________________
(૭) બુદ્ધિના આશયો
૨૩૯ ગમતામાં વપરાય અને ૭૦ ટકા ગમતામાં એટલે ગમતાવાળાનું એડજસ્ટમેન્ટ સારું કરવું. અને ના ગમતા હોય તો તેમાં વાપરવું હોય તો વાપરજો. સમજાય એવું છે કે નહીં ?
પ્રશ્નકર્તા : બહુ સરસ વાત કરી.
દાદાશ્રી : મારી ભાવના ખરી, પણ હવે આવું કહેવાય શી રીતે ? સમજણ પડે શી રીતે ? એટલે હવે તમે ટેન્ડર ભરો તો પાંસરું ભરજો. હજુ બે અવતાર છે. નહિ તો ગાડીઓ માંડવી હોય તો ગાડીઓ માંગજો. તમારામાંથી બાદ થશે. શેમાંથી બાદ થશે ? આ તમારી મૂડી થઈ છે ને, તેમાંથી !
પ્રશ્નકર્તા : આજે બહુ આપી દીધું, દાદા. દાદાશ્રી : ધન્ય છે ત્યારે !
પ્રશ્નકર્તા : આપણી જે જગત કલ્યાણની ભાવના છે, એમાં પુણ્ય કેટલું વપરાય ? અગર તો એ જ ભાવના એકલી હોય જીવનની અંદર તો ?
દાદાશ્રી : હા, તે એ ભાવનાનું ફળ તમને બહુ મોટું મળશે. આપણે એનું ફળ શું મળશે એ જ જોવાનું. એ તો તીર્થંકરોએ શું કર્યું કે જગત કલ્યાણની જ ભાવના ભાવેલી, બસ ! એનું ફળ શું મળ્યું કે આ તીર્થંકર થાય. જ્યાં પગ પડે ત્યાં તીર્થ કહેવાય. હું એ જ ભાવના કરું છું. તમારી એ જ ભાવના છે તે ભાવના ફળશે.
પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે એ ભાવના હશે તો તમને બધું જ મળી રહેશે, વગર માગે.
દાદાશ્રી : હા, આપણે આ જ ભાવના ભાવીએ તો આપણું સારું થાય જ અને જોડે જોડે આવતે ભવ આપણું જે થવાનું હોય એમાં કોઈ હાથ ના ઘાલે, ડખલો ના આવે. આટલું સમજી ગયા ને, એનું કલ્યાણ થઈ જાય.
(૮) બુદ્ધિ સામે, અક્રમ વિજ્ઞાન !
વીતરાણ વિજ્ઞાન મુક્તિ અપાવે ! આ શાસ્ત્રની ભાષા નથી, આ તો વીતરાગ વિજ્ઞાન છે ! પ્યૉર. વીતરાગ વિજ્ઞાન, જરાય ઈૉર નહીં !!
બુદ્ધિ અને જ્ઞાનની વ્યાખ્યા કોઈ જગ્યાએ આવી હોય નહીં. એવું સાંભળવામાં નહીં આવે. આ જેટલું હું બોલું છું તે અપૂર્વ છે. પૂર્વે ક્યારેય સાંભળેલું નથી, વાંચેલું નથી, જાણેલું નથી, જોયેલું નથી એવું અપૂર્વ વિજ્ઞાન છે આ ! અને તરત છોડાવનારું છે. તમને કેટલા કલાક જ્ઞાન આપવું પડ્યું હતું ?
પ્રશ્નકર્તા: એક કલાક જ !
દાદાશ્રી : વિજ્ઞાન એટલે શું કે જે જ્ઞાન લોકોના ખ્યાલમાં ના હોય. ગિફટથી ઊભું થયેલું હોય. કસી કસીને ના થાય. કસી કસીને, કસોટી કર્યું ના થાય. એ ગિફટ હોય. તે સાયન્ટિસ્ટ ગિફટ લઈને જન્મેલો જ હોય. આ અમારું વિજ્ઞાનેય ગિફટ છે, કોઇ માણસ કરી ના શકે.
પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન છે એમાં આંતર ને બાહ્ય, બંને આવી જાય ?
દાદાશ્રી : બેઉ આવી જાય. પહોંચી વળે બન્નેને, કારણ કે બુદ્ધિને ગાંઠતું જ નથી આ જ્ઞાન. ગમે એટલો બુદ્ધિશાળી હોય, સાયન્ટિસ્ટ