________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૯૩
૧૯૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
નિયમ છે. એટલે બુદ્ધિવાળા બુદ્ધિ વધારતા હોય ત્યાં જવું જ નહીં. હાર્ટિલી વાત હોય ત્યાં જવું. મોક્ષને માટે બુદ્ધિની જરૂર નથી, હાર્ટની જરૂર છે. વેગ બધો હાર્ટિલી હોવો જોઈએ. બુદ્ધિનો વેગ તો મહીં વચ્ચે ડખલ કરે છે. મૃદુ-ઋજુ હોય, વિનમ્રતા હોય. ઋજુ એટલે સરળતા. એવા બધા ગુણો હોવા જોઈએ. એમ ને એમ કંઈ ગપ્પાં ચાલતાં હશે ? માટે હાર્ટ ઉપર આવી જાવ. આ જગત જ્યારે બુદ્ધિનો પ્રચાર છોડશે, હાર્ટ ઉપર આવશે, ત્યારે પાછું સરળ થશે બધું. આ જૂના વૈડિયા બધા બુદ્ધિ પર નહીં પડેલાં અને હાર્ટ ઉપર રહેલાં, તે એમને જુવાનિયા જોડે મેળ ના પડે. કારણ કે પેલા જુવાનિયા એકલા બુદ્ધિ પર જ પડેલા છે !
એ “તાર' ચઢાવે ચાળે ! પ્રશ્નકર્તા : બુદ્ધિનું માધ્યમ વિચાર ખરો કે નહીં ?
દાદાશ્રી : બુદ્ધિમાં તો વિચાર-બિચાર બધું જ આવે. જે બધું તમારે જરૂરિયાત નથી એ બધી ચીજો એમાં આવે. વિચારની જરૂરિયાત નથી તે બુદ્ધિમાં આવે. એટલે કે બહુ થોડા માણસોમાં જ એવી બુદ્ધિ રહે છે. બીજા તો ઓલિયા જ હોય, હૃદયશીલ હોય. હૃદયવાળાને, લાગણીવાળાને બહુ ભાંજગડ ના પજવે. એટલે એ બુદ્ધિ) નુકસાન કરે, હેરાન કરે, મહીં સુખ ઉત્પન્ન થવા ના દે. એક તો હાર્ટ અને એક બુદ્ધિ. હાર્ટ છે એ મોક્ષે લઈ જવા હેલ્પ કર્યા કરે અને બુદ્ધિ ગૂંચવાડા નાખ નાખ કરે, લોચા નાખ નાખ કર્યા કરે. બિચારાને મૂંઝવે. હાર્ટની વાત હેલ્પ કરે. બુદ્ધિની વાત હેલ્પ ના કરે, ઊંધો જ રસ્તો અને હાર્ટની વાત આપણને નિવેડો લાવી આપે. જેટલા સંતો બુદ્ધિ ઉપર ચાલેલાને, એ બધા સંસારી સંતો કહેવાય. સમાજની બધી સુધારણા કરે. અને જે હાર્ટ પર ચાલ્યા એને હાર્ટ જ મોક્ષે લઈ જશે. બુદ્ધિ મોક્ષમાં ના લઈ જાય. મોક્ષે લઈ જાય તો મારી પાસે રહી હોતને. હું તો કહું, ‘જતી રહે'. એ તો વિકલ્પી વસ્તુ છે. નર્યા વિકલ્પો જ ઊભા કરે. આખું આકાશ ભરાઈ જાય એટલા વિકલ્પો ઊભા કરે. એણે તો આ સંસાર ઊભો કર્યો છે.
અમારી એક વાતેય બુદ્ધિની ના હોય. અહીં આ બધાં પુસ્તકની અંદર, બુદ્ધિની વાત ના હોય, હાર્ટિલી વાત હોય. અહીં જેટલા શબ્દ બોલાય છે ને, અત્યાર સુધીમાં જેટલાં પુસ્તકો થયાં, એમાં બુદ્ધિની એક વાત નથી. બુદ્ધિ હોય ત્યાં એટિકેટ હોય. બધા રોગ ઘૂસ્યા હોય. કોઈ રોગ બાકી ના હોય. માણસને બુદ્ધિ કેટલી કામ લાગે ? મારી વાત સમજવા માટે બુદ્ધિ હોય તો કામ લાગે. બીજું કામ ના લાગે. ઊલટી મારી નાખે અને ચાળે ચઢાવી દે. એનો ચાળો એટલે વિકલ્પો જ ઊભા કરાય કરાય કરે. એ ચાળે ચઢાવી દે ને કયે ગામ ભટકાવી મારે, તેનું જ ઠેકાણું નહીં. અને હાર્ટ નિરાંતે બેસવા દે અને બુદ્ધિ જંપવા જ ના દે. કંઈનું કંઈ ખોળ, ખોળ, ખોળ કરે. આ ખોળે, તે ખોળે આખો દહાડો એ જ, કારણ કે ઊંધા ચાળે ચઢાવી દીધા, સ્થિર થવા ના દે અને હાર્ટ સ્થિર થવા દે, જંપવા દે. | તને બુદ્ધિ પજવે છે કે નહીં ? અત્યાર સુધી એ જ મદાર હતો ને ! એ આધારે જ સંસારનું બધું ગાડું ચલાવવાનું. સંપેય એ જ કરતી'તી અને ભય ના હોય ત્યાં ભયેય એ જ દેખાડતી'તી. તે આપણા લોક શું કરે ? આ મૂરખ માણસો નિરાંતે ઊંઘી જાય છે ને હું કેવો જાગૃત છું ! અલ્યા, તારી બુદ્ધિ તને મૂરખગીરી કરાવે છે. ભય ના હોય તોય ત્યાં ભય દેખાડે ને જાડી ખાલવાળા તો નિરાંતે સૂઈ ગયા, કંઈ બુદ્ધિ હોય તો ભાંજગડ ને ? એટલે સંસારમાંય બુદ્ધિ નુકસાનકારક, ખોટા ભય દેખાડે કે આમ થઈ જશે, તેમ થઈ જશે..
પ્રશ્નકર્તા : બુદ્ધિ, મન અને હૃદય એમાં બુદ્ધિ છે તે સારથી છે. એ દોરવે એ પ્રમાણે દોરવવાનું. મન છે તો એનું માને નહીં અને હૃદય છે તો કરુણાથી ભરેલું હોય, તો આવા સંજોગોમાં માણસ ગૂંચાય છે, મૂંઝાય છે, તો શું કરવું ?
દાદાશ્રી : હૃદયવાળાએ તો બુદ્ધિનું સાંભળવું જ નહીં. કારણ કે બુદ્ધિ હંમેશાં હૃદયની વિરોધી હોય. અધ્યાત્મમાર્ગ એ બુદ્ધિવાળાની શોધખોળ નથી, હૃદયવાળાની શોધખોળ છે.