________________
(૮) બુદ્ધિ સામે, અક્રમ વિજ્ઞાન !
૨૪૩
અવિરોધાભાસ ! વિરોધાભાસ ઉત્પન્ન ના થાય એવું. આ અવિરોધાભાસ સાયન્સ છે. અને તેમાં તમે પડ્યા. બોલો ! આખી કૉલેજ પસાર થઈ ગઈ. એટલે કામ થઈ ગયું ! અને ‘પોતાના’ સુખ સાથે, એરકન્ડિશન્ડ ડબ્બો બધું સાથે. નહિ તો પહેલાં કેટલો બળાપો, બળાપા સાથે હતું.
દીધો “અમે' જગતે, ખુદાનો પૈગામ ! બધાએ બુદ્ધિની અંદરની વાત કરી છે. જ્યાં બુદ્ધિ ના પહોંચે એ ખુદાના ઘરની વાત અને જ્યાં બુદ્ધિ પહોંચે એ સંસારીઓનાં ઘરની વાત. અને જેને બુદ્ધિનો અભાવ થયો ને બુદ્ધિ ગઈ, તેનું કલ્યાણ થઈ જાય. ખુદા ભેગા થયા ત્યારથી બુદ્ધિ અમારી ખલાસ થઈ ગઈ. ખુદાને દેખ્યા કે અમારી બુદ્ધિ અલોપ થઈ ગઈ. ખુદાની પાસે બેઠાં બેઠાં આનંદ રહે છે. અને ખુદા શું કહે છે ? ‘એક સંદેશો આપો કે જેથી જગત આખું પાછું ફરે. આખું જગત બફાઈ રહ્યું છે અને તે સાયન્ટિફિક રીતે આપો.” તે મને સાયન્ટિફિક રીતે ખુદાએ આપ્યું. તે પ્રમાણે હું આપવા માગું છું.