________________
(૭) બુદ્ધિના આશયો
એટલે કૉમ્પ્યુટર, જબરજસ્ત મોટું કૉમ્પ્યુટર છે આખા બ્રહ્માંડનું, તેમાં તમારી યોજના ફીડ તરીકે જાય છે. અને પછી આ કૉમ્પ્યુટરથી રૂપક આવે છે. તમે વહુની માંગણી કરી'તી અને પછી રૂપકમાં શું આવે છે ? વાઈફ તો આવે છે પણ જોડે સસરા, સાસુ, માસી સાસુ, ફોઈ સાસુ, વડ સાસુ, સાળો, સાળી... અરે ! પણ આ બધું મેં ક્યાં બોલાવેલું ? મેં તો વહુ, એકલીની જ માગણી કરી'તી.' ત્યારે કહે, ‘ના, અહીં કાયદેસર આવું જ આપવામાં આવે છે.' હા, એટલે એકલી વહુ ના આવે, આ લંગર બધુંય આવે મૂઆ. વહુની માગણી કરી માટે જોડે આ એવિડન્સ હોય જ. એટલે બધું આવું જગત જાણતા હોત તો વહુ ના માગત. વળી આ એક આવી તો આટલું બધું તોફાન !
પ્રશ્નકર્તા : સમજાઈ ગયું. આ તો છૂટવું બહુ મુશ્કેલ છે.
૨૨૩
દાદાશ્રી : ત્યાર પછી શું જોઈને રોફ મારો છો ? એટલે આવું જગત છે.
પ્રશ્નકર્તા : એ તો આજે ખબર પડીને, હવે ના માગું.
દાદાશ્રી : અને પેલા લોકો કહે છે ને કે, ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ. કેમ કહે છે કોબાડ ? ગમે ત્યાં મંદિરોમાં ફર ફર કરે તોય એના સામે કોઈ દૃષ્ટિ કરે નહીં. એટલે મારે ઘેર બેઠાં
સેફસાઈડ. અક્કલવાળાએ લખેલું છે ને ! કોઈએ આ જવાબેય સારો
આપ્યો છે ને ! પછી બધે ફરે તોય આપણને એ તરફની ચિંતા નહીં ને કોઈ ઉપાધિ જ નહીં ને ! હવે એને બુદ્ધિનો આશય બતાવે કે આવું લાવજે, કે આપણને ભય નહીં પછી. પછી બીજાની જોઈને બૂમાબૂમ કરે કે મારે ત્યાં આવી ક્યાંથી આવી ? અલ્યા, એ તમારું જ પ્રદર્શન છે. પ્રોજેક્શન જ આખું તમારું છે. એમાં ભગવાન બિચારા શું કરે ? એક વહુની માગણી કરીને કેટલી ઊપાધિ કરી ? પછી કાકી સાસુ, મામી સાસુ, ફલાણી સાસુ બધા આવે.
પ્રશ્નકર્તા : પણ પાછા એ બધા મીઠા લાગે.
૨૨૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા, મીઠા લાગે પાછાં.
પ્રશ્નકર્તા : એ બુદ્ધિના આશયમાં માગેલું છે એટલે મીઠા લાગે છે હમણાં ?
દાદાશ્રી : મીઠા તો સ્વભાવ છે જીવનો કે જો, ‘આવો ભાઈ, પધારો,' કહે તો મીઠું લાગે. ભૂખ્યો હોય, બહુ ભૂખ લાગી હોય, તેનેય પણ મીઠું લાગે. ‘આવો ભાઈ, પધારો' કહે એટલે ! માસી સાસુ શું કહે ? ભઈ, તમે મારા ભાણેજ જમાઈ.' અને પછી માસી સાસુ દવાખાનામાં હોય ને પછી જોવા જવાનું થાય ત્યારે અકળામણ થાય, કે આ ફરી પાછી ઉપાધિ આવી. પણ આમ ભાણેજ જમાઈ કહે ત્યારે ખુશ થઈ જાય ! તમે ભાણેજ જમાઈ થયેલા કોઈના કે ? માસી સાસુ ના હોય ? ફોઈ સાસુ આવ્યાં પાછાં ! મારે તો વહુનું કામ હતું, તમે શું કામ આવ્યાં ? લોકોને સમજણ જ નહીંને આવી બધી, આ કે આ વહુને લઈને આ બધું લંગર આવે છે.
તે આ યોજના શેના આધીન છે પાછી ? તમારા બુદ્ધિના આશય પ્રમાણે એ. તમારી ઇચ્છા પ્રમાણેના ડિસિઝન, એ શેના આધીન છે ? ત્યારે કહે, જે પૂર્વે પુણ્ય ને પાપ તમારાથી થયાં, ક્રેડિટ અને ડેબિટ (જમા અને ઉધાર), એ ક્રેડિટ ભાગમાં બધું તમને તમારા ધાર્યા પ્રમાણે થવા દે છે અને ડેબિટ ભાગનું તમારા ધાર્યા વિરુદ્ધ કરાવડાવે. અને ક્રેડિટ અને ડેબિટ જોડે જ હોય પાછું. વહુ તો લાવ્યા પણ પાપનો ઉદય થાય ત્યારે માર પડે. ક્યાં બગડ્યું આ ? તે પાપ લાવ્યો છે માટે. એનું પુણ્ય એટલું બધું હોય નહીં, જેથી વહુ એના કહ્યા પ્રમાણે ચાલે એવી હોય. વહુ વઢકણી હોય, છતાં એને ગમતી હોય પાછી. નથી ગમતી એવું એને કહેવાય જ નહીં. અંદરખાને એને ગમતી જ હોય. ગમતી છે એનું કારણ શું ? એના બુદ્ધિના આશયમાં લાવ્યો છે.
પ્રશ્નકર્તા : કેટલીક વખતે આવી પ્રતિકૂળ પત્ની હોય, તે વેરભાવે વૈકુંઠ જેવું થાય. આ ઘણાખરામાં આવું થયેલું.
દાદાશ્રી : આ સંસારની હરેક ચીજ પોતાની ગમતી આવેને તો