________________
(૭) બુદ્ધિના આશયો
મારા ધાર્યા પ્રમાણે દરેક લોકોનું કલ્યાણ થાઓ ને કલ્યાણ થાય એવું પુણ્ય નીકળ્યું. એટલે હવે તમારે જે માગણી કરવી હોય તે કરજો.
૨૩૭
મને કહે છે, ‘ઘડિયાળ પહેરી હોય તો ?” મેં કહ્યું, ‘ના ભઈ, ઘડિયાળ કશુંય જોઈએ નહીં. ઘિડયાળ તો લોક પહેરે જ છે ને ! એટલે મારે એમાં કંઈ પુણ્ય વાપરવું નહીં.’ ત્યારે કહે, ‘પછી ખાવા-પીવાનું સારું જોઈએ.’ મેં કહ્યું, ‘ના. એમાં એક પૈસોય પુણ્ય વાપરશો નહીં. હીરાબા કરશે એવું મારે ખાવાનું.' હીરાબાનું પુણ્ય વાપરેલું, તેનું હું ખઉં છું. બીજા કોઈને સમજાય નહીં એટલે પુણ્ય વાપરી ખાય.
બોલો હવે, શું થયું હશે, કહો ?
પ્રશ્નકર્તા : તમારું ઘણું પુણ્ય જમા રહ્યું.
દાદાશ્રી : એ તો પેલા ભાઈને કહ્યું કે તેં વાપર્યું ખરું પુણ્ય બધું. હવે મેં છે તે બધું પુણ્ય, ૭૦ હજાર હતું, તે બધું પાંત્રીસમાં હિસાબ કરી નાખ્યો. તે હવે પાંત્રીસ રહ્યા, તેનું હવે કંઈક કહોને કે શું કરવું છે ? મેં કહ્યું, આત્મધર્મ અને એના સંજોગો, મને પુણ્યમાં બે જ પ્રાપ્ત થાવ. તેનું આ મને મળ્યું છે. ત્યારે કહે, “દાદા, અમારે ?” મેં કહ્યું, ‘તારે ગાડી છે એની જરૂર તો રહેશે જ ને, રેડિયો જોઈશે, ટી.વી. જોઈશે, ટેલિફોન જોઈશે, ફલાણું જોઈશે, પણ થોડો ધર્મ જોઈશે.’ ‘એમાં કેટલા વાપર્યા ?” ત્યારે કહે, ‘પાંચ હજાર વાપરો.' ત્યારે ધર્મનાં પાંચ હજાર તારા અને મારા તો પાંત્રીસ હજાર.
એટલે એમને સમજણ પડી કે આ બધી શેની શેની ગોઠવણી છે. ત્યારે મને કહે, હેં ! આવું ?” આ ભાઈ કહે છે, ‘આપણે ફોન લઈશું ?” મેં કહ્યું, ‘નિરાંતે ઊંઘી ગયા હોય ત્યારે પેલી ઘંટડી વાગે, એવો ધંધો શું કરવા જોઈએ ?” મને કહે, ‘ફોન વગર શું કરશો ? અત્યારે વ્યવહાર થઈ ગયો છે.’ મેં કહ્યું, ‘જોડવાળો રાખે છે ને ?” અને એને સરનામું આપી રાખેલું. એને રાત્રે ત્રણ વાગે ફોન આવેને તો સાંભળે અને સવારમાં આપણને કહે. તો આપણે એને ધન્યવાદ કહીએ, ઉપકાર માનીએ. અને અમે ઉપકાર વાળીએ ખરા, પણ એ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બિચારો ત્રણ વાગે રાતે ફોન સાંભળે. અને સવારમાં કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : કહે.
૨૩૮
દાદાશ્રી : એ કહેય ખરો કે રાતે ત્રણ વાગે ફોન આવ્યો હતો. એક તો આપણને રાતે ઊંઘ આવતી નથી અને જરાક ઝોકું ખાય ત્યાં આ ફોન આવે તો કલ્યાણ(!) થઈ ગયું, બા, હું પહેલેથી જાણતો હતો. અને જો ફોન રાખ્યો હોત, વખતે કંઈ સંજોગ ધંધાના એવા થાય તો ફોન રાખવાની જરૂર પડી હોત એથી મારા ના કહેવાથી બધા કંઈ ફોન ન રાખે એવું બને નહીં. તો પછી મારી રૂમમાં ફોન રાખ્યો આ લોકોએ, તો ફોન ઉપર જેની સાથે વાત થાયને તે બધાને કહી દીધું કે રાતે મારી સ્થિતિ સારી રહેતી નથી, તબિયતની અનુકૂળતા નથી માટે ફોન કરવાનું બંધ રાખજો, એવી મારી વિનંતી છે. અને રાતે કંઈ ફોન કરવો હોય તો મનમાં નક્કી કરવું કે સવારમાં જ કરીશું હવે. બહુ ઉતાવળ હોય તોય એમ મનમાં નક્કી કરવું કે સવારના જ કરીશું. એટલે તે ફોનનું ના જ કહી દીધેલું હોય, બધાને જ. મારી પાસે જે આવતા હોય તેને. એટલે શેમાં વપરાઈ ગયા એ તમે સમજી ગયા ને ?
ભાવો જગત કલ્યાણ આશયમાં !
આ બધું ડૉલર શી રીતે અપાય છે ? એકને ખૂબ આપવાનું મન થાય અને એકને આપવાનું મન ના થાય, એવું થતું નથી ? શાથી ?
પ્રશ્નકર્તા : બીજે પુણ્ય વપરાઈ ગયેલું હોય એટલે ?
દાદાશ્રી : એ પુણ્યનો હિસાબ બીજે લખાવી દીધેલો. પેલા મોજશોખવાળાએ એવું કરેલું હોય કે બધું કમાઈએ, તો સારી રીતે મોજશોખ થાય. હવે એ ૩૦ ટકા પાપના રહ્યા, એ આ પૈસા. હવે પૈસા વપરાય તે તમને ના ગમતું હોય તોય કરવાના સંયોગ આવે. પેલા ૭૦ ટકા ગમતાના સંજોગો આવે અને આ ગમતા નથી એવા સંજોગ આવે. હવે એ ના ગમતા એટલે એમાં પાપ વપરાયું હોય ને, તે વહુ મળી હોય એ ગમે જ નહીં. એ ભેગી થાય, એમાંય પૈસા વપરાય. વહુ મળી એટલે સંજોગ ભેગો થયો ને એટલે ૩૦ ટકા ના