________________
(૭) બુદ્ધિના આશયો
કોઈ વાણિયાને મોક્ષે જવું જ ના પડે. કારણ કે બધા સુખી જ હોય. નેવું ટકા પુણ્ય ભોગવે ને દસ ટકા પાપ ભોગવે. સાંધા જ તોડી નાખે ને ?
૨૨૭
પુણ્ય અને પાપ છે ને, એ તો બધું વહેંચણી થાય છે પહેલી. વહેંચણી કેવી રીતે થાય કે તમે કહો કે મારે વાઈફ આવી જોઈએ, બંગલો આવો જોઈએ, મોટર આવી જોઈએ. એ પુણ્યમાંથી તમે જેટલું ટેન્ડર ભરો એ પ્રમાણે તમને મળવાનું.
હવે બેંકમાં રકમ રાખી જ નથી બહુ, ‘આવશે એટલા જાય તો બહુ થઈ ગયું, મારે ઘર ચાલે.' હવે પછી ત્યાં બેંકમાં ખોળો તો શી રીતે બને ?
બુદ્ધિતા આશયમાં ભરી લાવ્યા ‘અમે' !
અમારા એક ભત્રીજાએ મને કહ્યું કે, ‘દાદાજી, તમે કેમ બધું આવું ભરી લાવ્યા છો, યોજનામાં ? તમારી યોજનાઓ આવી નીકળે છે ને મારી યોજનાઓ આવી નીકળે છે.’ મેં કહ્યું, ‘તારે ત્યાં શું દેખાય છે ? તારી યોજનાઓ કરી તે તારે ત્યાં આવ્યું.' આ સંસાર આવો છે અને તમે લોકો લહેર કરવા નીકળ્યા. મૂઆ, લહેર કરવાનું ક્યાં ખોળ્યું ? પછી અમારા ભત્રીજાએ શું કહ્યું કે, ‘મારે આત્માની યોજના કેમ નીકળતી નથી ? મારે આખો દહાડો કામ કરવું પડે છે ને એ બધું કરવું પડે છે ને તમારે કામ નથી કરવાં પડતાં ને તોય તમારે ચાલે છે.’ ત્યારે મેં કહ્યું, એ જ બુદ્ધિનો આશય છે ને ! એમાં બધું લખાવવું પડે આપણે કે મારે બંગલો જોઈશે, ફલાણું જોઈશે, ફલાણું જોઈશે.' એ બધો હિસાબ તમને અહીં મળ્યા કરે. હા, પણ મળે એ શેના આધીન છે ? શેમાંથી થાય ? તે આ ક્રેડિટમાંથી વપરાઈ જાય. એ તમારી ક્રેડિટ હોય તેના આધીન તમને બધું પ્રાપ્ત થાય.
એટલે મેં પેલાને શું કહ્યું ? કે, ‘હું ક્રેડિટનો ઉપયોગ થોડોક જ કરું છું. વધારે નથી કરતો. મારે તો આત્મા માટે જ હો.' અને નથી ઘિડયાળ પહેર્યું, નથી રેડિયો લાવ્યો, નથી કશું લાવ્યો. અમારો બુદ્ધિનો આશય આ હોય જ નહીં. અમારી ક્રેડિટ વપરાય જ નહીં. અમારી ક્રેડિટ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એકલી આત્મા માટે જ વપરાય. અને તમે તો રેડિયો, કાર, ફલેટ બધું, પછી આમાં હોય શેનું ? એમાં તો તમારે દર્શન કરીને જતા રહેવું પડે. આમાં જથ્થાબંધ માલ લાવ્યા જ નહીં ને ! સમજાય છે તમને આ બધું ? બહુ સમજવા જેવું છે, આ તો બહુ લાંબું-પહોળું, જગત તો બહુ મોટું છે.
૨૨૮
બાકી, બુદ્ધિના આશયમાં સંસારનું ગમે તે થાય, સંસારનું ગમે તે મળે, તોય મને નથી જોઈતું અને મારે જ્ઞાનીની પાસે જ રહેવું છે, તો તેવું મળી આવે. આ બધું પોતાનું જ છે, પોતાની ગોઠવણી જ છે અને પોતાની ગોઠવણી પર હવે પોતે ભૂલ કાઢવાની છે. ભાવ અને બુદ્ધિતો આશય !
પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય અને ભાવમાં શું ફેર ? દાદાશ્રી : ભાવ છે તે દહીં છે અને બુદ્ધિનો આશય એ માખણ હોય એવું છે.
પ્રશ્નકર્તા : ભાવમાંથી બુદ્ધિનો આશય ઊભો થાય છે ?
દાદાશ્રી : ભાવ બધા ભેગા થયેલા હોયને, તેને વલોવે ત્યારે બુદ્ધિનો આશય નીકળે.
પ્રશ્નકર્તા : આપને મળ્યા પછી ભાવ તો હંમેશાં એવો રહે જ કે દાદાને મળીએ, દાદાને મળીએ પણ સંજોગો ના બાઝતા હોય તો શું?
દાદાશ્રી : એનો ઉપાય નહીં ! જે સંયોગો ના બાઝે એ બધું ‘વ્યવસ્થિત’. ભાવથી સંયોગો ઊભા કરવા. આમ અંદરના ભાવના સંયોગો, નિદિધ્યાસન, એ બધું કરવું. આ બહારના એ દ્રવ્યથી સંજોગ કહેવાય. એને આંખો પણ જોઈ શકે, કાનો સાંભળી શકે. અને આ ના થાય તો પેલું કરવું.
પ્રશ્નકર્તા : ભાવ કર્યા કરીએ તો જ્યારે પેલા સંયોગો જતા રહે, ત્યારે બીજા સંયોગો આવે ને ?
દાદાશ્રી : એવું છે ને, તમારા બુદ્ધિના આશયમાં તમે નક્કી કર્યું