________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૨૦૩
૨૦૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : આત્માનો અનુભવ થઈ શકે ?
દાદાશ્રી : એ તો જે આત્માનુભવી હોય, જેને બુદ્ધિનો છાંટો ના હોય, ત્યાં આત્માનો અનુભવ થઈ શકે. બુદ્ધિવાળાને આત્માનુભવ, પોતાને હોય જ નહીં. અને બુદ્ધિવાળા હોય ત્યાં સુધી આત્માનુભવનો આપણને ફાયદો મળે નહીં. જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં આત્માનો અનુભવ થાય.
દાદાશ્રી : જ્ઞાનનો રસ્તો એક જ છે, બીજા બધા અજ્ઞાનના રસ્તા છે. તે જ્ઞાનનો રસ્તો જ્ઞાની એકલા જ દેખાડી શકે, બીજું કોઈ દેખાડી શકે નહીં. અને આ સંસારમાં કહેવાતા જ્ઞાનીઓ એ અજ્ઞાની છે.
રસ્તાના જાણકાર હોય તો એ રસ્તે આપણે સ્ટેશને પહોંચીએ. પણ જાણકાર ના હોય તો એ રસ્તે સ્ટેશન પર પહોંચે ? એટલે જાણકાર હોવો જોઈએ ! શેનો જાણકાર હોવો જોઈએ ? આત્માનો જાણકાર. આત્માના જાણકાર સિવાય બીજી વાતો બધી કામમાં ના આવે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ સ્વયં આત્મસાક્ષાત્કારનું ડિરેક્ટ સાધન નથી, એ તો શાસ્ત્રો, ઉપનિષદો બધાય કહે છે. પરંતુ બુદ્ધિની નિર્મળતા વગર આત્મસાક્ષાત્કાર સુધીના દરવાજા સુધી પહોંચાય કઈ રીતે ? અને બુદ્ધિની નિર્મળતા કરવા માટે અમુક સાધનો અપનાવ્યા વગર ચાલે કઈ રીતે ?
દાદાશ્રી : એ સાધના કરવાવાળા તો અહંકારના ટોપ ઉપર જઈને બેઠા. એટલે બુદ્ધિ તો મૂઈ ગાંડી થયેલી હોય તો સારી. સાધન ના કરતા હોય તો સારા. અહંકારને ઘટાડવાનો છે, તે અહંકાર વધી ગયો ઊલટો.
પ્રશ્નકર્તા : સાધનો કેટલીક વખતે અહંકાર ફલાવવા માટે વપરાય. જ્યારે કોઈ પ્રમાણિકપણે સાધનો દ્વારા આત્મશુદ્ધિ કરવા ઇચ્છતો હોય તો એને માટે કોઈ સાધન ખરું કે નહિ ?
દાદાશ્રી : આ અત્યારે જે સાધનો દેખાડવામાં આવે છે, તે આ સાધનો જ ન હોય. આ સાધનોમાં તો કોઈ જગ્યાએ બૂમ પડે છે કે ભઈ, અમુક જગ્યાએ જાવ, બહુ સુંદર છે. બહુ આનંદ છે. એક માણસેય નિર્ભય બની ગયો એમની પાસે, એવી બુમ પડે છે કે કોઈ જગ્યાએ ? કોઈ જગ્યાએ બૂમ પડી જોઈ નથી. પણ પોતે નિર્ભય થયેલો હોય તો સામાને કરે ને ?