________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા, એટલે પછી એવું હોય ને તો સંસારમાંથી કોઈ છૂટવાવાળો જ ના હોય. પણ આ તો પાંચ ટકા ખરેખરું કડવું આવશે, તે ઘડીએ સહન નહીં થાય પછી. એટલે એ કંટાળે છે. બહુ સરસ જવાબ આપ્યો એમણે, એક-એક અક્ષરેય બિલકુલ કરેક્ટ, બુદ્ધિપૂર્વક લખેલું છે. હવે બુદ્ધિપૂર્વકનું બધું સ્વપ્નમાં જાય છે, ઊઘાડી આંખનું સ્વખું. પણ સ્વપ્નમાંય આટલું બધું મહીં કરેક્ટનેસ હોય છે. બુદ્ધિને ઊંઘ તો કેમ કહેવાય ? બુદ્ધિ એક જાગૃતિ છે, પ્રકાશ છે એ તો.
પ્રશ્નકર્તા : આ નિર્મળ બુદ્ધિમાં આવે ?
દાદાશ્રી : હા, બુદ્ધિ નિર્મળ થાય ને, ત્યારે આ બધું સમજાય. નિર્મળ બુદ્ધિ ક્યારે થાય કે પરિગ્રહ ઓછો થાય. બીજું આજુબાજુ સંજોગો બધા ડહોળાયેલા ના હોય. કેટલાક પ્રકારના બહુ સુંદર જવાબ આપે એ. ઉપનિષદની બહાર છે આ વાત બધી.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી તો આ પુસ્તકો પાછળ જ પડે.
દાદાશ્રી : હા, ત્યાં સુધી એ જરૂરિયાત. કારણ કે બુદ્ધિનો વિષય છે. બુદ્ધિથી પરમાં જવું પડશે. તે જ્ઞાની પુરુષ મળે ત્યારે બુદ્ધિથી પરની વાતો જાણે. બાકી આ ઉપનિષદ ને એ બધા, બુદ્ધિનો વિષય અને શબ્દ રૂપી. શબ્દો કશું કરે નહીં, પણ જ્ઞાની ના મળે ત્યાં સુધી શું કરે ? એમાંથી સારું ના મળે તો ‘કંટ્રોલ'માં મળે, એવું ખાવું તો પડે ને ?
અને સિદ્ધાંત અવિરોધાભાસ હોવો જોઈએ. સિદ્ધાંત એનું નામ કહેવાય કે પંદરસો પાન લખેલી ચોપડી હોય પણ પંદરસો પાનમાં એક લીટી પણ એનો વિરોધ કરતી ના હોય. આ તો ત્રીજે પાને બધા વિરોધાભાસ હોય, એને પુસ્તક કેમ કહેવાય ? હું તો આવાં પુસ્તક તરત જ બાજુએ મૂકી દઉં. મારી પાસે તમે લાખ પુસ્તકો લાવો, મૂકો તો હું તમને પાંચ કલાકમાં બધાં છૂટાં મૂકી આપું કે, આ છાપવાં ખોટાં છે અને આ ખોટું બોધરેશન છે અગર તો બુદ્ધિનાં આરામ સ્થાન છે. એ પુસ્તકો બુદ્ધિનાં રેસ્ટ હાઉસ છે. બુદ્ધિને રેસ્ટ હાઉસ જોઈએ ને ?
મોક્ષ ફળ ના આપે, શાંતિ ના આપે. મને તો એ પહેલેથી જ ગમે નહીં. વિરોધાભાસ વાત આવે તો એને બાજુએ મૂકી દઉં.
સંતો બુદ્ધિવાળા, અમે અબુધ ! કેટલાક સંતો કોઈ પણ માણસને શાંતિ આપે છે એટલું સારું છે ને ! ખોટું કહેવાય નહીં ને ?
પ્રશ્નકર્તા : આપ તો એમને ઓળખી શકો ને ?'
દાદાશ્રી : એ પ્રમાણ છે એ કહીએ છીએ ને, પછી એથી વધારે શું ઓળખવાનું ?
પ્રશ્નકર્તા: એ જે વાત કહે છે, એને પણ આપ સારી રીતે સમજી શકોને ?
દાદાશ્રી : અમારે એ વાતમાં સમજવા જેવું છે જ નહીં. એકુય વાક્ય એમનું મને સમજવાનું કારણ નથી. એકુય વાક્ય મારે કામનું નથી. એટલે સ્થૂળ ભાષા છે બધી. બધી બુદ્ધિની ભાષા છે. મને તો બુદ્ધિ છે નહીં, હું શી રીતે સમજી શકું ? એમનામાં બુદ્ધિવાદ છે, શી રીતે મારે મેળ પડે ? એટલે હું જાણું કે આ બુદ્ધિવાદને છેટો મૂકો. આમને ત્યાં એક પુસ્તક જોયું એ બાજુએ મૂક્યું. કામનું શું ? આવું અનંત બુદ્ધિવાદ, જગત જ આનાથી ભરાયેલું છે ને ? તે મારે સાંભળવાનું શું કામ છે તે ?
પ્રશ્નકર્તા : એ પણ બુદ્ધિને છોડવાની વાત કરે છે.
દાદાશ્રી : પણ જે પુસ્તક છે ને, એ તો બુદ્ધિવાદ છે. મારે કામનું નહીં. મારે તો બુદ્ધિવાદ સિવાયની વાત હોય એ કામની. એ બુદ્ધિ છોડવાનું કહે છે અને અમે ધન્ય માનીએ છીએ કે, આવો વિચાર એમને ઉત્પન્ન થાય છે અને તે ધન્ય વાત છે ! એ બુદ્ધિ છોડવા તૈયાર થાય એ તો અજાયબી જ છે ને ? બાકી, બુદ્ધિના આધારથી જીવે છે એ બધા !
તમને એમના માટે જે ભાવ હોય, પ્રેમ હોય, એ અમે એક્સેપ્ટ