________________
(૭) બુદ્ધિના આશયો
૨૨૫
૨૨૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
માણસ પ્રગતિ ના કરી શકે. આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે એક-બે ખૂણા એવા હોવા જોઈએ, કે એને જાગૃતિ કરાવે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? આપ જરા સમજાવોને.
દાદાશ્રી : આપણી બુદ્ધિના આશયમાં હોય, કે એક છોકરો ને એક છોકરી હોય તો બસ થઈ ગયું. આપણું ડિસિઝન બુદ્ધિના આશયમાં હોય કે આ હોય તો ઘણું.
પ્રશ્નકર્તા : પણ એ થયા પછી સંતોષ તો થતો જ નથી.
દાદાશ્રી : એ મળી ગયા પછી પાછા એમાંથી અસંતોષના ફણગા ફૂટે છે. કારણ કે લોકોનું જુએ છે માટે. લોકોનું ના જુએ તો એ ના થાય આ.
પ્રશ્નકર્તા: તો એ ચક્ર તો કોઈ દી’ પૂરું થાય જ નહીં ?
દાદાશ્રી : ના, કોઈ દહાડો પૂરું ના થાય. બીજી દેખવામાં આવી તો થઈ જાય કે, આ તો સારી છે આપણા કરતાં ! હવે આને કેમ પહોંચી વળાય ? અરે, છોકરાં સાવ કુરૂપ હોય છે, બીજા લોકોને દેખવાં ના ગમે છતાં એની માને બહુ ગમે. કારણ કે બુદ્ધિના આશયમાં છે કે, મારે કદરૂપા જ જોઈએ કે ઉપરથી કાળાં ટપકાં નાખવાં ના પડે.
પ્રશ્નકર્તા : એમ કહેવાય છે ને કે, ગયા જન્મનો દુશ્મન હશે તો આ વખતે છોકરા તરીકે વેર વાળે છે બાપનું. તો એવું કંઈ બુદ્ધિના આશયમાં પેલાને હોય નહિ ?
દાદાશ્રી : ના, એ બુદ્ધિના આશયમાં નથી. એ આશયમાં જે લાવ્યો છે ને, તે ગમતું અને ના ગમતું એના ભેદ પડાવે છે. ત્યારે એના કેટલા ટકા પુણ્યના વપરાયા, કે પાપના વપરાયા ? પાપનાય વપરાયા ને ? તે ના ગમતું હોય તે પહેલું આવે. ના ગમતું હોય તે જ આવીને ઊભું રહે. હિસાબ છે ને બધો !
કેવી રીતે બંધાય “એ' ? પ્રશ્નકર્તા : બુદ્ધિના આશયો એ કેવી રીતે થઈ જતા હશે ?
દાદાશ્રી : તે સંજોગ અનુસાર થઈ જાય. ભાઈઓ બહુ ત્રાસ આપતા હોય તે, પછી બુદ્ધિના આશયમાં એમ થઈ જાય કે સંસારમાં ભાઈ ના જોઈએ. ભાઈ ના હોય તો બસ. એટલે આવી રીતે આશયો ઊભા થાય છે.
પ્રશ્નકર્તા : સંજોગોના દબાણથી ?
દાદાશ્રી : હા, સંજોગોના દબાણથી. આત્મા, એના જે ગુણધર્મ છે એમાં કોઈ દહાડોય ફેર નથી. ફક્ત આ બહારનું દબાણ આવવાથી, નૈમિત્તિક દબાણ આવવાથી રોંગ બિલીફ (અવળી માન્યતા) બેસે છે. અને તેથી સંસાર ઊભો થાય છે. અને પછી પોતાના આશય મુજબ સંસાર ચાલ્યા કરે છે. ભગવાન પોતે મહીં બેઠા છે. અને એ શું કહે છે કે ‘તારે જે જોઈએ એ, પ્રકાશ બધો મારો, હું આપીશ. તું તારી મેળે રમણતા કર્યા કર.” અને જ્યારે ત્યારે કંટાળે ત્યાર પછી સાંકળ ખેંચજે કે, “હે ભગવાન આ પોષાતું નથી મને.” ત્યારે હું તને સહાય કરી આપીશ. સંજોગ ભેગા કરી આપીશ.
વહેંચણી, પુય તે પાપ તણી. આ લક્ષ્મી એ પુણ્ય-પાપની નથી. પુણ્ય-પાપ તો મહીં વહેંચણી થાય છે. પુણ્ય-પાપ તો તમારી ઇચ્છા પ્રમાણે સપ્લાય (વહેંચણી) કરવાનું સાધન છે.
પ્રશ્નકર્તા : પુણ્ય મદદ કરે, આપણી ઇચ્છા પૂરી કરવામાં ?
દાદાશ્રી : બસ, એ ઇચ્છા પૂરી કરવામાં પુણ્ય મદદ કરે અને પાપ ઇચ્છાનો ધબડકો મારે છે. હવે આ જો પુણ્ય સો ટકા તમે કમાયા અને દસ ટકા પાપના કમાયા, તો તમે કહો કે દસ ટકા બાદ કરીને નેવું ટકા મારે ખાતે જમે કરો, તો એ કુદરત આવી કાચી નથી. એવું હોત તો આ