________________
(૮) બુદ્ધિ સામે, અક્રમ વિજ્ઞાન !
હોય પણ જ્ઞાન ગાંઠે નહિ. અને સાયન્ટિસ્ટો જ પાછા મને કહે ને, કે જ્યારે મેં કહ્યું કે આ ટેપરેકર્ડ બોલે છે,’ ત્યારે કહે, ‘અમને આ સમજાતાં બહુ વાર લાગશે.' અને હું તો જવાબદારીવાળું બોલું છું. આ બેજવાબદારીવાળું નથી બોલતો. વાત છેવટે સમજવી પડશે અને આ સિદ્ધાંત તો બુદ્ધિને ગાંઠે એવો નથી. એટલે બુદ્ધિવાળાને બુદ્ધુ બનાવી દે એવો છે. આ સિદ્ધાંત એટલે એક-બે જણને મેં કહ્યું ને, “શું કરવા આમાં બુદ્ધિ ચલાવો છો ? ન હોય બુદ્ધિ ચલાવવાનો રસ્તો આ. તમારી બુદ્ધિ તમને બુદ્ધુ બનાવશે.' આ સિદ્ધાંત બુદ્ધુ નહીં બનાવે. અવળો અર્થ કરીને તમારી બુદ્ધિ તમને બુદ્ધુ બનાવી દેશે. સિદ્ધાંત કંઈ નવરો નથી કે તમને બુદ્ધુ બનાવે અને આ તો સિદ્ધાંત છે. છેલ્લા સત્યાવીસ વર્ષથી આ વાણી નીકળી છે, એમાં ખોળી કાઢે કે એકુય શબ્દ વિરોધાભાસ છે ?
૨૪૧
બધું શી રીતે સમજણ પડે ? આ મેળ શી રીતે પડે લોકોને ? અહીં બુદ્ધિશાળી બધા બહુ જતા રહ્યા પાછા હાથ ધોઈને, મોઢું બગાડીને ગયા, જતા રહ્યા. કારણ કે બુદ્ધિ પહોંચી શકે એવું નથી આ. આ સાહેબ જ પ્રખર બુદ્ધિશાળી હતા. છેવટે સાહેબ જ ફસાયા. તો આ ફસાવામાં જ આનંદ છે ને ? આ ફસાવામાં ખરો આનંદ આવે છે નહીં ? અને બુદ્ધિ ને અહંકાર ઉછળતા હોય છે, એને તોડી નાખવા પડે, ત્યારે બોબડી બંધ થઈ જાય. તે આ જ્ઞાન જ એવું છે ને ? દાદાની પાસે, ભલભલાની બુદ્ધિ તોડી નાખે. પેલા સોલિસિટર શું કહેતા હતા ? પ્રશ્નકર્તા : નોકરી કરવી અને આ બધું મેળવવું, બધું એક સાથે
શક્ય નથી.
દાદાશ્રી : હા, અહીં શક્ય થાય એવું છે. એ બુદ્ધિથી માપશો નહીં. બુદ્ધિ તો એવું જ કહેશે કે, અનુભૂતિ થાય જ નહીં, આ કાળમાં ! ત્યારે મેં કહ્યું, ‘ભઈ, અહીં બુદ્ધિ ચાલે એવી નથી.' જેનામાં બિલકુલ, સહેજેય બુદ્ધિ ના હોય તો એ આ દાદા ભગવાન. તમે જુઓ છો ને, આ બુદ્ધિ વગરના માણસ અને એવું પોતે કહે છે ને કે, અમારામાં બુદ્ધિ નથી.' એટલે ગપ્પુ નથી આ !
૨૪૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ત ગાંઠે અક્રમ વિજ્ઞાત, બુદ્ધિને !
તમને ગમીને થિયરી આ ?
પ્રશ્નકર્તા : સરસ જ છે ને ! વિજ્ઞાન છે ને આ તો !
દાદાશ્રી : હા, વિજ્ઞાન છે ! ને બુદ્ધિને ગાંઠતું જ નથી, એય અજાયબી છે ને ? હા, બધાં જ્ઞાન બુદ્ધિને ગાંઠી જાય. અને આ જો બુદ્ધિને ગાંઠતું હોત તો આ વિજ્ઞાનને તોડી નાખત, કે' દહાડાનુંય તોડી નાખત.
વિજ્ઞાન એનું નામ કહેવાય કે જે તર્ક-વિતર્કથી મુક્ત હોય, સરળ હોય અને ગામિડયું હોય. અને છતાં ગમે તેવી બુદ્ધિનેય ગાંઠે નહીં પાછું ! ભલભલી બુદ્ધિઓ મેં જોઈ પણ કોઈ બુદ્ધિને આ ગાંઠતું જ નથી, એને ફેંકી જ દે છે. જેમ ઈલેક્ટ્રિસિટી હોયને તે પેલાને શૉક અમારે, એવી રીતે ફેંકી જ દે છે. ત્યારે વૉટપાવર કેવડો મોટો હશે !
નહીં તો બુદ્ધિ દરેક જ્ઞાનને આમળે ચઢાવે. પણ આ વિજ્ઞાન ભલભલા બુદ્ધિશાળીઓને, બુદ્ધિ ગમે તેવી હોય, પણ આ વિજ્ઞાન ગાંઠતું જ નથી. એનેય ટાઢું થયે જ છૂટકો. અને એ દલીલ એવી ગપ્પાં મારે એવી નહીં, સ્વીકાર્ય હોવી જોઈએ, બન્ને પાર્ટીને !
બુદ્ધિશાળી એટલે શું ? એને કોઈ કાયદો નહીં, ‘નો લૉ !' આમથી ફેંકે, આમથી ફેંકે, આમથી ફેંકે. અને આ વિજ્ઞાન એક જ લૉમાં હોય કે બીજી બાજુ ફેરવાય નહીં. છતાંય આટલી બધી રીતે ચોગરદમથી ફેંકે, બુદ્ધિ તો આમથીય ફેંકે, ઘડીકમાં આમથીય ફેંકે, ગબડાવી દેવા માટે. બુદ્ધિની ચારેય દિશા ખુલ્લી હોય ને છતાં આ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી. અને બધા સમજી જાયને પાંચ વાક્યોમાં તો આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે અને તે આ મારી ગોઠવણી નથી. આ કુદરતી નીકળેલું છે. ધીસ ઈઝ બટ નેચરલ (કુદરતી જ છે). બુદ્ધિથી ગોઠવણી ના થઈ શકે.
શું આ અક્રમ વિજ્ઞાન ! બુદ્ધિ બેઠી બેઠી પાણી પીધા કરે ! પાછું