________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૮૧
હોય તો પાંચસો રૂપિયા. અલ્યા, એનું તો ઠેકાણું નથી, ત્યાં મહાવીર ક્યાંથી હોય ? મહાવીરનું સાંભળવા જઉં ને મતભેદ ઓછો થાય તો જાણવું કે મહાવીરનું સાંભળ્યું તેં ! આ તો મતભેદ ઊલટા વધ્યા ! પાછો બૈરીને શું કહે ? તારામાં સેન્સ નથી. આ સેન્સનો કોથળો, મૂઓ ! આ બઈ જાણે કે મને ઓછી સેન્સની કહે છે ને, એનો વખત આવવા દે ને, તે પછી એને ઠોકે. વઢવાડો વધારે ઊલટી ! ઘનચક્કરો આવા કઈ જાતના પાક્યા છે હિન્દુસ્તાનમાં, તે જ સમજાતું નથી. કાં તો સંસારનું હિત થવું જોઈએ, કાં તો મોક્ષે લઈ જતા હોય. આ તો દિશામૂઢ તો છે જ, એને વધારે દિશામૂઢ બનાવે છે.
મૂઆ, તારામાં અક્કલ નહોતી તેથી તો રડતો'તો રોજ અને તારી અક્કલ શું કામ લાગવાની ? તારી અક્કલથી તો તું બફાઈ ગયો. હવે એ અક્કલને કાઢી મેલવાની. એ અક્કલે કોઈ દહાડો સાચો રસ્તો નથી દેખાડ્યો. પોતાની અક્કલથી જ બફાયું છે આખું જગત. હજુ તો બુદ્ધિ બફારો એવો મેલશે કે ચોગરદમ સળગાવી મેલશે.
ઘનચક્કર તમારાથી ના બોલાય, હું બોલી શકું. કારણ કે મને દ્વિષ નથી ને તમને શબ્દ બોલતાની સાથે દ્વેષ થયા કરે અને મારે તો આ વાણીના માલિક નહીં ને એટલે દ્વેષ નહીં. માલિકીપણું જ નહીં એટલે વાણી રેકર્ડની પેઠ વાગ્યા કરે.
બુદ્ધિનો ટી.બી. ! બુદ્ધ ભગવાનની આત્માની માન્યતા બધી બુદ્ધિ પર જાય છે. એટલે આત્માને ક્ષણિક કહે છે. આ ચેતન અલ્પાંશ છે અને વિશ્વચેતના છે એ આખી સવાશ છે. એટલે વિશ્વચેતનામાં ભળી જાય છે. હવે લોકોને આવું સમજાવે, પણ તે બુદ્ધિને મળતી આવે છે, તે લોકોને આ અનુકૂળ આવે. ફોરેનને માટે આ સારું છે, પણ આ વિકલ્પી લોકોને કામનું જ નહીં ને ?
પ્રશ્નકર્તા : એમાં તો એવું કહ્યું છે કે, “સોહમ્ સોહમ્.' દાદાશ્રી : સોહમ્ નામનું કોઈ પાક્યું જ નથી. આ બધું ઠોકાઠોક
૧૮૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) કરી છે. એ ‘હું એનો અર્થ શું ? એમાં તને શું ફાયદો મળ્યો ? ‘હું ઈગોઈઝમ છે અને તે જ પરમાત્મા છે, એવું સિમિલી થાય ખરી ? આ બધું લોકોને મગજનો ટી.બી. થયો છે.
પ્રશ્નકર્તા : એ તો બુદ્ધિનો ઉપયોગ કર્યો એટલે આવું થયું ?
દાદાશ્રી : આને બુદ્ધિ કહેવાતી હશે ? બુદ્ધિ તો કેવી હોય ? આમ ડહાપણવાળી હોય. બીજા એક્સેપ્ટ કરે. બીજા બુદ્ધિશાળી ના હોય? એક્સેપ્ટ કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા : એક્સેપ્ટ કરે.
દાદાશ્રી : પણ આવું ના હોવું જોઈએ. પદ્ધતિસરનું હોવું જોઈએ. અહીં જે જ્ઞાન આપણે આપ્યું હોય ને, એ પાંચ વાક્યમાં તમે એકુક્ય પાળ્યું ? એમાં ધ્યાન આપ્યું ? તમે સ્વછંદમાં પડ્યા છો કે કહ્યામાં ચાલો છો ?
પ્રશ્નકર્તા : ત્યારે તો જ્ઞાન લીધું છે.
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી બીજો એક શબ્દ સાચો મનાય નહીં કારણ કે એ ટેસ્ટેડ નથી, અન્ટેસ્ટેડ છે. આ ટેસ્ટેડમાં એન્ટેસ્ટેડ નાખે તો શું થાય ? મકાન તુટી પડે. સળિયા એ ટેસ્ટેડ હોય છે. એમાં અનટેસ્ટેડ નાખીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : તૂટી પડે.
દાદાશ્રી : હા, એટલે જ્ઞાની પુરુષના કહ્યા બહાર પોતે ચાલે નહીં. આપણને જે જ્ઞાન કામનું નથી એ જ્ઞાનને શું કરવું છે ? એ તો માથાફોડ વધે. એટલે એવું કંઈક પૂછો કે સરળ થાય. આ મુશ્કેલીનું પૂછતા નથી ને બીજું ડહાપણ ઠોકાઠોક કરે છે. પેલો પોલીસવાળાનો ઠંડો હોય ને, તે લઈને ફર ફર કર્યા કરે.
પ્રશ્નકર્તા : મુશ્કેલી ના હોય પછી શું પૂછવાનું ? દાદાશ્રી : બધા મુશ્કેલીમાં જ છો. મુશ્કેલીની બહાર નીકળ્યા જ