________________
બુદ્ધિના આશયો ટેન્ડર ભર્યા, તિજ ડિઝાઈનમાં ! ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન (જગત તમારી જ યોજના છે). કોઈની ડખલ ન મળે નહીં. સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.
પ્રશ્નકર્તા : મને એ ખબર નથી પડતી કે, આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું ?
દાદાશ્રી : પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે. નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય. કેમ આવ્યું ? ક્યારે કર્યું'તું ? પોતે નકશા ચિતર્યા'તા, હા. તોય કહેશે, ‘આવું તો કર્યું જ નહોતું મેં !' આ પરિણામ આવ્યું. પરિણામ જુએ. પરિણામ દેખીને ગભરાય, કે આ પરિણામ કોનું ? આ તારી યોજનાનું જ પરિણામ આ.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમારી ડિઝાઈન પ્રમાણે આ બધું તમને મળ્યું છે. તો એ ડિઝાઈન શું છે એ જરા સમજાવો.
દાદાશ્રી : ડિઝાઈન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને કે મારે આવું જોઈએ, આવું જોઈએ, આ ના જોઈએ મારે. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો. એમાં તમારું પુણ્ય બધું ખર્ચાઈ જાય.
૨૨૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) એક ભઈ હતા ને, એમણે મને પૂછ્યું, ‘દાદાજી એવું શું લાવ્યા કે આ બધું જ તમને તમારી ઇચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે. સત્સંગ કરી શકો છો.” ઇચ્છા પ્રમાણે ધર્મ કરી શકો છો, ઇચ્છા પ્રમાણે બધું કરો છો.’ ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે. મેં કહ્યું, ‘ભૂલમાં જો, તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે, બે છોકરાં જોઈશે, છોડી જોઈશે, બંગલો જોઈશે, ગાડી જોઈશે, બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા. તે તેં કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો. અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધા અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા !
બાળક જે ભોગવી રહ્યો છે, એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઈન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઈનમાં સહેજ ફેર નથી અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પોતાની જ ડિઝાઈન છે આ, કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે. એ તો તમારો ઉપરી નથી. આ તમે જે મકાનમાં અત્યારે હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરાં છે, એ બધું તમારી ડિઝાઈન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગરૂપ, બધા હિસાબ, ઊંચાઈ-બુંચાઈ બધું તમારી ડિઝાઈન જ છે. એણે માગણી કરી'તી કે ‘મારે વહુ તો જોઈશે જ.’ એ કેવા સ્વભાવની ? ત્યારે કહે, ‘આવો સ્વભાવ. આવો તેવો મળતો હોય.” રંગ કેવો ? ત્યારે આ કહે છે, “અરધો કાળો, અરધો ધોળો.” આ બધું નક્કી કર્યું'તું, એ પ્રમાણે જ આ વહુ મળે.
માંગી ‘એક’ તે મળ્યું લંગર.. બુદ્ધિનો આશય તમારો શું થતો'તો કે મારે આવું જોઈશે. આવું હોય તો બસ, સંતોષ !
પ્રશ્નકર્તા : એટલે મનોરથ, મનની ઇચ્છાઓ કહીએ તે ?
દાદાશ્રી : ના, મનનો નહીં, બુદ્ધિનો આશય. અને પાછું તમે કહોને કે મારે વહુ જોઈશે, તો એનું ફળ શું ? આ યોજના ‘વહુ જોઈશે’ એમ લખ્યું અને યોજના શેમાં જાય છે ? ફીડ તરીકે જાય છે. ફીડ