________________
() સૂઝ, કુદરતની એક અનોખી દેણ !
મનુષ્ય માત્રને અંતસૂઝ ! પ્રશ્નકર્તા : સૂઝ એટલે શું ? દાદાશ્રી : એ તો આ માણસ નથી કહેતા કે મને સૂઝ પડતી
નથી,
૨૦૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) ચાલે નહિ. એ ગમે એટલો ગૂંચાય, ત્યારે પાછું અંતરસૂઝથી એને ખબર પડે કે “ના, ના, એવું નથી. વાંધો નથી.’
પ્રશ્નકર્તા: તો આ ગાડું ઠેકાણે કેમ નથી આવતું. જો બધામાંય અંતરસૂઝ હોય તો ?
દાદાશ્રી : જીવમાત્રમાં અંતરસૂઝ હોવી જ જોઈએ. અંતરસૂઝ વગર તો ચાલે જ નહિ. એનું ગાડું જ ના ચાલે.
પ્રશ્નકર્તા : અંતરસૂઝ હોય તો આટલા બધા ભ્રષ્ટાચાર, ગુનાઓ, અપરાધો, અશાંતિ છે, તો એ અંતરસૂઝ એને બતાવે નહિ, કે આ માર્ગ સાચો નથી, એમ ?
દાદાશ્રી : અંતરસૂઝ બધું જ બતાવે પણ અહંકારે કરીને લોકો દબાવી દે છે, હડહડાટ ! કારણ કે પોતે ભાવનાઓ કરી છે કે આવું ભોગવવું છે. એવી કેટલાય અવતારોથી ભાવના કરતા કરતા આવ્યા છીએ. તે આ ભાવનામાં સપડાયા છે લોકો. એટલે હંમેશાંય આત્મા બધા સ્વતંત્ર છે અને તે પોતાનું જેમ ચિંતવે એવા થાય એવા છે. એને જ્ઞાન મળી જાય કે આમ ભોગવવામાં જ સુખ છે, તો તેવી ભાવના કર્યા કરે. કોઈ ફેરો શાન સવળું મળી જાય તો સવળું કર્યા કરે. એને જ્ઞાન મળ્યા પ્રમાણે જાય છે એ બાજુ.
અંતરસૂઝ એ મોટામાં મોટી વસ્તુ છે. સાહિત્યકારો, કવિઓને બહુ મોટી સૂઝ હોય. આ સાયન્ટિસ્ટોય સૂઝના આધારે ચાલે છે, બીજું કંઈ નથી એમને. પોતાને સૂઝ પડે છે. આઈનસ્ટાઈનેય પોતાની સૂઝના આધારે ચાલતા'તા. પોતે સહજ ભાવે રહેને, એટલે સૂઝ ઉત્પન્ન થાય, તો આમ પૂરેપૂરી ફળ આપે. અખાએ સૂઝ માટે બહુ લખ્યું છે. અમનેય જ્ઞાન થતાં પહેલાં સૂઝ પડતી'તી. સૂઝ એટલે પ્રત્યક્ષ ના દેખાય. આમ જ છે એવું લાગે, એનું નામ સૂઝ.
એ છે તેયરલ ગિફ્ટ ! પ્રશ્નકર્તા : ન્યુટન જેવા મોટા મોટા સાયન્ટિસ્ટો થઈ ગયા, એ
પ્રશ્નકર્તા : પ્રેરણાને સુઝ ન કહેવાય ?
દાદાશ્રી : પ્રેરણા તો મહીંથી, અંદર થાય ને, એ ચોરને ચોરીની પ્રેરણા આપે. એ ‘વ્યવસ્થિત'ને આધીન છે ! જે પ્રેરણા આપે છે, એ ‘વ્યવસ્થિત’ પ્રેરણા આપે છે અને સૂઝ એ તો કુદરતી સંચાલન છે.
પ્રશ્નકર્તા : સૂઝ એ ‘વ્યવસ્થિત’ને આધીન ખરી કે નહીં ?
દાદાશ્રી : ના, ના, ‘વ્યવસ્થિત’ તો આ સૂઝમાંથી પછી ઉત્પન્ન થાય છે, ‘વ્યવસ્થિત'ને તાબે એ નથી.
આપણને જે અંતરસૂઝ પડે છે એ મોટામાં મોટી વસ્તુ છે. આ સંસારમાં અજ્ઞાનદશામાં મોટામાં મોટી વસ્તુ હોય તો તે અંતરસૂઝ. અંતરસૂઝ એકલી જ વસ્તુ છે આગળ લઈ જનારી.
પ્રશ્નકર્તા : પણ અંતરસૂઝ બધાને મળેલી હોય છે ખરી ? દાદાશ્રી : દરેકને હોય જ. અંતરસૂઝ વગર તો એનું ગાડું જ