________________
ખંડ : ૪
ચિત્ત
(૧)
ચિત્તનો સ્વભાવ
ભટકામણ કોની ?
નિવેડો લાવવો પડશે કે નહીં લાવવો પડે ? કો'ક દહાડો તો આનો નિવેડો લાવવો પડશે ને ? ક્યાં સુધી આમ ભટક ભટક ભટક કરવાનું. થાકી થાકીને લોથ થઈ ગયો તોય ભટકવાનો અંત આવ્યો નહીં. તે આ અંત આવે. દાદાએ અંત ખોળી કાઢ્યો છે, ભટકવાનો એડ ખોળી કાઢ્યો છે. તો આપણો અંત આવે. પણ એ જ રખડતો હોય તો આપણો અંત ક્યારે લાવી આપે ? તે આ રખડતા માણસોએ રખડાવી માર્યા. પણ હવે અંતવાળા આવ્યા હોય તો અંત તો લાવે ને આપણો ? તમે એવું નક્કી કર્યું છે ને ? અંત લાવવાનું નક્કી કર્યું છે ને ?
પ્રશ્નકર્તા : એ નિશ્ચયથી જ દાદા પાસે આવ્યા છીએ. પણ હવે ભટકામણનો અંત લાવવાનું સાધન, એ તો મન છે. શરીર ભટકતું બંધ થાય નહીં પણ મન ભટકે છે, એનું ભટકવાનું બંધ કરવાનું કંઈ સાધન છે ?
દાદાશ્રી : એ તો આપણા લોકોનામાં સહેજ ભૂલ થાય છે. આપણા હિન્દુસ્તાનના ઘણા લોકો કહે છે કે, “મારું મન બહાર ભટક્યા