________________
૨૩૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) બુદ્ધિના આશયો
૨૩૫ મળેલું છે મફતમાં, છતાં અમારે છૂટવું હોય તોય નથી છૂટાતું. તમને બધા સારા સંજોગો ભેગા થાય છે. કહ્યું, “તારું ૭૦ ટકા પુણ્ય હતું, તો મારુંય ૭૦ ટકા પુણ્ય હતું. પણ તેં તો પુણ્યમાં શું શું લખાવ્યું ફાધર-મધર કેવાં જોઈએ ? ત્યારે કહે, “ઊંચા પદવાળાં જોઈએ, નહીં તો મારી કિંમત શું ?” એટલે મિલમાલિકને ત્યાં જન્મ્યો તું. જો કે એ મિલમાલિક મારો ભત્રીજો થાય, પણ આમ બીજું બધું મારે લેવાદેવા નહીં કરું. પણ તોય પેલો કહે છે, કે “એમાં મેં શું કર્યું ?” મેં કહ્યું, ‘તેં તારું જ પુણ્ય વાપર્યું ને મેં મારું પુણ્ય વાપરી નથી ખાધું. મેં મિલમાલિક નથી ખોળ્યા. મેં તો એક જ વસ્તુ ખોળેલી કે મા-બાપનું ખોળતો'તો ત્યારે મેં એમ કહ્યું કે મારે મા ઉત્તમ જોઈએ.’ કારણ કે હું સમજું કે મા ઉત્તમ, તો આજુબાજુનું સર્કલ સારું જ હોય. અને તે જેવું હોય તેવું પણ મા ઉત્તમ છે તો બહુ થઈ ગયું. એટલે બીજું પુણ્ય વપરાયું નહીં. ઈકોનોમી કરું. એટલે મા એકલી સારી જોઈએ, બીજું નહીં. એ તો બહુ ઓછી પુણ્ય વપરાશે એમાં !
બાપ-ભઈઓ બધામાં પુણ્ય વાપર્યું નહીં. એ તો માએ માંગેલું જ હોય ને ? મારે શું કરવા માંગવું ?
પછી કહે છે, વાઈફ તો જોઈશે ને પણ, હવે વાઈફ છે તે આવી આવી જોઈએ, એવી શરત પ્રમાણે હોય તો એના બે હજાર વધારે પડે છે, તો તે ય વાંધો નહીં. ઘરમાં મારી જ વાત, મારું ચલણ રહેવું જોઈએ એવી હોવી જોઈએ.
એટલે આ પ્રમાણે લખાવેલું છે. પછી બીજે અવતારે એવું જ ગમે. આપણે જેવું લખાવ્યું હતું કે, તે પૈણતી વખતે એવું જ ગમે. પછી બાપ કહે છે, “કેમનું લાગે છે તને ?” કહ્યું, મને ગમશે, ચાલશે.’ છોકરીનો બાપ કહે છે, “કેમનું તમને લાગ્યું ?” ત્યારે છોકરી કહે, “એ બરોબર છે.”
અને પછી ભાઈબંધોની વાઈફ જુએને, પછી સરખામણી કરે. પછી સારી ન આવી હોય તો ખેદ રહ્યા કરે. અલ્યા મૂઆ, આપણું
લઈ આવેલા, આપણી પોતાનો હિસાબ જ છે. એમાં ફરી જઉં છું ? આ બેનને મેં પૂછયું કે, “આવા ધણી જોડે તને કંટાળો નથી આવતો ?” ત્યારે કહે, ‘ના દાદા, હું તો એવું કહું છું કે આવતો ભવ, ભવોભવ, આવો ધણી મને મળજો.’ આ હિન્દુસ્તાનમાં આવી સ્ત્રી હશે કે નહીં, એ મને અજાયબી લાગે છે. એ ધણી કેવા હશે અને એ બેન કેવી ? એણે શું નક્કી કર્યું કે આવી બૈરી જોઈએ અને બેને શું નક્કી કર્યું કે આવા ધણી જોઈએ. એ એડજસ્ટમેન્ટ છે ને ? એટલે આ પુણ્ય વપરાતું વપરાતું, ક્યાં જુઓને શેમાં શેમાં વપરાય છે ? છોકરાં કેવાં જોઈશે ? “હોશિયાર, રૂપાળા, બધું. છોડીઓ જોઈએ.’ એમાં પુણ્ય વપરાતું હોય તો વાપરજો, ના વપરાતું હોય તો ના વાપરશો. હીરાબાએ જે માગ્યું એ ખરું. ત્યારે કહે, ‘પણ તમારી શું ઇચ્છા ? મારી ઇચ્છા છે કે હોય તોય વાંધો નથી અને ના હોય તો વાંધો નથી.'
એક બાવો મને કહે છે, ‘તુમકો લડકા હો જાયેગા,' કહ્યું, ‘થયાં એ શું કરવા જતાં રહ્યાં, એ મને કહે, આગળની વાત પછી ! થયાં એ જતાં રહ્યાં શું કરવા, બેબી, બાબો બન્ને ? કોઇ મને આશીર્વાદ દેતો’તો ત્યારે “મારે આશીર્વાદ શું કરવા છે ? છોકરાંને શું ધાડે દેવાં છે ?” એમ બોલેલો. ના બોલાય આવું. ફરી એ કોઈ અવતારમાં જન્મે જ નહીં. તિરસ્કારભર્યું બોલ્યો કહેવાય. છોકરાં હોય તોય ભલે ને ના હોય તોય ભલે. એમાં પુણ્ય ખર્ચીને શું કામ છે તે આપણે ! વહુ વગર ચાલે નહીં એવું લાગેલું. પછી વહુએ જે માગ્યું હોય તે વાંધો નથી. છોકરાં નથી તેનો વાંધો નથી.
પુર્વે વપરાતી જગત કલ્યાણમાં ! કોઈ અમારું પુણ્ય જુએ તોય ખુશ થઈ જાય. જ્યાંથી નીકળ્યો હોય ત્યાંથી બે માઈલ છેટે ઘર હોય અને ત્યાંથી ગાડીમાં નીકળ્યો અને અહીં ગાડીમાં ઉતરું તો ખુરશી લઈને હાજર હોય એટલે પછી બધાને એમ થાય કે આ શું ? આ દાદાનું પુણ્ય કહેવાય ? હરેક વસ્તુ હાજર ! તમે જોયું ને? પુણ્યનો પ્રભાવ જોયોને ? અને કેવું જ્ઞાન પ્રગટ થયું?