________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બુદ્ધિશાળી સમજી જાય કે તદન હંડ્રેડ પરસેન્ટ કરેક્ટ છે આ. ગમે તેવા બુદ્ધિશાળી સમજી જ જાય. તો પછી બીજાને કહી દેને કે બીજુ બધું ઊંધું છે. પણ ડરે છે કે બીજું ઊંધું કહીએ તે વખતે સાચું હોય તો ? અલ્યા, બે સત્ય હોય નહીં, એક જ સત્ય હોય.
પ્રશ્નકર્તા : બીજાં જે શાસ્ત્રો હોય છે જે વર્ણન કરે બુદ્ધિજન્ય, તો સામાને પણ બુદ્ધિના લેવલે જ અસર કરે ને ?
દાદાશ્રી : હા, બુદ્ધિનું લેવલ જ. જેવું એનું લેવલ એમ પકડી
શકે.
મોઢા ઉપર આનંદ ના આવે એને ગૂંચ કહેવાય. કંઈક ગૂંચાયા કરતો હોય ને ત્યારે આનંદ ના આવે.
ઓપન માઈન્ડનો માણસ હોય તો પગે લાગવા જેવો. હા, ઓપન માઈન્ડનો માણસ ક્યાંથી હોય તે ? અને આ તો બુદ્ધિના રોગ છે બધા, બુદ્ધિની કસરતો કર્યા કરે છે રાત-દહાડો અને મનમાં માની બેઠો છે કે હું કમાયો. બાકી, એમ ના કમાવાય. ક્રોધ-માન-માયા-લોભનું અસ્તિત્વ ખલાસ થવું જોઈએ. એ કંઈ રોગ ગયાની ખાતરી હોય કે ના હોય ?
છાશનું વલોણું ! જગતે શું કર્યું છે ? છાશને જ વલોવી છે ને છાશને જ માખણ માનીને ચાલ્યા છે. એટલે લૌકિક જ બધું જાણું છે. અલૌકિક વાત જાણવી જોઈએ. એક સેન્ટ પણ જો અલૌકિક જાણવામાં આવે તો મહીં અંદર શાંતિ થાય, નહીં તો શી રીતે શાંતિ થાય તે ? છાશને વલોવા વલોવ કરીએ તો, માખણ તો કાઢી લીધું પછી શો અર્થ ? તમને કેમ લાગે છે ? માખણ જોઈએ કે છાશ ચાલે ? તત્ત્વસાર જોઈએ કે અતત્ત્વ જોઈએ ?
પ્રશ્નકર્તા : તત્ત્વ જ જોઈએ.
દાદાશ્રી : હા, તો અતત્ત્વમાં આખો દહાડો લોકો રમ્યા કરે છે. હેય, છાશમાં ને છાશમાં જ ભૂસકા માર્યા કરે છે. બુદ્ધિનાં તોફાન બધાં! એકથી એક ચઢે એવી બુદ્ધિવાળા ! મતભેદી, વિવાદી. જ્યાં અલૌકિક છે ત્યાં કંઈ ના હોય.
જ્ઞાતીને બુદ્ધિથી મપાય ના ! આમાં ભલભલા બુદ્ધિશાળીઓ માર ખાઈ જાય. તે બુદ્ધિશાળીઓ નથી પહોંચી શક્તા અને જો એક બુદ્ધિશાળી મને માપી લે, તો એણે કહી દેવું જોઈએ કે આજ છેલ્લામાં છેલ્લો માર્ગ છે, બાકી બીજું તોફાન છે. મને માપ એકવાર, જેટલો મપાય, જેવી રીતે માપવું હોય એ રીતે માપ અને પછી કહી દે.
પ્રશ્નકર્તા : અને આપની જે અનુભવજન્ય વાણી છે, તો તે સામાને કયા લેવલે સ્પર્શ કરે ? - દાદાશ્રી : આ સામાને એટલે કે આપણું જ્ઞાન લીધેલું હોય તેને તો એડજસ્ટ જ થઈ જાય અને પેલાનેય ઠંડક તો વળે જ, કે વાત સાચી છે કારણ કે આત્મા છે ને એની પાસે.
પ્રશ્નકર્તા : એ પ્રકારના જે ગ્રંથો હોય, બીજાં જે પ્રકારના વર્ણનો હોય, એ માત્ર બુદ્ધિને જ અસર કરે ને ?
દાદાશ્રી : બુદ્ધિને જ. બીજાં વર્ણન માત્ર બુદ્ધિનાં જ. બુદ્ધિની બહાર નીકળી શકે નહીં માણસ.
શુદ્ધ પ્રેમનો પંથ ! આ બધો માર્ગ તો તીર્થકરોએ બતાવ્યો છે કે, તે સાચો છે. કૃપાળુદેવે એને ટૂંકમાં લખ્યું છે. એ શાસ્ત્રોના આધારે, એય સાચું છે.
માર્ગ એવો હોવો જોઈએ કે સરળ હોવો જોઈએ અને હૃદય કબૂલ કરે એવો હોવો જોઈએ. બુદ્ધિનો ના હોવો જોઈએ. બુદ્ધિનો માર્ગ, તો બધી કઠોરતા ઉત્પન્ન થાય, છતાંય ખોટી વસ્તુ નથી. બુદ્ધિથી પૂછેલી વસ્તુ એય પદ્ધતિસર જ્ઞાન જ કહેવાય એક જાતનું, પણ એ જ્ઞાન આવું પરિણામ ના પામે, શુષ્કજ્ઞાન હોય.