________________
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૧૭
૨૧૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : બહુ ફેર. સ્થિતપ્રજ્ઞ દશા તો પ્રજ્ઞા કરતાં બહુ હલકી (નિમ્ન) છે. સ્થિતપ્રજ્ઞ એટલે શું કે, પોતે પોતાની બુદ્ધિથી વિચારી વિચારીને સ્થિર થાય. અને એટલે પોતે પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પોતે લાવી શકે. પણ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય. અને પ્રજ્ઞા એ તો બહુ ઊંચી વસ્તુ. સ્થિતપ્રજ્ઞ એ બુદ્ધિને સ્થિર કરેલી એટલું જ છે, બીજું કંઈ નહીં.
પ્રશ્નકર્તા : આ સ્થિતપ્રજ્ઞ દશામાં પણ રાગ-દ્વેષ રહિત દશા કહી છે, વીતરાગતા જેવી ?
દાદાશ્રી : ના, એ રાગ-દ્વેષ રહિત દશા નથી, પણ દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવી નાખે. એટલે કોઈની પર રાગ-દ્વેષ કરે નહીં. એ સોલ્યુશન આવે એટલે કોણ રાગ-દ્વેષ કરે પછી ? પણ બધું બુદ્ધિથી. અવ્યભિચારિણી બુદ્ધિની સ્થિરતા એનું નામ સ્થિતપ્રજ્ઞ, લોકોની અસ્થિર બુદ્ધિ હોય. એ જેની બુદ્ધિ સ્થિર થયેલી છે એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કારણ કે બુદ્ધિ વિશેષ વધીને અજ્ઞામાંથી આગળ વધતી વધતી ઠેઠ સ્થિતપ્રજ્ઞા સુધી પહોંચે.
સ્થિતપ્રજ્ઞ એટલે, જે અનુભવથી સ્થિર થતો જાય એટલે બુદ્ધિ એની સ્થિર થાય, ડોલે નહીં અને પરિણામે સ્થિતપ્રજ્ઞ કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશા એ અનુભવ દશા નથી. એટલે પૂર્ણદશાએ જ્યારે પ્રજ્ઞા થાય છે ત્યારે અનુભવ થાય છે. સ્થિતપ્રજ્ઞમાં સ્થિત જ્યાં સુધી વિશેષણ છે ત્યાં સુધી અનુભવ ના હોય. પણ વિશેષણ ઊડી જાય ને પ્રજ્ઞા રહે ત્યારે અનુભવ થાય, છેલ્લી દિશામાં અનુભવ. નવાણું થાય ત્યાં સુધી સ્થિતપ્રજ્ઞ અને સો થાય એટલે પ્રજ્ઞા. બુદ્ધિ જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી નફો - ખોટ જો જો કર્યા કરે.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું શું સ્વરૂપ છે ?
દાદાશ્રી : પ્રજ્ઞા એ મૂળ આત્માની એક શક્તિ છે, જે (આ જ્ઞાન પછી) જુદી પડી જાય છે. દિનરાત એનું કામ શું કે એને મોક્ષ તરફ લઈ જવાનું કામ કરવાનું અને અજ્ઞાનું શું કામ કે સંસારમાંથી બહાર નીકળવા નહિ દેવાનું. આ બેની ટક્કર ચાલ્યા કરે. એટલે આપણા લોક
પછી શું કહે છે ? મહીં કોઈ ચેતવે છે, ચેતવે છે એ જ પ્રજ્ઞા. એ મોક્ષે લઈ જતાં સુધી “એને છોડે નહિ. મોક્ષે લઈ જવું એટલે ‘પોતે' (પ્રજ્ઞાને) આત્મામાં સમાઈ જવું ને ‘એને' (‘હું'ને)ય પોતાને આત્મામાં સમાઈ જવું છે.
બુદ્ધિ, જ્ઞાન-વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : એવી વાત થયેલી કે બુદ્ધિ જતી રહે ત્યારે જ્ઞાન થાય, તો દરેક માણસની પાસે જ્ઞાન તો છે જ. તો આ બુદ્ધિને લીધે....
દાદાશ્રી : જેને તમે જ્ઞાન કહો છો ને, એ જ અજ્ઞાન છે ને એ જ બુદ્ધિ છે, ફક્ત. જ્ઞાન તો સ્વતંત્ર પ્રકાશ છે, ચેતન છે. જ્ઞાન યાદ ના કરવું પડે, વાંચવું ના પડે. આ તો બધું યાદ કરવું પડે, ફરી વાંચવું પડે, ભૂલી જઈએ. જ્ઞાન એનું નામ કહેવાય કે ફરી ક્યારેય પણ ભૂલાય નહીં.
પ્રશ્નકર્તા : જ્ઞાનની વ્યાખ્યા શું છે ?
દાદાશ્રી : જ્ઞાન એ ચેતન છે, એ વિજ્ઞાન કહેવાય. એટલે એમાં આપણે કશું કરવું ના પડે. એ જ્ઞાન જ કામ કર્યા કરે. અને જે જ્ઞાન ચેતન નથી એ બુદ્ધિ જ્ઞાન કહેવાય. એ કશું વાંચે એટલું જ, પણ મહીં કશું વળે નહિ. વાંચેલામાંથી પાછું કરવા જાય, તે થાય કે આમાં વાત તો સાચી છે, આવું કરવું છે પણ થતું નથી, આવું કરવું છે પણ થતું નથી અને પેલું તો જ્ઞાન જ એવું કે, તે જ્ઞાન જ કામ કર્યા કરે. આપણે” કરવું ના પડે. ‘આપણે’ ‘આપણા' રૂમમાં હોઈએ તોય જ્ઞાન કામ કર્યા કરે.
બે જ પ્રકારનાં જ્ઞાન : એક બુદ્ધિજન્ય જ્ઞાન અને એક જ્ઞાનજન્ય જ્ઞાન. આ શાસ્ત્રોનું જ્ઞાન એ બુદ્ધિજન્ય જ્ઞાન કહેવાય. એટલે બુદ્ધિજન્ય જ્ઞાન હોય તોય સારું, કે આ અવળે રસ્તે તો ન લઈ જાય આપણને. અને જ્ઞાનજન્ય જ્ઞાન ત્યાં બુદ્ધિ બિલકુલ ના હોય, એ મોક્ષ. આ જે જ્ઞાન જગતમાં ચાલે છે તે જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન છે. એટલે એ જ્ઞાનમાં