________________
૧૯૦
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૮૯ દાદાશ્રી : સમકિતની દૃષ્ટિ અવિરોધાભાસ હોય કે જેને તમે પુસ્તક લાવશો ને, તો હું તમને દેખાડી આપું કે આ વિરોધ છે, આ વિરોધ છે, તેમાં ફિફટી પરસેન્ટ ઉપર વિરોધ બતાડું. કારણ કે અમારી દૃષ્ટિ પડતાંની સાથે જ વિરોધ શું છે એ અમને સમજાઈ જાય. સમક્તિ દૃષ્ટિ કોને કહેવાય કે પહેલે પાને પહેલું વાક્ય લખેલું છે, અને બીજું વાક્ય હેલ્પ કરતું હોય, ત્રીજું વાક્ય હેલ્પ કરતું હોય, આઠમા પાનનું છેલ્લું વાક્ય પણ હેલ્પ કરતું હોવું જોઈએ, એનું નામ સમક્તિ દૃષ્ટિ. સમકિત એટલે અવિરોધાભાસ. આ તો બધા વિરોધાભાસ દેખાય. અને વિરોધાભાસ એટલે અહંકારી વાણી પણ છતાંય હાર્ટિલી છે, એટલે આપણે કહી શકીએ કે, આ થોડા કાળમાં સમકિતને પામે એવા છે. જે બુદ્ધિગમ્ય ઉપર પડ્યા છે, એ સમકિતને ના પામે.
જેમ બને તેમ બુદ્ધિની વાતો સાંભળશો જ નહીં, નહીં તોય અબુધ થયા વગર ચાલવાનું નથી.
એ અબુધતા, તહિ કામતી ! પ્રશ્નકર્તા : અબુધતા બે પ્રકારની. અબુધતા એ બુદ્ધિ આવતાં પહેલાંની અબુધતા છે કે બુદ્ધિનો ઉદ્ભવ થયા પછી છે ?
દાદાશ્રી : હા, અબુધતા બે પ્રકારની. એક બુદ્ધિ પ્રગટ થઈ ના હોય ત્યારે અબુધતા, બાળકોની અબુધતા કહેવાય અને બીજી જ્ઞાનીઓની અબુધતા. બુદ્ધિ સંપૂર્ણ ટોચ ઉપર ગયા પછી આથમી જાય, એ જ્ઞાનીઓની અબુધતા.
પ્રશ્નકર્તા : એટલે આપે જે વાત કરી, એમાં સામાન્ય માણસ તો બુદ્ધિ પહેલાની અબુધતામાં હોય, એવું નથી લાગતું ?
દાદાશ્રી : એ કામની નહીં. ડેવલપ્ત થાય તો જ કામની. ડેવલપ થાવ, બળો. બળો એટલે શું ? આ સોનું છે ને, એને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં મૂકવું પડે. તે આ બુદ્ધિ વધે છે એ ભટ્ટી છે અને ભઠ્ઠીમાં બળી ને પછી શુદ્ધ થાય છે, એમ ને એમ શુદ્ધ થતું નથી. માટે બુદ્ધિમાં બળવાનું બધાને ફરજિયાત છે. હું હઉ બળ્યો છું.
પ્રશ્નકર્તા : એ ભદ્દી કઈ છે ?
દાદાશ્રી : બળતરા થાય છે એ ભઠ્ઠી મહીં ચાલુ છે. એ ભઠ્ઠી ના હોય ને, તો શુદ્ધતા ના પકડે.
ત્યાં સાચો ધર્મ ! માણસમાં નીતિ અને પ્રમાણિકતા હોવી જ જોઈએ પણ ઈગોઈઝમ વધે ને તેના સામું હાર્ટની પ્યૉરીટી, ‘હાર્ટનું પ્યૉરીફિકેશન’ (હૃદય શુદ્ધિ) કરવાની જરૂર છે. બુદ્ધિ વધે અને હાર્ટનું પ્યૉરીફિકેશન ના હોય તો બરોબર કામ નહિ આપે એ, હાર્ટિલી જોઈએ. હાર્ટિલી હશે તો કામ ચાલશે. બુદ્ધિ એકલી રખડાવી મારશે. આ બુદ્ધિથી રખડી ગયું છે ને જગત ! હાર્ટ ઊડી ગયું છે. હાર્ટ ક્યાં દેખાય ? તમે રામકૃષ્ણ પરમહંસમાં જોઈ આવો તો બુદ્ધિ ઓછી દેખાશે ને હાર્ટ વધારે દેખાશે. આ હાર્ટવાળાનું કામ છે, ભલે ગામડિયું લાગે પણ હાર્ટિલી માણસનું કામ છે, ભગવાનને ત્યાં ! આ બુદ્ધિવાળાને ત્યાં પેસવા જ નથી દેતા. બુદ્ધિવાળો એટલે પોતાના પગ ઉપર ઊભો રહેનારો. બીજા કોઈની જરૂર ના પડે એવો. પણ ત્યારે ત્યાં મોક્ષ માટે તો હાર્ટવાળાનું કામ છે.
હાર્ટિલી માર્ગ હોયને, એ બધા મોક્ષે જવાના અને બુદ્ધિગમ્ય માર્ગ કોઈ દહાડોય મોક્ષે ના જાય. બુદ્ધિથી જ આ સંસાર ઊભો છે, બળ્યો. જ્યાં બુદ્ધિ છે ત્યાં ધર્મ ના હોય. જ્યાં હાર્ટિલી માર્ગ હોય, તે માર્ગ સાચો બધો. અહીં આગળ બે માણસોથી હાર્ટિલી માર્ગ કરાયેલા, એક રામકૃષ્ણ પરમહંસ અને એક છે તે આપણા રમણ મહર્ષિ, બીજા બધા બુદ્ધિજન્યમાર્ગ. મોક્ષના માર્ગ ન હોય તે. બીજા સંસારના માર્ગ ખરા, સાંસારિક ધર્મ ખરો, પણ એ મોક્ષમાર્ગ ના કહેવાય.
અમને બુદ્ધિ ખલાસ થઈ ગઈ, તે કહેવાનો શું ભાવાર્થ કે બુદ્ધિ મોક્ષમાં જતાં આંતરે છે. એટલે ઓછી બુદ્ધિવાળાને સારું ને ફાયદો જ થાય ને તેને ? અમારી બુદ્ધિ ટોપ ઉપર ગયા પછી ખલાસ થઈ ગયેલી.