________________
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૧૧
૨૧૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રકારની થાય છે. એટલે પોતાને નકામી થાય છે, યુઝલેસ થાય છે. ચોરીઓની સૂઝ આવડે, બીજું આવડે, તેને શું કરવાની ?
બુદ્ધિ કરતાં સૂઝની કિંમત વધારે છે, પણ લોકો સમજતા નથી. આ લોકોને બુદ્ધિની ઘણી કિંમત. બુદ્ધિ તો નફો-નુકસાન બે જ દેખાડે. બીજું કશું દેખાડે નહીં. ઈમોશનલ જ બનાવ્યા કરે અને સૂઝ ઈમોશનલ ના બનાવે. ગૂંચવાડો હોય તેનો નિવેડો લાવી આપે. મને બહુ અનુભવ હોય સૂઝના. મને તરત ખબર પડી જાય, સૂઝ પડી એમ ! હા, મને તો મોટું અજવાળું જેવું નહીં થાય, સૂઝ પડે એટલે. રસ્તા પરનું આરપાર બધું દેખાઈ જાય.
દાદાની ટોપમોસ્ટ સૂઝ ! મારે એ સૂઝ જ વધારે હતી. બહુ જ જબરી સૂઝ ! જ્યાં ને ત્યાં ફોડ પડી જાય. એટલે દસ-પંદર માણસ પૂછવા આવે, તે એનો નિવેડો આવી જાય ! પછી એમાં દોષય બંધાયા હશે. કારણ કે પેલો ગુનેગાર હોય, ઈન્કમટેક્ષનો કે કાળા બજારનો ! હવે મારો અહંકાર એણે પોપ્યો. એને મદદ કરવી જોઈએ, એ મારો સ્વભાવ. મદદ કરીને હું શું કરું? પાછલે બારણેથી કાઢી મેલું, એ ગુનો છે. પાછલે બારણે રહીને કાઢી મેલવો એ ગુનાને હેલ્પ કરી મેં. આવું મેં કરેલું. ઊલટું ઓછી ઉપાધિ કરી હતી ? કંઈ કરવામાં બાકી રાખ્યું છે ? સારા માણસનેય હેલ્પ કરેલી. સારા માણસને સારા રસ્તા બતાવેલા. પણ આમનેય રસ્તા બતાડવામાં બાકી નહીં રાખેલું. મુશ્કેલીવાળાને કહેલું. ‘આમ કહીને તું કરજે, તો મળશે તને.” આ સરકારી ચોરીઓ આવી કરજો, તેમ કરજો. પણ આ બધું જ્યાં સુધી પોતાનું ભાન નથી, ત્યાં સુધી કડાકૂટો કર્યા જ કરેલી. સૂઝ બુદ્ધિથી જુદી રહેવાની. બુદ્ધિ તર્કવાળી હોય. બુદ્ધિ તાર્કિક હોય અને આ સૂઝ એ તો પ્યૉર હોય.
એ” અનંત અવતારતું ઉપાદીત ! પ્રશ્નકર્તા : બુદ્ધિને વિપરીત માર્ગે કે સન્માર્ગે વાળનાર કઈ શક્તિ ? જો અહંકાર ના હોય તો સરળ હોય ને ?
દાદાશ્રી : બુદ્ધિને સમ્યક કરનારું એવું તેવું કોઈ નથી. અહંકારેય નથી. અહંકારમાં તો બરકત જ નથી, એમ કહીએ તો ચાલે. એટલે બુદ્ધિને અહંકાર કશું વાળતો જ નથી. કારણ કે પોતે જ આંધળો છે. બુદ્ધિને વાળનારી શક્તિ જે અનંત અવતારથી આપણામાં તૈયાર થયેલી છે તે ઉપાદાન શક્તિ છે. અનંત અવતારનો જે અનુભવ આપણને થઈ રહ્યો છે તે અનુભવ મહીં ઉપાદાન સ્વરૂપે ઊભો થઈ રહ્યો છે અને એ સૂઝ રીતે આપણને ફળ આપે છે. હવે એ ઉપાદાન સ્વરૂપ આપણને હેલ્પ કરે છે. એ ઉપાદાન સ્વરૂપ સમ્યક ભણી લઈ જાય કે બુદ્ધિ આમ નહીં પણ આમ હોવી જોઈએ. સૂઝ અહંકારને કહે કે, “આમ નહિ ને આમ', તે પછી અહંકાર તેમ કરે.
ઉપાદાન એટલે શું કે દરેક અવતારના અનુભવનો જથ્થો ભેગો થયો હોય તે ! એ આપણને હેલ્પ શી રીતે કરે છે ? સૂઝ રૂપે ઊભું થાય છે. આ મારો અનંત અવતારનો અનુભવ ભેગો થયેલો છે, આ ઉપાદાન મૂળ સ્વરૂપમાં ફૂટેલું.
એ સૂઝ રૂપે ફળ આપણને આપે. કંઈ મુશ્કેલીના ટાઈમમાં ખરી સૂઝ એને પડે.
પ્રશ્નકર્તા : સૂઝ ઉપાદાનમાંથી નીકળે છે ?
દાદાશ્રી : હા, તેથી આપણા લોકો કહે છે ને કે, નિમિત્ત મળતાં જો ઉપાદાન જાગૃત ના રાખે તો ખલાસ, તો કામ ના થાય. દરેકને સૂઝ પડે. ઈસાઈટ એ દર્શન છે. એ સૂઝ જ કામ કરતી જાય છે. સૂઝ જેટલી વધતી જાય એટલું દર્શન વધતું જાય. એમ કરતાં કરતાં છેવટે ફૂલ દર્શન થાય છે ત્યારે કેવળદર્શન સુધી જાય છે. પણ સૂઝ એની હોય તેના આધારે, આ બધું ફસાયો-બસાયો હોય તો છૂટી જાય. સૂઝ તો તમે સમજી જાવ ને તરત ! એ તો બધાય સમજી જાય તરત.
સૂઝ દોરે આત્મદર્શત લગી ! પ્રશ્નકર્તા : અંધશ્રદ્ધા એ બુદ્ધિની પેદાશ છે ?