________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
- ૧૯૧
૧૯૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : ટોપ ઉપર જતાં સુધી બુદ્ધિ જોઈએ ને ?
દાદાશ્રી : ના, હવે આ જ્ઞાન પછી તમારે જરૂર નહીં. મારે તો પ્રાપ્ત થયેલું નહીં એટલે મારે છૂટકો જ નહીં ને ! મારે તો જાતે કરવું પડે ને ! તમારે તો હવે આ જ્ઞાન કરીને નીકળી જવાશે. હવે તમારે બુદ્ધિ તો રહે જ નહીં. જ્યાં સુધી અહંકાર છે ને, ત્યાં સુધી બુદ્ધિ બેસી રહે. શુદ્ધાત્માનું ભાન થયું એટલે અહંકાર ગયો. ‘હું ચંદુભાઈ છું” એ માન્યતા એ જ અહંકાર, એ તમારે ગયું. હવે તો તમારે કામેટિક રહેવાનું.
અનુકરણ દોરે, અબુધતા ભણી.. પ્રશ્નકર્તા : આપણે જ્યારે નિર્વિકલ્પ દશાની વાત કરીએ છીએ, ત્યારે નિર્વિકલ્પ દશામાં કોણ કોનું અનુકરણ કરે છે ?
દાદાશ્રી : નિર્વિકલ્પ દશામાં અનુકરણ કરવાનું તો રહેતું જ નથી ને ! આ તો વિકલ્પીને બધું અનુકરણ કરવાનું કહ્યું છે. નિર્વિકલ્પી થઈ ગયો. પોતે પોતાના આધીન જીવે છે. પોતે પોતાના પ્રાણથી જીવે છે. નિરાલંબતાથી જીવે છે. એને અનુકરણ હોય નહીં. આ જે છે તેને અનુકરણ છે. જો તારે ભટકવું ના હોય તો અનુકરણ કર. નહીં તો ભટકી ભટકીને... એવું કહેવા માંગે છે આ.
અનુકરણ કરવાથી બુદ્ધિ બહેરી થતી જાય અને અનુકરણ ના કરે એટલે બુદ્ધિ ત્યાં આગળ પ્રફુલ્લિત થતી જાય. વિકલ્પોનાં ઝાડ ઉપર ઝાડનાં ઝાડ ઊભાં થશે અને બુદ્ધિએ જ ભટકાવ્યું છે, આ જગતને. અનુકરણથી હાર્ટમાં પ્યૉરિટી થતી જાય.
પ્રશ્નકર્તા : અનુકરણથી બુદ્ધિ બહેરી થતી જાય, એ વાત તદન સાચી લાગે, પણ એનાથી હૃદય કેવી રીતે પવિત્ર થઈ શકે ?
દાદાશ્રી : બુદ્ધિ બહેર મારે એટલે હૃદય પવિત્ર થાય. નહીં તો બુદ્ધિ જ્યાં સુધી ફણગો મારે ત્યાં સુધી હૃદય હોતું જ નથી. દિલ ખલાસ થઈ ગયેલું હોય છે. જ્યારે દિલ લાગે ત્યારે ખરી વાત. જો
મારામાં બુદ્ધિ નથી, બિલકુલ સેન્ટ મારામાં બુદ્ધિ નથી, તો કેવો ડાહ્યો થઈ ગયો છું ! ફોરેનના સાયન્ટિસ્ટો માનવા તૈયાર નહોતા કે મારામાં બુદ્ધિ નથી. મને કહે છે, “શેના આધારે તમે દેખી શકો છો ?” કહ્યું, ‘હું કેન્ડલ પાવરથી નથી જોતો, હું ટોર્ચથી જોઉં છું.” બુદ્ધિ કેન્ડલ પાવરથી જુએ છે.
પ્રશ્નકર્તા : આપની અબુધતાનું અનુકરણ અમે નથી કરી શકતા.
દાદાશ્રી : કરી શકતા નથી એ તમારા મનમાં સમજો છો. હું જાણું છું કે તમે અનુકરણ કરી રહ્યા છો. એટલે તમને પોતાને ખબર નહીં પડે કે મહીં શું પરિવર્તન થઈ રહ્યું છે તે ! મન-વચન-કાયાથી જ્ઞાની પુરુષનું અવલોકન કરવું, એનું નામ જ હૃદયપૂર્વક !
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે આપણે હૃદયપૂર્વકની વાત કરીએ તે વખતે મન-વચન-કાયાની એકતાપૂર્વકની થાય ?
દાદાશ્રી : હોય જ, હૃદયપૂર્વકની વાત બધી. મન-વચન-કાયાની એક્તા જ હોય. બુદ્ધિપૂર્વકની વાતમાં બધું જુદું જુદું હોય. બુદ્ધિમાં બધું જુદું જુદું, હૃદયમાં એકતા હોય.
પ્રશ્નકર્તા : પણ અત્યારે તો લોકો જુદી રીતે સમજે છે ?
દાદાશ્રી : જેવું સમજે એવો માર ખાય ને ! હૃદયપૂર્વકનું ત્યાં એકતા ને બુદ્ધિપૂર્વકનું આવ્યું કે ત્યાં આગળ ડખો. બુદ્ધિનો ડખો વધી જાય ત્યારે હાર્ટ બળી જાય છે અને હાર્ટ બળી જાય એટલે કશું ભલીવાર આવે નહીં પછી.
પ્રશ્નકર્તા : આ વાત કદાચ બુદ્ધિથી ના સમજાય, પણ હૃદયમાં ઊતરી જાય છે બધાને.
દાદાશ્રી : હા, તે આ હાર્ટિલી છે. આ દુનિયા બુદ્ધિથી ગૂંચાયેલી છે અને બુદ્ધિ એટલે વિકલ્પો. આમ નહીં ને આમ, આમ નહીં ને આમ, જંપ જ નથી કોઈ દહાડો અને હાર્ટ એટલે વિકલ્પો બંધ કરવાનું સાધન. હાર્ટિલી મોક્ષે જાય અને બુદ્ધિવાળા સંસારમાં ભટકે. આ બે