________________
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૧૫
એનું મૂળ કેવી રીતે પકડાય ? એનું મૂળ પકડવું હોય તો જ્યારે મહીં બધી રીતે કંટાળીએ છીએ અને એકદમ ઝબકારો થઈને આપણને સૂઝ પડે છે ને માર્ગ જડે છે, એને સૂઝ કહે છે.
એ ડેવલપ થતી જાય છે. એ અંતઃકરણમાં પરિણામ પામશે. પ્રશ્નકર્તા : એટલે એ પ્રજ્ઞા ?
દાદાશ્રી : ના, પ્રજ્ઞા નહીં. પ્રજ્ઞા તો આત્માનું કામ. આ પ્રજ્ઞા થવા ભણી જે જઈ રહી છે. આપણને પ્રજ્ઞા ઓચિંતી રીતે લાઇટ થઈ ગયેલી છે, નહીં તો ઓચિંતી ના થાય. તે ‘આ’ જ્યારે પ્રજ્ઞા રૂપે પરિણામ પામે, ત્યારે દા'ડો વળે.
પછી સૂઝ નહિ પણ પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા: તો દાદા પાસે જે જ્ઞાન લે છે, અને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ?
દાદાશ્રી : એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય ! જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે, કેવળ દર્શન રૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને?
૨૧૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અને બુદ્ધિમાં શું ફેર રહ્યો ?
દાદાશ્રી : પ્રજ્ઞા એ વસ્તુ જુદી છે. પ્રજ્ઞા તો બુદ્ધિથી પર વસ્તુ છે. બુદ્ધિનો સ્વભાવ કેવો છે કે બુદ્ધિ અજ્ઞામાંથી ઊભી થયેલી છે અને જ્ઞાન પ્રજ્ઞામાંથી ઊભું થયેલું છે.
હવે એ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે એવી છે. ‘પોતાને’ મુક્ત થવાની ઇચ્છા થાય તો બુદ્ધિ ‘એને' ફેરવી નાખે. કારણ કે સંસારમાં જ રાખે છે અને સંસારમાં હેલ્પ કરે. તે સંસારમાં આપણને સેફસાઈડ કરી આપે. આ પ્રજ્ઞા બિલકુલ સંસારમાં રહેવા ના દે, ચેતવ ચેતવ કરે કે, ‘અહીં ગૂંચ છે, અહીં ચૂક છે અને મોક્ષે લઈ જવા ફરે. બેનું ઘર્ષણ ચાલ્યા કરે.
પ્રશ્નકર્તા : વિશુદ્ધ બુદ્ધિના અંતરથી જે પ્રકાશ મળે, એ જ પ્રજ્ઞાનું સ્વરૂપને ?
દાદાશ્રી : ના. પ્રજ્ઞા આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય. આત્મા તો સર્વાશ જ હોય છે, પણ એના યથાર્થ સ્વરૂપનું ભાન ના થયું હોય, પણ પ્રતીતિ બેઠી હોય, ત્યારે પ્રજ્ઞા ઊભી થાય. પછી પ્રજ્ઞા એને હેલ્પ કર્યા કરે.
બુદ્ધિ, પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞ ! પ્રશ્નકર્તા : વ્યવસાયાત્મક બુદ્ધિ એ જ નિશ્ચયાત્મક બુદ્ધિ કહેવાય ?
દાદાશ્રી : ના, આ તો વ્યવસાય છૂટી જાય ને ત્યારે બુદ્ધિ પાછી ડોલડોલ થઈ જાય. નિશ્ચયાત્મક બુદ્ધિ એટલે શું ? આત્મિક બુદ્ધિ ! ત્યારે કહે, વ્યવસાય ચાલુ હોય તોય નિશ્ચયાત્મક અને ના ચાલુ હોય તોય નિશ્ચયાત્મક, એનું નામ નિશ્ચયાત્મક બુદ્ધિ. અને એ બુદ્ધિ સ્થિર થયેલી કહેવાય અને સ્થિર થઈ એટલે સ્થિતપ્રજ્ઞ તરફ જાય.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞ એ બન્ને વચ્ચે કોઈ ડિમાર્કશન લાઈન જેવું ખરું ?
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા મદદ કરે પછી ?
દિાદાશ્રી : હા, બસ.
પ્રશ્નકર્તા ઃ આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું. એને હવે જે ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા આવે છે ?
દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો થઈ ગઈ આપણી. ક્ષાયિક થઈ ગયું. સૂઝ તો પૂરી થઈ ગઈ. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળ દર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઇ જાય, પછી એનું (સૂઝનું) કામ પૂરું થઈ ગયું.