________________
(૫) ખપે હ્રદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
પ્રશ્નકર્તા : આજે બધા માણસો લોજિક અને બુદ્ધિથી જ કહે ને કે, દાદાજી કહે છે એ બરાબર છે. અથવા તો આજે દાદાનું જ્ઞાન અમને પ્રમાણ થતું હોય તો થોડી બુદ્ધિ તો જોઈએ, ત્યારે જ પ્રમાણ થાય ને?
૧૮૭
દાદાશ્રી : ના, બુદ્ધિ ‘વિથ’ હૃદય હોય તો જ એ થાય. પ્રશ્નકર્તા : હૃદય તો અહીં આવ્યો એટલે હોય જ ને ? દાદાશ્રી : ના, એવું નહીં, હૃદય એટલે હ્રદયથી બળી ગયેલો ના હોય એ.
પ્રશ્નકર્તા : હૃદય ખુલ્લું હોવું જોઈએ ?
દાદાશ્રી : હૃદય ખુલ્લું નહીં પણ હૃદય બુદ્ધિની જોડે જ ચાલતું હોવું જોઈએ. બુદ્ધિ એકદમ આગળ વધી જાય તો હૃદય બંધ પડી જાય. કૃપાળુદેવના બધા અક્ષરો મહીં હૃદય ને બુદ્ધિ બન્નેના છે ને, નહીં તો આ તો હેલ્પ કરે નહીં અને અથડામણ ઊભી થશે બધી અને પોતાની જાતને જ્ઞાની માની બેસે.
પ્રશ્નકર્તા : હૃદય અને બુદ્ધિમાં, હૃદય એટલે ભક્તિ જે હોય
એ ?
દાદાશ્રી : ના, બુદ્ધિ ના હોય તોય જ્ઞાન પહોંચી જાય ને કેવળજ્ઞાન થાય અને હૃદય ના હોય તો જ્ઞાન જ ના થાય.
પ્રશ્નકર્તા : તો અમારે હૃદય કેવી રીતે લાવવું ?
દાદાશ્રી : હૃદય હોય જ મનુષ્યને, જો બુદ્ધિ વધારે નહીં, બુદ્ધિ ઉપર એકાંગી ના થઈ જાય તો.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિ છોડવાની વાત છે ?
દાદાશ્રી : નહીં, બુદ્ધિને વધવા નહીં દેવાની. એવું છે, બુદ્ધિવાદી લોકોની પાછળ પોતે પડે તો બુદ્ધિવાદી થઈ જાય, હૃદયમાર્ગ હોવો
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
જોઈએ. ઘણાખરા માર્ગ હૃદયમાર્ગી જ છે. ગીતા જ્ઞાન છે એ પણ હૃદયમાર્ગી છે.
૧૮૮
પ્રશ્નકર્તા : હૃદય એટલે શું કહેવા માગો છો ?
દાદાશ્રી : હૃદય એટલે શુદ્ધ પ્રેમપૂર્વકનો માર્ગ છે. એ બધા હૃદયમાર્ગી હોય. એટલે શુદ્ધ પ્રેમ મહીં જોડે જોડે હોય અને આ બીજા બધા જે જે એટિકેટવાળા માર્ગ હોય છે ને, તેમાં પ્રેમ ના હોય. પ્રશ્નકર્તા : એ એટિકેટમાં જાય ?
દાદાશ્રી : હા, એ એટિકેટમાં જાય, બુદ્ધિવાદમાં જાય અને શુદ્ધ પ્રેમવાળા સાહજિક હોય. જેમ અવસ્થા રાખે એવું રહે.
પ્રશ્નકર્તા : એટલે ત્યાં અહંકાર તૂટી જ જતો હશે ? દાદાશ્રી : અહંકાર બધે પ્રમાણમાં જ હોય. પ્રમાણની બહાર ના ગયેલો હોય, બુદ્ધિ વધે ત્યાં અહંકાર વધે. હૃદયમાર્ગી વરે સમતિને...
જ્યાં હાર્ટ વપરાતું નથી, ત્યાં મોક્ષમાર્ગ નથી. ત્યાં મોક્ષમાર્ગ કોઈએ માનવો પણ નહીં. જ્યાં હાર્ટિલી વાત હોય ત્યાં મોક્ષમાર્ગ માનવો. બુદ્ધિની વાત હોય ત્યાં મોક્ષમાર્ગ માનવો નહીં. એને ધર્મમાર્ગ કહેવાય પણ મોક્ષમાર્ગ તો ક્યારેય પણ ના કહેવાય. મોક્ષમાર્ગમાં હાર્ટિલી વાત હોવી જોઈએ. આ જેટલા ભક્તો થયા છે ને, હાર્ટિલી વાત જેણે કરી છે ને, એ બધા સમિતિની નજીકમાં છે.
પ્રશ્નકર્તા : પણ સમકિત ગણાય નહીં ને એમને ?
દાદાશ્રી : ના, હજુ તો અહંકાર ક્યાં ફરે એનું કશું ઠેકાણું નહીં. પણ હૃદય છે, હ્રદયપૂર્વકનું છે, એટલે એ પામી જાય. હાર્ટિલી છે ત્યાં એટિકેટ ના હોય. એટિકેટ છે ત્યાં બિલકુલ ધર્મ જ નથી.
પ્રશ્નકર્તા : એમને કઈ રીતે સમિત નથી એ આપ સમજાવો.