________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૭૩
૧૭૪
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
કહેવાય. ઓનરશીપવાળા હોય ત્યાં સાચા ગુરુ ન હોય. એ માલિકીવાળા ને આપણે માલિકીવાળા, બેઉ અથડાયા કરે !
પ્રશ્નકર્તા : મન-વચન-કાયાથી એ મુક્ત છે એવું મને બીજી કોઈ પણ વ્યક્તિ કહે, તો મારે એને માની લેવું કે એ ગુરુ છે એમ ?
દાદાશ્રી : ના, એવું માની ના લેવું. આપણે જરા તપાસ કરવી જોઈએ. કંઈ કહેવાથી માની ના લેવાય. અગર તો એને કહેવું જોઈએ કે તો મારો નિવેડો લાવી આપો, આપ જો મુક્ત છો તો મને આ બંધનમાંથી છોડાવો.
પ્રશ્નકર્તા : એનો કોઈ ડેફિનેટ અનુભવ કે ડેફિનેટ પ્રતીતિ હશે કે નહીં, કે એ સાચા ગુરુ છે ?
દાદાશ્રી : આપણે ગાળ ભાંડીએ તો સહજ ક્ષમા હોય. આપણે મારીએ તોય ક્ષમા હોય, ગમે તેવું અપમાન કરીએ તોય ક્ષમા હોય. પછી સરળ હોય. આપણે સાવ સોનું આપીએ તોય એ લે નહીં. જે લક્ષ્મી અને સ્ત્રીને અડે નહીં. આવાં બધાં કેટલાંય લક્ષણ હોય અને પાછી એમનામાં બુદ્ધિ ના હોય. બુદ્ધિવાળાનું શું કામ ? આપણે બુદ્ધિવાળા ને એ બુદ્ધિવાળા, બેઉ લડેલડા કરે, વાદવિવાદ કરે !
પ્રશ્નકર્તા : આચરણમાં તો એવા પુરુષ મળી રહે આપણને, પણ મનથી છે કે નહીં એ શું ખબર પડે આપણને ?
દાદાશ્રી : બીજા વર્તનની કંઈ જરૂર નથી. બુદ્ધિ જતી રહી છે. કે નહીં એ તમને સમજણ પડે એ. બાકી, બુદ્ધિ ના હોય તો તો કામ જ થઈ ગયું. એ પોતે જ એમ કહે કે, અમને બુદ્ધિ નથી તો કામ થઈ જાય, પણ એવું કોઈ કહે નહીંને વર્લ્ડમાં ! કોઈ એવો મૂરખ ના હોય કે મારામાં બુદ્ધિ નથી એવું બોલે. બોલે ખરો કોઈ ?
પોતાની સમજણથી જ કહે છે ! સમજણ એવી હોવી જોઈએ કે પછી ફેરવી ના જોઈએ. ગમે તેને જ્ઞાની કહે, તો દ્વિધા રહે તો એનું કલ્યાણ ના થાય. એટલે દ્વિધા રહેતી હોય તો આપણે દેખાડી જવું જોઈએ કે, સાહેબ, આ કેમનું લાગે છે ?” તો હું કહ્યું કે, “ભઈ, આ આમ છે ને આ આમ છે. તું માની બેસીશ નહીં, છોડી દે, નહીં તો તું માર્યો જઈશ. દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ રાખીશ તો માર્યો જઈશ તું. તારી બુદ્ધિ નથી કે, તે જ્ઞાનીને ઓળખી શકે.' જ્ઞાનીને ઓળખવું એ તારી બુદ્ધિની બહારની વાત છે. આ તો એનાં પુસ્તકો વાંચીને તું બોલું છું. બાકી, એ પુસ્તક મારી પાસે લાવ, તો એક-એક વાક્ય કહી આપું, કે આ વિરોધાભાસ છે.
પુણ્ય-પાપતાં ખાતાં... પ્રશ્નકર્તા : એક સંતે લખેલું છે કે ‘પાપ કા ખાતા અલગ હૈ ઔર પુણ્ય કા ખાતા અલગ હૈ. દોનોં કે ફલ અલગ અલગ ચખને કો મિલેંગે. કર્મ સે કર્મ ટૂટતા નહીં, કર્મ નાશ તો આત્મજ્ઞાન સે હી સંભવ હોતા હૈ.'
દાદાશ્રી : બિલકુલ કરેક્ટ વાત છે. પ્રશ્નકર્તા: આ બુદ્ધિમાં લખાયેલું છે કે જાગૃત અવસ્થામાં ?
દાદાશ્રી : આ બુદ્ધિની જાગૃત અવસ્થામાં લખાયેલું છે, જ્ઞાન જાગૃતિમાં નથી. હા, મને જ્ઞાન નહોતું તોય હું આવું બોલતો હતો. લોકોને સમજાવતો હતો કે ભઈ, ‘પુણ્ય અને પાપ બે ખાતાં જુદાં ભગવાને રાખ્યાં છે.' શા હારુ કે, આ વણિક લોકો કેવા જુદાં રાખે છે ? પંચાણું ટકા પુણ્ય કર્યું હોય તો પંચાણું ટકા જમે અને પાંચ ટકા પાપ કર્યું હોય તો પાંચ ટકા બાદ. પંચાણુંમાંથી પાંચ બાદ કરીને નેવું મૂકતા નથી. ભગવાન કાચી માયા નથી અને જો એવી કાચી માયા હોય તો વણિક લોકોને ઘેર દુઃખ હોત જ નહીં. એટલે મેં આ પહેલેથી બૂમ પાડ પાડ કરેલી. વણિક લોકો છોડે કે ?
પ્રશ્નકર્તા : બાદબાકી કરીને હવાલો નાખી દે.
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એવું છે કે, આપણા લોકોને તો સમજણ કેવી ? બાળક અવસ્થા કેવી હોય ? આનેય જ્ઞાની કહે ને બીજાનેય જ્ઞાની કહે,