________________
૨૧૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૦૯ નાખે. ઊભા થયેલા ગૂંચવાડાને કાઢી નાખે, એ સૂઝ કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે સૂઝ એ ઈન્બોર્ન (જન્મથી) છે ને ? દાદાશ્રી : જન્મથી જ જોડે. દારૂ પીવે ને સૂઝેય હોય.
પ્રશ્નકર્તા : આ સુઝ જે છે એ માણસને સંસારમાં મદદ કરે, એવી રીતે આત્મા પ્રાપ્ત કરવા માટે આ સૂઝ મદદ કરે ?
દાદાશ્રી : સૂઝ એની સેફસાઈડ છે. જેટલી સૂઝ વધારે એટલી એની સેફસાઈડ વધારે. સૂઝ ઓછી, એટલો ગૂંચવાડો વધારે.
ફક્ત અંદર મોટામાં મોટી શક્તિ છે, જેને સૂઝ કહેવામાં આવે છે. એ કુદરતી શક્તિ છે. એ ‘એને’ બધા બખેડામાંથી બહાર કાઢે.
જ્યાં જ્યાં ફસાયો હોય ત્યાંથી બહાર કાઢે એ સૂઝ ! અને ઠેઠ મોક્ષ લઈ જાય ત્યાં સુધી હેલ્પ કરે, પણ આ વચ્ચે આંતરા ના નાખે તો, નવાં જ્ઞાન, ગૃહિત મિથ્યાત્વ ન ભરે તો. ગૃહિત મિથ્યાત્વ એટલે કો'કનું મિથ્યાત્વ પાછું આપણે ભર્યું. એ બોલે ને આપણે શીખ્યા. તું તારી મેળે ગીતા વાંચ અને જે તને ગ્રહણ થાય એટલું છે. આ ગીતા ઉપરથી લોકોએ લખ્યું એથી ગૃહિત મિથ્યાત્વ ઊભું થયું. એથી મેડનેસ (ગાંડપણ) વધી ઊલટી, એ બુદ્ધિનું બધું પ્રદર્શન કર્યું છે ! સુઝ એ દર્શન છે સહજ પ્રાપ્ત થતું, વિના પ્રયાસે પ્રાપ્ત થતું, એ દર્શન ખૂલતું ખૂલતું કેવળ દર્શન થઈને ઊભું રહે છે. પણ નિમિત્ત જોઈએ વચ્ચે, નિમિત્ત !
ખીલે સૂઝ, સૂઝવાળાતા સંગે ! પ્રશ્નકર્તા: આપે કહ્યું કે સૂઝને માટે, એ દર્શન એને ઠેઠ કેવળ દર્શન સુધી લઈ જાય. પણ એમાં નિમિત્ત જોઈએ, એ નિમિત્ત શું ?
દાદાશ્રી : સૂઝવાળાં ઊંચા નિમિત્ત ભેગાં થાય ને, તેમ તેમ સૂઝ ખીલતી જાય. અને તે પણ સહજ, વિના પ્રયાસે.
પ્રશ્નકર્તા : એનો દાખલો આપો. દાદાશ્રી : તમે ઊંચા ઊંચા માણસ જોડે, જેને કોઠાસૂઝવાળા કહે
છે, તે વધુ સૂઝવાળાને તમે ભેગા થાવ અને એના પરિચયમાં રહો તો તમારી સૂઝ ખીલતી જાય. તે તમારે કશો પ્રયત્ન કરવો ના પડે. એનો પરિચય રહ્યો એ જ ખીલી જાય. પરિચયનું જ ફળ મળે.
પ્રશ્નકર્તા : એને તમે નિમિત્ત કહો છો ?
દાદાશ્રી : હા, અને છેવટે જ્ઞાનીના પરિચયથી સંપૂર્ણ થઈ જાય. જ્યાં સંપૂર્ણ કોઠાસૂઝ થઈ ગયેલી છે, દર્શન તરીકે, કેવળ દર્શન તરીકે, ત્યાં જઈએ એટલે સૂઝ પૂરી કરી આપે. બાકી, એ સૂઝ તો સૂઝવાળાથી જ પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એ જે સૂઝ છે એ અહંકારથી ઢંકાઈ જાય ખરી ?
દાદાશ્રી : ના, એવું નથી. એ અહંકારથી ઢંકાતી નથી. ફક્ત સૂઝવાળા માણસના પરિચયથી એ વધતી જાય છે. અહંકાર એને કશું કરી શકતો નથી. દારૂ-ગાંજો કશું એને કરી શકતું નથી. ફક્ત હલકી સૂઝવાળાની જોડે પડી રહેવાથી, સંસર્ગથી સૂઝ ઓછી થાય છે. હલકા લોકોની સુઝ હોય હલકી, તેના પરિચયમાં આવવાથી સૂઝ ઓછી (હલકી) થતી જાય ! પછી એય ગૂંચવાય ત્યારે આપણનેય ગૂંચવે. એટલે સંસર્ગ બહુ સારો રાખવો સૂઝનો.
પ્રશ્નકર્તા : તો દાદા, આ સૂઝને કયા સંજોગોમાં આવરણ આવે ?
દાદાશ્રી : હલકી કોટિના પરિચયમાં આવીએ ત્યારે. નીચલી કોટિના પરિચયમાં આવો ને, ત્યારે આવરણ આવે.
પ્રશ્નકર્તા : કેટલીક વખતે એમ કહે કે મને આની સૂઝ પડતી નથી.
દાદાશ્રી : બીજો સૂઝ આપે ત્યારે ચાલ્યું ગાડું, નહીં તો માણસ પા પા, અરધોઅરધો કલાક બેસી રહે આમ કરીને. પછી મહીં જેમ ટપકું પડે એટલે સૂઝ પડી જાય છે. ઊભો થઈને કરવા માંડે છે. હવે હલકા લોકોના પરિચયમાં આવીને સૂઝ જતી રહી નથી, પણ હલકા