખોટી જગ્યાએય જાય. ક્યાં જાય, એનું કશું ઠેકાણું જ નહીં. મંદિરમાં જતું રહે, નહીં તો સ્મશાનમાં હઉ જઈ આવે. એ અશુદ્ધ ચિત્ત કહેવાય. આ જગતના લોકોને અશુદ્ધ ચિત્ત હોય.
ચિત્તને ભટકવામાં સહાય કોતી ? પ્રશ્નકર્તા : ચિત્ત એકલું કામ કરે કે મન દોડે જોડે ?
દાદાશ્રી : ના, ના, ચિત્ત એકલું જ કામ કરે. આમ રખડીને સૂઈ ગયા હોય ને, તો તે ઘડીએય ચિત્ત તો ઘણું કામ કરે. ક્યાં ક્યાં સુધી જઈ આવે ? આફ્રિકા જાય ને દુનિયામાં બધે જઈ આવે.
પ્રશ્નકર્તા : અમુક દશાએ પહોંચે તો જ ચિત્ત એકલું કામ કરે ને ?
દાદાશ્રી : ના, એવું કશું નહીં. એવો યોગ હોય તો એકલુંય કામ કરે.
પ્રશ્નકર્તા : અજ્ઞાનીને હઉ ?
દાદાશ્રી : બધાને. જ્યાં સુધી અશુદ્ધ છે, ત્યાં સુધી ભટક ભટક કરે. અરે, મહેફીલ કોઈ જગ્યાએ થતી હોય ને ત્યાં હઉ જઈ આવે. ત્યાં આગળ ટેબલ ઉપર બ્રાંડી હઉ જોઈ આવે. કહેવું પડે ! ચિત્તની શક્તિઓ બહુ ભારે. તેથી લોકો કંટાળી જાય છે ને ? આ મન એટલું બધું હેરાન નથી કરતું લોકોને, એટલું ચિત્ત હેરાન કરે છે.
પ્રશ્નકર્તા : પહેલી મનની સ્કૂરણા થાય, પછી ચિત્ત ભટકવા માંડે ?
દાદાશ્રી : મનને અને એને લેવાદેવા નથી. ચિત્તનો સ્વભાવ જ ભટકવાનો છે. ચિત્ત ભટકે તેનો કંઈ પાર જ ના આવે. તેથી માણસ બધો બગડી જાય. જેનું ચિત્ત ભટકેલ થઈ ગયું, એટલે માણસ ખલાસ થઈ ગયો.
પ્રશ્નકર્તા : હવે ચિત્ત ભટકે, તેમાં અહંકાર પણ ભળે ત્યારે જ ભટકે ને કે અહંકાર ભળ્યા વગર ભટક્યા કરે ?
દાદાશ્રી : અહંકાર ભળે કે ના ભળે, તેનો કંઈ સવાલ નથી. ચિત્તનો સ્વભાવ ભટકવાનો. જ્યાં સુધી અશુદ્ધ છે ને, ત્યાં સુધી ભટક ભટક ભટક કરવાનું આખા જગતના લોકોનું ચિત્ત ભટકે છે. લોકો કહે છે ને કે, “મારું મન આમ જાય છે, તેમ જાય છે. એવું કશું છે જ નહીં.
એ ચિત્ત ગમે ત્યાં જઈ શકે, બધે ફરી આવે. અહીંથી અમેરિકા જવું હોય તો ટિકિટ નહીં લેવાની, ખુદાબક્ષ ! જ્યાં જવું હોય ત્યાં જવાનું, એવું ચિત્ત છે !
મન તો ગમે તેવું હોય. જેટલું મનથી તમે દૂર રહ્યા, મનમાં એકાકાર, એકાત્મિક ના થયા એટલે છૂટી ગયું. પણ ચિત્ત તો ભટક ભટક કરવાનું છોડે જ નહીં ને ?
ચિત આમ કાર્યાન્વિત ! એ ક્યાં ક્યાં ભટકી આવે ? સેફસાઈડ (સલામતી જગ્યાએ કે