________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૮૩ નથી. એ હજુ મુશ્કેલીય સમજાઈ નથી માણસને. માણસને મુશ્કેલી સમજાવી જોઈએ. આ બંધન છે તે નથી સમજાતું !
દાદા ખવડાવે જમાલગોટો ! જ્ઞાની પુરુષની આગળ રક્ષણ કરવું એ ભયંકર ગુનો છે. પોતાની જાતનું રક્ષણ કરવું એને ગાંડામાં ગાડી બુદ્ધિ કહેવાય. જ્ઞાની પુરુષ જેને રાગ-દ્વેષ નથી, ત્યાં આગળ પોતાનું સાચું કરે છે ?
પ્રશ્નકર્તા : હું જવાબ આપતો નથી. જવાબ આપું છું તો તમે ગુસ્સે થાવ છો.
દાદાશ્રી : જ્ઞાની પુરુષમાં ગુસ્સો હોય નહીં. આ કઈ જાતની આંખ છે તમારી ! જ્ઞાની પુરુષના શબ્દ સ્ટ્રોંગ હોય, ગુસ્સો હોતો હશે ? ગુસ્સો હોય ત્યાં જ્ઞાની ના કહેવાય. ગુસ્સો હોય તેને જાનવર કહેવાય. તમને પારખતાંય ના આવડ્યું કે આ ગુસ્સો છે કે શું છે ? પોતાનું સ્વરક્ષણ કરે એ તો ગુનો છે. એ સ્વછંદ કહેવાય, ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) કહેવાય. જ્ઞાન મળ્યા પછી જો કદી સ્વચ્છંદ રહેતો હોય તો ભયંકર દુઃખ જ કહેવાય. જ્ઞાની પુરુષમાં ગુસ્સો દેખાય તો તો થઈ રહ્યું ને ? તમે ખેંગાર થઈ ગયેલા છો, અક્કલના કોથળા થઈ ગયેલા છો. હવે સમજીને શુદ્ધાત્મા થઈ જાવ. આ તો દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ રાખવાથી ડફોળ કહેવાય.
અક્કલ તો કોનું નામ કહેવાય કે આગળ લાઈન ક્લીયર થયા કરે અને મોટું તો હસતું ને હસતું રહે. આ તો અક્કલના કોથળા કહેવાય. લાઈન ક્લીયર હોય નહીં, જ્યાં જાય ત્યાં ગૂંચ ઊલટું !
જુલાબ આપવા બેઠો એટલે મારે પૂરો જુલાબ આપી દેવાનો. નહીં તો રોગ બેસી રહે કાચો. હંમેશાં જુલાબ આપતી વખતે દયાળુ ના હોઈએ. અમે કરણાવાળા હોઈએ. કારણ કે હું તો પૂછી જોઉં ધણીને કે તમારે રિયલમાં રહેવું છે કે રિલેટિવમાં ? જો તમારે રિલેટિવમાં રહેવું હોય તો અમારે અક્ષર કહેવાનું નથી. રિલેટિવમાં રહેવું હોય તો ત્યાં
૧૮૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) આગળ સ્વતંત્રતા કોઈની મારે લૂંટવાની નથી. પણ જો રિયલમાં રહેવું હોય તો મારી મહેનત નકામી ના જાય. તો અમને કહેવાનું કે તમારે ક્યાં રહેવું છે, તે નક્કી કરીને કહો. ક્યાં રહેવું છે ?
પ્રશ્નકર્તા : રિયલમાં રહેવું છે.
દાદાશ્રી : તો પછી અમારે કહેવું પડશે. ગુસ્સો દેખાય છે એ કોણ દેખાડે છે એ મને ખોળી આપો. એ જ ડફોળ બુદ્ધિ છે. જ્ઞાની પુરુષમાં ગુસ્સો તમે એકલાએ જ જોયો. કોઈએ જોયો જ નથી. આ કેવડુ બધું ઘનચક્કરપણું કહેવાય ! અમે બહુ સ્ટ્રોંગ શબ્દો બોલીએ. અમે ધંધા પર જઈએ તો આવડા આવડા (સ્ટ્રોંગ) શબ્દો બોલીએ પણ બધું ડ્રામેટિક હોય.
હવે એવી દૃષ્ટિ રાખજો. બુદ્ધિને એવું કહીએ, ‘તું અહીંથી ખાલી કર.” એવું કહેશો કે નથી કહેવું ? તમારી પર બહુ ઉપકાર છે બુદ્ધિના ? ઉપકાર હોય તોય કહીએ કે એક બાજુ બેસી રહે, પેન્શન આપીશ પણ તું મને સલાહ ના આપીશ. મારી પાસે પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે.
સાચી હકીકત છૂપાવવી પડે ? શેને માટે અમે છૂપાવીએ ? અમારે જગતમાં કોઈ ચીજ જોઈતી નથી, એને જગતમાં કોઈના બાપની શું બીક છે ? સાચી વસ્તુ કહેવી જોઈએ. રિયલમાં રહેવું હોય તો તૈયારી રાખજે જોડે. આ રોગ કાઢવો હોય તો જુલાબ લેવા પડશે. નહીં તો પછી અમારે વાંધો નથી. નહીં તો તમારે કહેવું કે મારે દાદા છે એટલું બરાબર છે, મને જુલાબ ના આપશો. મારે વધવાની જરૂર નથી, એવું કહીએ તો ચાલશે.
તમે અહીં આવ્યા છો, તે તો તમારા હિત માટે આવ્યા છો પણ તમને જે નુકસાનકારક વસ્તુ છે, તે જો દવા કરાવવા માટે આવ્યા છો, તો મારે તમને પરેજી કહેવી જોઈએ અને જો દવા કરાવવા ના આવ્યા હોય તો પરેજી કરવાની જરૂર નથી. તમે કહેશો કે પરેજી ના કહેશો, મારું જેટલું દુઃખ રહ્યું એટલું ભલે રહ્યું, તો અમને વાંધો નથી. બાકી, મારે રોગ હોય તે તો કહ્યા વગર છૂટકો જ ના થાય ને ?