________________
(૫) ખપે હ્રદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૩૯
બુદ્ધિતી કસરતો ક્યાં લગી ?
અત્યાર સુધી હજારો વર્ષથી આ બધાએ આ જ બુદ્ધિની કસરતો કરાવી છે. એટલે ઉપર ચઢો આમ રહીને, પેલી બાજુ રહીને, આમ રહીને ઊતરો. ચઢવાના રસ્તા ને ઊતરવાના રસ્તા એવા સુંદર બનાવેલા છે, કે પેલાને એમ જ લાગે કે હું ઉપર જ ચઢી રહ્યો છું.
એક દક્ષિણી ભાઈ મળેલા. તે પ્રિન્સિપાલ હતા. તે શું કહે કે, ‘દાદા, તમારી આપ્તવાણી વાંચી. અત્યાર સુધી મેં જોયું કે આ બીજા બધાએ બુદ્ધિની કસરતો કરાવી છે. તેથી પ્રગતિ જ નથી થઈ. એમ ને એમ જ ફર્યા કરે છે.’ હવે ‘કસરત’ શબ્દ તો મેં એની પાસે પહેલી
વખત સાંભળ્યો. એટલે મને ઠીક લાગ્યું કે આ શબ્દ બહુ સુંદર છે. એમણે જ કહ્યું, ‘પેલી દેહની કસરત કરાવે છે, આ બુદ્ધિની કસરતશાળામાં, અહીં બુદ્ધિની કસરત કરાવે છે.' બુદ્ધિની કસરત કરાવે એટલે બુદ્ધિ તગડી થાય.
ક્રમિક માર્ગમાં બુદ્ધિવાદ !
આગળ જવા માટે શું કરવું ? બધું ધારણ કરેલું ને, તે ધારણ કરેલું પહેલાં વળાવી દેવું. જેનું હોય તેને ત્યાં પાછું જાવ, કહીએ. નકામું ડફોળ લોકોનું શીખી લાવ્યો. ડફોળનું શીખેલું ડફોળ હોય. હા, એના કરતાં અહીં ચોખ્ખા થઈને આવવું. અહીં બે જ અક્ષર સમજવાના છે. અહીં લાંબું સમજવાનું નથી. જ્ઞાની પુરુષનો માથે હાથ ફરી વળ્યો કે કામ થઈ ગયું. કારણ કે સ્પિરિચ્યુઅલ (આધ્યાત્મિકતા) અને આ સેલ્ફ રિયલાઈઝડ (આત્મસાક્ષાત્કાર) એ કંઈ શાકભાજી નથી કે લોકોના હાથમાં હોય, માર્કેટમાં. એ તો જ્ઞાની પુરુષનું કામ છે. બુદ્ધિવાદ નથી, બુદ્ધિથી પર વસ્તુ છે.
અને જગત આખું બુદ્ધિવાદમાં પડેલું છે. સાધુ, આચાર્યો, બધાય બુદ્ધિવાદમાં છે અને ક્રમિક માર્ગમાં બુદ્ધિવાદ જ છે. પણ સાચો ક્રમિક માર્ગ સમ્યક બુદ્ધિવાળો હોય. નહીં તો વિપરીત તો પેસી જ ગયેલું હોય.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
બાકી ‘આ’ તો બુદ્ધિથી પરનો માર્ગ છે. મારામાં બુદ્ધિ છે જ નહીં, પછી તમારામાં શું કામ ખોળું ?
બુદ્ધિએ બતાવ્યા ઘતચક્કર !
તેમાં વળી પાછા ઉપદેશકો આવા નીકળે. તે હિન્દુસ્તાનમાં તો જાત જાતની દુકાનો. આપણે તપાસ ના કરીએ કે આ ભગવાનની દિશા બતાવે છે કે સંસારમાં સુખી થવાની દિશા બતાવે છે ? ત્યારે કહે, ‘બેઉ દિશા બતાવતો નથી.' ત્યારે મૂઆ, કઈ જાતના ઘનચક્કર છો ? નથી મોક્ષની દિશા બતાવતો, નથી સંસારમાં સુખ થાય એવી દિશા બતાવતો ! બુદ્ધિ પાંગળી બનાવે છે, ઘનચક્કરોને બનાવે છે !
૧૮૦
એક હેતુ હોવો જોઈએ કે ભઈ, મોક્ષમાં લઈ જનારી છે આ વાત. મોક્ષમાં નહીં લઈ જનારી હોય તો સંસારમાં સુખી કરે એવી વાત છે. બે વાતની જરૂર આપણે, બીજી વાતની જરૂર ક્યાં રહી ? બીજી વાતને ઘનચક્કરો ખોળે. ઘનચક્કર એટલે ક્યૂબચક્કર ! ચક્કર તો હતા જ, પછી થયા ક્યૂબચક્કર. તે મારે આવડી આવડી ચોપડવી પડે છે, કે જ્ઞાની પુરુષને બોલવાનો વખત આવ્યો ? મૂઆ, કઈ જાતનો ચક્કર છું તે ? આટલી સમજણ ના પડે કે આ મારા સંસારના હિતનું છે કે નહીં ? નહીં તો મોક્ષમાં લઈ જનારો હોય તો તે ચાલે. પણ ત્રીજો રસ્તો બતાવે છે, તે ઘનચક્કરો કહેવાય.
ઊલટી લોકોની બુદ્ધિ વ્યાકુળ કરી નાખી. વ્યાકુળ બુદ્ધિ કરી નાખે એટલે કશું ઠેકાણું રહ્યું નહીં. અને કહેશે, ‘હું જઈ આવ્યો, હું સાંભળી આવ્યો.' પણ સાંભળીને તું લાવ્યો શું ? ઘરમાં વઢવાડ બંધ થઈ ? ઘરમાં મતભેદ એકુય અટક્યો નથી. મેં એ બધાને કહ્યું કે, ‘ઘે૨ મતભેદ અટક્યા ?” ત્યારે એ કહે, “ના, નથી અટક્યા’. ત્યારે મૂઆ, ફાયદો શું થયો ? વગર કામનો શું કામ દોડધામ કરે છે ? એ તો ચક્કર મૂઓ છે, એની પાછળ તું શું કામ ચક્કર થાય છે ? એણે એનું કલ્યાણ કર્યું નથી અને ત્યાર પહેલાં આ ચક્કરો સાંભળવા માટે સો-સો રૂપિયાની ટિકિટો લેશે, પાછું મહાવીર ભગવાનનું સાંભળવું