________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૨૦૧
૨૦૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા ઃ ભગવાન મન, બુદ્ધિ, તર્કથી પર છે ?
દાદાશ્રી : બધાંથી પર, એટલે બુદ્ધિથી સમજાય નહીં. લોક બુદ્ધિથી આની માથાફોડ કરે છે, બુદ્ધિવિલાસ કરે છે, પણ દહાડો ના વળે !
રંડાપો-મંડાપો નહિ જ્ઞાતને ! પ્રશ્નકર્તા : બુદ્ધિ દાદાનાં ચરણોમાં મૂકી દીધી.
દાદાશ્રી : સારું, સારું. નહીં તો જે બધા બુદ્ધિશાળીઓ છે એમને બુદ્ધિ જો વધારે થાય ને, તો બુદ્ધ થાય, બુદ્ધ ના થાય. બુદ્ધ થવાની જરૂર છે. તેને બદલે બુદ્ધ થઈને ઊભા રહે. રસ્તો આગળ મળે નહિ. એટલે બુદ્ધ થાય પછી. જ્ઞાનીમાં બુદ્ધિ ના હોય. બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન એમને થાય નહીં. એટલે આ બધા બુદ્ધિશાળીઓ છે, તે ધીમે ધીમે બુદ્ધિ જતી રહેશે ત્યારે જ્ઞાન થશે.
જ્ઞાનને રંડાપો ને મંડાપો છે નહીં અને બુદ્ધિને તો રંડાપો-મંડાપો બેઉ છે. મન પણ રાંડીને ઊભું રહે છેવટે. દશા બદલાય ને, ત્યારે બુદ્ધિ રાંડે. ગ્રહદશા પલટો મારે ને, ત્યારે બુદ્ધિ રાંડે. અને પછી એની મેળે જ પોતે કહે, ‘મારી બુદ્ધિ બહેર મારી ગઈ.’ ના બોલે લોકો ? એટલે એ રાંડી કહેવાય. રંડાપો આવ્યો ! માટે એની પર વિશ્વાસ કરવા જેવું નહિ. ક્યારે રાંડીને ઊભી રહે એ કહેવાય નહિ પછી.
બુદ્ધિ એ વિનાશી છે. બહુ બુદ્ધિશાળી માણસ હોય, તે બધા સલાહ લેતા હોય ને, પણ જ્યારે પૈસા-બૈસા જતા રહ્યા ને નોકરી કરવાની થઈ ત્યારે, ‘એ તો બુદ્ધ જ છે', કહેશે. એવું આ જગત ! અમારામાં તો બુદ્ધિ જ નહીં, તો શી રીતે અમને બુદ્ધ કહેવાના ?
તમે બુદ્ધ કોઈ જોયેલા નહીં ? મેં જોયેલા એક-બે. બહુ બુદ્ધિશાળી પણ બુદ્ધ. ને પાછા તે મને શું કહે ? ‘દિમાગ ઠીક રાખો !' અલ્યા, હું રાખું કે તારે રાખવાનું? આપણું દિમાગ ઠીક રાખવાનું કહે. અહીં દિમાગ જ નહિ અમારી પાસે, તો વગર કામનો દિમાગ દિમાગ કરે છે !
પ્રશ્નકર્તા : તમે બુદ્ધ કહો છો, પણ જગત તો એને બુદ્ધિશાળી કહે છે ને ?
દાદાશ્રી : હું બુદ્ધ કહેતો નથી, બુદ્ધ જેવા થઈ જાય છે પણ બુદ્ધ કહેવાય નહીં ને ? કોઈને બુદ્ધ કેમ કરીને કહેવાય ? બુદ્ધ થઈને પણ માર ખાય છે ને ? બુદ્ધ તો બહુ દહાડા પછી બનાવે, એકદમ ના બનાવે.
અને ભક્તો ગાંડા હોય. ભગત ગાંડા તો હોય પણ ઘેલા હોય, છતાં છેવટે એ આગળ વધશે અને મોક્ષે જવાના. કારણ કે ભક્તો હૃદયવાળા હતા ને બધા. બીજા તો અમથા એટીકેટવાળા છે. એમાં કશું વળે નહીં. બુદ્ધિથી જે આગળ જવા નીકળ્યાને, એમાં કશુંય, એક અક્ષરેય ફાયદો નહીં.
જ્ઞાતનો માર્ગ એક, બુદ્ધિતા અનેક ! બધા અનેક જાતના રસ્તા છે અહીં તો, એક રસ્તો નથી. જેટલાં ભેજાં છે ને, એટલા રસ્તા છે. સાચો રસ્તો તો એક વીતરાગનો છે ફક્ત. બાકી બીજાં બધાં ભેજાં છે અને તે બુદ્ધિમત છે. બુદ્ધિનું જ સંચાલન છે અને રઝળપાટ કરાવનારા છે બધાય. એક આ વીતરાગોનો મત એકલો જ સેફસાઈડવાળો છે.
આ સાચું ઓળખવું બહુ અઘરું છે, ‘વસ્તુ'ની ઓળખાણ પડે નહીં. આમાં બુદ્ધિશાળી તો બુદ્ધિથી માપ કાઢ કાઢ કર્યા કરે. બુદ્ધિથી તોલાય એવી વસ્તુ નથી ‘આ’. એક બાજુ ગમે તેટલી બુદ્ધિ વાપરે તોય બુદ્ધિથી તોલાય એવું નથી.
ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી હોય. જ્યારે સાચું જ્ઞાન નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ છે જ નહીં જાય. એટલે સાચા જ્ઞાનની જ વાત સમજવાની છે, તો નિર્વિકલ્પી દશા થાય.
પ્રશ્નકર્તા : જગત બુદ્ધિનું જ માને છે, તે જ્ઞાની પુરુષ જ્ઞાનને રસ્તે કઈ રીતે લઈ જાય છે ?