________________
(૭) બુદ્ધિના આશયો
૨૨૯
૨૩)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ખોખાનોય એને વાંધો ના આવે, અસંતોષ ના થાય અને કાળું ખોખું મળ્યું હોય તોય અસંતોષ ના થાય અને બટકો હોય તોય અસંતોષ નહીં. લાંબો હોય તોય અસંતોષ નહીં. કારણ પોતે પોતાના બુદ્ધિના આશયમાં લાવ્યો છે, પોતાના ટેન્ડર પ્રમાણે.
પ્રશ્નકર્તા : એને પોતાનું ખોખું પસંદ પડે. પણ આજે જે ઘર છે, તે આ ઘર બરોબર નહીં, આ ઘર બરોબર નહીં, એ જે ફેરવ્યા કરે છે, એ કેમ થતું હશે ?
દાદાશ્રી : પણ ત્યાં દેહમાં ચાલે એવું નથી. પ્રશ્નકર્તા : એ વખતે બુદ્ધિના આશય જે થયા હશે, એમાં એમ
હશે ?
કે સવારે છ વાગે રોજ ઊઠવું અને છ વાગે ઊઠાય એટલે એમને સંતોષેય રહે. કો'ક ફેરો છ વાગે ના ઊઠાય તો અસંતોષય થાય. પણ ખાસ કરીને બુદ્ધિના આશય પ્રમાણે બધું ચાલે. એવું આ જ્ઞાનીને મળાય તો ચાલશે, આ જોઈશે. તે જોઈશે, નહીં મળીએ તો ચાલશે, તો એવું આ ચાલ્યું. આ બધા કહેશે, અમને જ્ઞાનીને મળ્યા વગર નહીં ચાલે, તો એમને એવું મળે. જોડે રહેવાથી મળી જાય. એટલે આ બધું આપણો જ બુદ્ધિનો આશય છે. આ ઊઠવાનો અર્થ તો સમજી ગયા કે ના સમજ્યા ?
પ્રશ્નકર્તા : સમજાયું, બરોબર છે. દાદાશ્રી : રાત્રે સૂવાનો નિયમ કેટલા વાગે ? પ્રશ્નકર્તા : રાત્રે હું લગભગ દસ-અગિયાર વાગે સૂઈ જઉં છું. દાદાશ્રી : એટલે એ પ્રમાણે બુદ્ધિના આશયમાં લાવેલા.
પ્રશ્નકર્તા : પણ એ ક્રમેય બદલાતો ગયેલો. પહેલાં તબિયત સારી હતી ત્યારે હું રાતે દસ વાગે સૂઇ જતો હતો અને ચાર વાગે ઊઠી જતો. ઘણાં વર્ષો એ પ્રમાણે થયું. પછી આ છેલ્લાં પાંચ-છ વર્ષથી રાતે દસ-અગિયાર વાગે સૂઈ જઉં અને છ વાગે ઊઠું છું, તો આ પણ આશય પ્રમાણે બદલાતા રહેતા હશે ?
દાદાશ્રી : એ બધા આશય જુદા જુદા. તબિયત સારી થાય તો આમ, તબિયત સારી ના હોય તો આવું. આ બધા હિસાબ ગોઠવાયેલા અને એને પોતાને એ ગમે પછી. કારણ કે પોતે બુદ્ધિના આશયમાં લાવેલો છે.
આ સંસાર બધો આપણા આશય ઉપરથી જોઈ લો કે આવતે ભવ આવું થવાનું છે. એટલે પોતાની ઇચ્છાપૂર્વક જ સંસાર છે આ. પછી એમાં કશું ઊંધું કરે ત્યારે પછી એ અધોગતિમાં જાય. એટલે આ સંસાર પદ્ધતિસરનું ઈવોલ્યુશન (ઉત્ક્રાંતિ) છે ને તે ઇચ્છાપૂર્વકનું છે. પોતાનું ખોખું ન ગમે તેવું હોય તોય પણ સંતોષ રહે છે, એનું શું કારણ ? બુદ્ધિના આશય આ પ્રમાણે લાવ્યો છે. તો એને સ્ત્રીના
દાદાશ્રી : લોકોનું ઘર બદલાય છે ને, એટલે એને એમ કે હું ય બદલું. આ દેહમાં તો બદલાતું નથી. એ તો બંધ કરી દીધી એ દિશા અને એના આશય પ્રમાણે લાવ્યો છે. એને અસંતોષ કાયમ રહેતો હોય તો આપણે જાણીએ કે ના, ના, એને એમ છે. પણ આ તો હિસાબ પ્રમાણે લાવ્યો હોય છે.
આવડું મોટું શરીર પણ આશયમાં લાવ્યો હોય ! એક શેઠ અમદાવાદમાં મળ્યા હતા. તે પેટ આટલું બધું આગળ ! મેં જે જે કર્યા. બેભાનપણે એ બેઠા હતા, તે મારે કહેવું પડ્યું, ‘શેઠ જરા ભાનમાં રહેજો. સામો નમસ્કાર કરે ને તો તમારે સામા આમ કરીએ.’ જરા ભાનમાં રહો, કહ્યું. પણ બેભાનપણું અને આ શરીરે આમ ! પણ એને એમ ના થાય કે બળ્યું શરીર, આ રાત્રે પાસું ફેરવે તો સારું લાગે, હાથ ફેરવે ! ને પાતળું હોય તોય એને સારું લાગે. બુદ્ધિનો આશય છે ને !
પોતાનો જે આશય બંધાય કે આવાં છોકરાં, આવું ઘર, આવી વાઈફ, એ બધું બુદ્ધિના તમારા આશયમાં હતું તેવું જ અત્યારે આવેલું છે. આ દેહ, આકાર બધુંય, ઘર રાખ્યું તેય તમારા આશય પ્રમાણે હોય ને તેથી તો દરેકને, એ જ્યાં રહેતો હોય ત્યાં આગળ એને સંતોષ રહે ને ? ઝૂંપડીમાં રહેતો હોય તો એય એને ગમે. એ તો બધું આશય પ્રમાણે છે.