________________
(૬) સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
૨૦૭
૨૦૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
સત્ય શોધવા માટે જ કરતા હતા. એ લોકોને અહંકાર નહોતો.
દાદાશ્રી : બિલકુલેય અહંકાર હોય જ નહીં. અહંકાર ના હોય ત્યારે આ ગિફટ હોય. આ એમની બુદ્ધિ નથી, આ ગિફટ છે. આ નેચરલ, કુદરતી બક્ષિસ છે !
પ્રશ્નકર્તા : અને ધાર્મિક પુરુષોને પણ ગિફટ હોય છે ને ?
દાદાશ્રી : બધી ગિફટ. અહીંયાંય ગિફટ જ છે બધી. આ હું બોલું છું તેય મારી ગિફટ છે આ. આપણા લોક શું સમજે છે ? આ બુદ્ધિથી મને કંઈ ઊંચા ઊંચા વિચારો ને ઊંચું ઊંચું દેખાય છે, પણ એવું નથી.
હવે એમાં બે ચીજ છે, એક તો દર્શન છે. સૂઝ પડવી એ દર્શનમાં જાય છે. એ પૂર્વભવની ગિફટ છે, ગયા અવતારની. ફ્રી ઓફ કોસ્ટ (મફત) ગિફટ છે. અને બીજું ચિત્તશુદ્ધિ જેટલી થઇ હોય એટલું બહુ લાભ આપે. એટલે ચિત્તશુદ્ધિ, ગિફટ આ બધુંય આ લોકોએ બુદ્ધિમાં ઘાલી દીધું છે અને બુદ્ધિને મહત્ત્વ આપી દીધું છે. બુદ્ધિ એ મહત્ત્વ આપવા જેવી ચીજ નથી.
પ્રશ્નકર્તા : સૂઝ જે છે માણસની પોતાની, એ જન્મની સાથે લાવતો હશે?
દાદાશ્રી : અનંત અવતારથી, સૂઝ સિવાય તો ગાડું આગળ ચાલે જ નહીં ને ! સૂઝ તો શરૂઆતથી જોડે છે જ. એક બાજુ સૂઝેય ખરી અને એક બાજુ બુદ્ધિય ખરી. બુદ્ધિમાં અહંકાર ભળેલો હોય, સૂઝમાં અહંકાર ના ભળેલો હોય.
પ્રશ્નકર્તા : સૂઝ આવે ક્યાંથી ?
દાદાશ્રી : એ જ, આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ સૂઝ પડતી જાય છે, આગળ આગળ. આમ જેમ જેમ પ્રવાહમાં વહેતો આવે છે, તેમ તેમ આવરણ ખૂલતું જાય છે, તેમ તેમ છે તે સૂઝ પડતી જાય છે. નિરંતર સુઝ વધે જ. આ જગતમાં આશ્ચર્યકારક વસ્તુ હોય તો સૂઝ. પ્રેરણા-બેરણા તો બધી પોતાના આધીન નથી અને ભગવાનને ત્યાંથી
આવી નથી, એ વ્યવસ્થિતને આધીન છે.
પ્રશ્નકર્તા : આ જે સૂઝ છે તે આત્મા પ્રેરિત હશે ? આત્મા પ્રેરિત સૂઝ હોવી જોઈએ, તો જ થાય ને ?
દાદાશ્રી : નહીં, એ સૂઝ નહીં. એ એક આત્માનો ભાગ છે કે જે આવરાયેલો છે ને, તે આવરણમાંથી મહીંથી નીકળેલો, ઉદય થયેલો ભાગ છે સૂઝ નામનો ! અને એ જ છે તે દર્શનાવરણ તરીકે ગણાય છે, ને એમાંથી સૂઝ વધતાં વધતાં એ છેવટે સર્વદર્શી થાય.
પ્રશ્નકર્તા : તો જેને જ્ઞાન મળ્યું નથી, એમનામાં પણ સૂઝ હોઈ શકે ને ?
દાદાશ્રી : સૂઝ દરેકનામાં હોય. સૂઝના આધારે જ બધું જીવન છે આ. આ ઝાડ-પાન બધાંને સૂઝ હોય છે. સૂઝના આધારે તો બધું ચાલે છે. સૂઝ જાનવરોનેય ખરી. સૂઝ વગર તો કોઈ જીવ હોય જ નહીં. આ સૂઝ છે, તેનાથી જ આ જગતના જીવોના વ્યવહાર ચાલે છે, આ ભગવાન કંઈ ચલાવતો નથી. આ બકરીને આમ ખાવાનું મળે તો તે પહેલું સુંઘેને, તે તરત ખબર પડી જાય કે આ ન હોય ખાવા જેવું. એટલે એવી સૂઝ પડી જ જાય. દરેક જીવને પોતાનું હિત શેમાં છે એ સૂઝ પડી જાય.
સૂઝ, અર્પે વિશેષ સૂઝ ! સૂઝવાળી બૈરી હોય તો અરધા કલાકમાં પચાસ માણસની રસોઈ બનાવે અને સૂઝવાળી ના હોય તો ચાર કલાક ગુંચાયા કરે અને કૂટાયા કરે. લોકો કહેય ખરા, બઈને વ્યવહારમાં સૂઝ પડતી નથી. સૂઝ ના પડે તો શું કરે છે ? ગુંચાયા કરે. શેનો વઘાર કરું, બળ્યું ? રઈનો કરું કે મેથીનો કરું કે જીરાનો કરું ?
પ્રશ્નકર્તા : સૂઝ એટલે કન્ફયૂઝન (ગૂંચવાડા)નો અભાવ, ઈનસાઈટ (અંતરદૃષ્ટિ) કહે છે અંગ્રેજીમાં, એને સૂઝ કહેવાય ?
દાદાશ્રી : ના, ગૂંચવાડાના અભાવને નહીં, પણ ગૂંચવાડાને કાઢી