________________
૨૩૨.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૭) બુદ્ધિના આશયો
૨૩૧ હીરાબા'તે પરણવા ‘પસંદગી'ના પોઈન્ટસ્ !
અમે તો અમારી મેળે નક્કી કરેલું પૈણવું છે કે કુંવારા રહેવું છે ? તો ભઈ, પૈણ્યા વગર ના ચાલે. હું કરીશ ખરો આત્માનું, પણ મને પૈણ્યા વગર નહીં ચાલે. સંસારમાં રહીને પાછો કરીશ. કોઈ પૂછનાર નથી. આપણો ને આપણો નિશ્ચય જ છે. ત્યારે કહે, “કેવી જોઈશે ?” આપણે પૂછીએ કે ‘મારા હાથમાં છે કેવી જોઈશે તે ?” ત્યારે કહે, ‘બધું તમારા હાથમાં છે,’ આ તમારી દુનિયા ‘તમે” ક્રિયેટ કરી છે. તમને જે ભેગું થાય છે, એના ‘પોતે' જ ક્રિયેટર છો. એટલે મારા હાથમાં છે સ્ત્રીનું ? અત્યારથી મારા હાથમાં શાથી, મારી સત્તામાં છે ? ત્યારે કહે, પુણ્ય તમારું જ વપરાવાનું છે. તે તમારું આટલું પુણ્ય છે, તમારે જેમાં જેમાં વાપરવાનું હોય એ નક્કી કરી નાખો.'
બોલો, સ્ત્રી જોઈશે ? ત્યારે કહે, “એ તો જોઈશે.’ ‘તો કેવી જોઈશે? ગમે એવી ચાલશે ?” “ના ગમે એવી નહીં ચાલે, રૂપાળી જોઈશે.' જો એમાં વધારે ટકા ગયા. રૂપાળી કહ્યું કે, શરત કરીને એટલે એમાં પુણ્યના વધારે ટકા ગયા. પછી હાઈ લેવલના કુટુંબની જોઈએ ? તો કહે, “ના ભઈ, હાઈ લેવલનાં કુટુંબની તો પછી બહુ હોશિયાર થઈ ગયેલી હોયને, તો મને હલ દબડાવે. હું તો ભલી-ભોળો માણસ.” એ લોકો મને ભગવાન જેવા માનતા હોય ત્યાં પૈણવાનું એટલે ત્યાં પૈણ્યો. હીરાબા આવ્યાં, ગમ્યાં, ડિઝાઈન પ્રમાણે મને મળ્યો. ‘ગ્રેજ્યુએટ થયેલી જોઈએ ?” મેં કહ્યું, “ના, બા. ઓછામાં ઓછું ગુજરાતી આવડવું જોઈએ. બીજું કશું નહીં. હું જ મેટ્રિક ફેઈલ થવાનો છું ને !” તો બોલો, અમારે કશી ડખલ નથી. જેમ દોરવણી આપીએ એમને તેમ ચાલે. મતભેદ નહીં, ભાંજગડ નહીં.
શરૂઆતમાં અહંકાર જબરો હતો, તે પેલા પચ્ચીસ ફ્રેન્ડના ટોળામાં ફરીએ ત્યારે મનમાં એમ થાય કે, બધાની સ્ત્રીઓ સિનેમામાં જોડે આવે છે, બીજી વાતચીત કરે, ફ્રેન્ડ જેવી રહે છે અને મારે આવી ક્યાંથી આવી ? આ તો બહુ ભણેલી નહીં, એટલે મને ચેન ન હતું પડતું. પછી તો ભણેલી સ્ત્રીવાળા મને શું કહે, ‘તમારા જેવી સુખિયો કોઈ નથી.' જો ને, હીરાબા કશું સામું બોલતા નથી. કોઈ દહાડો સામું બોલ્યા
નથી. તમે કહો, ચા તો તરત લાવીને આપી જાય. તે આ મહીં હિસાબ તો ખરો કરી રાખેલો ! ભાઈબંધોને ક્યાં આગળ એની વાઈફ કડવી લાગે છે, તે મને ખબર નહીં. હું તો એની પર મીઠાશ જોઉં ઉપરથી, ભઈબંધને મહીં કડવી લાગતી હશે ! તે તો એ જાણે, એમના અનુભવ જાણે. તેથી જ તો મને કહે કે, “તમે ખરા સુખિયા છો.'
આવી દુનિયા છે. તમને સમજાયું ને ? એટલે તમારું જ બધું આ મળે. તમારો જ હિસાબ છે. અને કોઈ બહારનો ગોઠવવા નથી આવ્યો અને કોઈ પૂછવાય નથી આવ્યું. આ ભાઈએ નક્કી કરેલું, “જૈન જ જોઈશે ?” ત્યારે કહે, “ના, ગમે તેવી પણ બ્યુટીફૂલ જોઈએ. જૈન અગર તો બીજી નાતની.” વાંધો-વચકો હોય તો ? એય બધું એડજસ્ટ કરી લઈશું. અમે જૈન વાણિયા, અમને બધું આવડે. એટલે આ બધું તમારાં પુણ્યમાંથી વપરાયું. તમે નક્કી કરેલી જ આ બધી ચીજો મળી છે તમને, મકાન-બકાન બધુંય.
દાદા મળ્યા, એ કઈ પચ્ચે ? પ્રશ્નકર્તા : તમે વાત કરી કે આ બધી પુણ્ય આમાં ખર્ચાય છે. આ ભાઈને આવી વાઈફ મળી, તો એમાં એમણે પુણ્ય ખર્ચા, તો અમને દાદા મળ્યા તે કઈ રીતે ? - દાદાશ્રી : એવું છે ને, મનમાં ગણતરી રહ્યા કરે છે, કે ભઈ, એવો કોઈ માણસ મળી ગયો હોય, કે મને કલ્યાણનો રસ્તો બતાવી આપે. આ તો બધા સંતો પાસે જઉં છું, એની જોડે દસ વર્ષ બેસી રહ્યો પણ હતો તેનો તે રહું છું. એટલે એવો કોઈ મળી જાય અને મારું આ ભવમાં થોડું રાગે પાડી આપે. અને હવે અહીંથી છૂટવું જ છે. અહીંથી છૂટાય ! એટલે એવું છોડાવી આપે એવો કોઈ મળી જાયને, એવી ભાવના ખૂબ કરી હોય ત્યારે આ ભેગા થાય. અને હું તો છું જ હાજર, પણ એ ભાવના કરેલી તેથી અમે તમને ભેગા થયા. ઓછી-વધતી ભાવના, જેવી જેવી ભાવના, એટલે જેટલું પુણ્ય હોય એની પાસે સ્ટોકમાં, એ પુણ્ય એમાં વપરાઈ જાય. આ પુણ્યનો જથ્થો હોય છે માણસને.