________________
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૧૯
૨૨૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) તે સ્વ-પર પ્રકાશક જ્ઞાન. ઈન્ડિરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય અને ડિરેક્ટ પ્રકાશને જ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે દાદા, એવું થયું કે પોતે પોતાના વિશે સંપૂર્ણ જાગૃતિ એ જ વિજ્ઞાન થયું ને ?
દાદાશ્રી : એ જ વિજ્ઞાન. બસ, બીજું શું છે ? જાગૃતિ જ ઉત્પન્ન થવા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાનનું ફળ શું? જાગૃતિ. પોતે પોતાની જ જાગૃતિ.
બધું આપણે કરવું પડે. જે જાણ્યું એ કરવું પડે અને આપણે કરીએ તો એનું ફળ મળે. અને બીજું જે જ્ઞાન છે, જે પોતાના સ્વરૂપનું જ્ઞાન, તે ચૈતન્ય જ્ઞાન છે અને તે આત્માનું જ્ઞાન છે, પ્રકાશ આત્માનો છે, એની મેળે એ કામ કર્યા કરે. તમારે કશું કરવાનું નથી. તમારે જોયા કરવાનું છે. બુદ્ધિથી જે ઉત્પન્ન થાય એ બુદ્ધિજ્ઞાન કહેવાય અને આ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાનમાં કશું કરવું ના પડે, જ્ઞાનમાં કરવું પડે.
પ્રશ્નકર્તા : તો કરવું પડે એ સારું કે ન કરવું પડે એ સારું ?
દાદાશ્રી : જ્યાં કંઈ પણ કરવાનું હોય એ ભ્રાંતિ અને તે જ ભટકવાનું સાધન. જ્યાં કંઈ પણ કરવાનું નથી તે મોક્ષનું સાધન. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. વિજ્ઞાનથી ઊભો થયેલો કોયડો છે આ !
પ્રશ્નકર્તા : વિજ્ઞાનથી કે બુદ્ધિને કારણે ?
દાદાશ્રી : ના, વિજ્ઞાનથી જ ઊભું થયું છે. બુદ્ધિથી ગૂંચવાય છે. જો બુદ્ધિ ના હોય તો ગૂંચાય નહીં. એ બુદ્ધિથી આમ પકડાય એવી વસ્તુ નથી આ. એટલે મારામાં બુદ્ધિ જતી રહી ત્યારે મેં કોયડો ઉકેલ્યો.
પ્રશ્નકર્તા : આપે જે વિજ્ઞાન શબ્દ વાપર્યો, તે જ્ઞાન અને કર્મથી અલગ વસ્તુ છે ?
દાદાશ્રી : હા, અલગ વસ્તુ છે. જે જ્ઞાન કહેવાય છે તે બુદ્ધિજન્ય-સાંસારિક છે, એ જ્ઞાન વિરોધાભાસ પણ હોય. અને કર્મ તો પોતે જ વિનાશી છે. કર્મ વિનાશી, એનું ફળેય વિનાશી હોય અને જ્ઞાન વિરોધાભાસ હોય. વિજ્ઞાન વિરોધાભાસ ના હોય, વિજ્ઞાન સૈદ્ધાંતિક હોય.
પ્રશ્નકર્તા : જ્ઞાનનું ફળ જો બુદ્ધિ હોય તો વિજ્ઞાનનું ફળ અબુધતા ?
દાદાશ્રી : ના, વિજ્ઞાનનું ફળ જ્ઞાન. અબુધતા તો શબ્દ શેના માટે છે કે બુદ્ધિ નથી એ દેખાડવા માટે અબુધતા શબ્દ મૂકેલો છે. વિજ્ઞાનનું ફળ અબુધતા હોય તો તો પછી મૂર્ખ થાય. વિજ્ઞાનનું ફળ જ્ઞાન અને