________________
૧૭૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૭૧ બુદ્ધિ વધારે, પેલાના કરતાં મારી બુદ્ધિ વધારે. જગતમાં એવું જ ચાલે
પ્રશ્નકર્તા : જી હા.
દાદાશ્રી : પેલો કહે છે, “હું વધારે બુદ્ધિશાળી છું.” બીજો કહે છે, ‘હું વધારે બુદ્ધિશાળી છું.’ એટલે આ બુદ્ધિના ઘોડા રેસકોર્સમાં પડ્યા છે. હા, જ્ઞાની રેસકોર્સમાં ના હોય. એમને બુદ્ધિ જ ના હોય ત્યાં. અને પેલા બુદ્ધિવાળા જ્ઞાનીઓ તો હરીફ હોય. રેસકોર્સ હોય ત્યારે રેસકોર્સમાં માણસ હોય કે ઘોડા હોય ? બુદ્ધિ ના હોય એવો માણસ જ કોઈ ના હોય ને ! કો'ક ફેરો કો'ક અબુધ હોય, તે જ્ઞાની પુરુષ. એ વર્લ્ડની અજાયબી કહેવાય અને અજોડ કહેવાય, એની જોડી ના હોય.
આ બુદ્ધિવાળાઓ ફર્સ્ટ રેન્ક (પહેલો નંબર) ખોળે છે ! પણ ફર્સ્ટ રેન્ક તો ત્યાં પહેલો ઘોડો પહોંચશે તેને મળે, બીજાં બધાં ઘોડાં હાંફી જાય તે નકામાં ! એવું બુદ્ધિની રેસમાં ઘોડા દોડે એમ દોડે છે, તોય કોઈનો પહેલો નંબર આવ્યો નહીં. બાકી, બુદ્ધિ હોય ત્યાં આત્મજ્ઞાન થાય જ નહીં. બુદ્ધિ ખલાસ થાય ત્યારે આત્મજ્ઞાન થાય.
આ તો આત્મજ્ઞાનીઓ હિન્દુસ્તાનમાં છે તે બધા બુદ્ધિવાળા. આપણે એમ પૂછીએ કે તમારામાં બુદ્ધિ ખરી કે નહીં ? “મારા જેટલી તો કોઈનામાં હોઈ શકે જ નહીં, એમ કહે. બધા કહે એટલે આપણે સમજી જવું કે આ બધા કંઈ છે નહીં. જ્યાં સુધી બુદ્ધિ ત્યાં સુધી કલ્પના અને બુદ્ધિ ખલાસ થઈ કે કલ્પના ગઈ. બુદ્ધિ ખલાસ થાય ત્યારે આ જ્ઞાન પ્રગટ થાય, આપોઆપ. એક બાજુ બુદ્ધિનું ખલાસ થવું ને એક બાજુ આ જ્ઞાનનું પ્રગટ થવું, બે સાથે છે. હવે બુદ્ધિ ક્યારે ખલાસ થાય ? અહંકાર ખલાસ થાય ત્યારે.
જ્ઞાની તે કોને કહેવાય ? એમને અહંકારના શીંગડા-બીંગડા ના હોય, એમનામાં ફક્ત બુદ્ધિ ના હોય, દેહધારીરૂપે પરમાત્મા જ કહોને ! બે કલાકમાં મોક્ષ આપે. ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઓફ ડિવાઈન સોલ્યુશન (અધ્યાત્મના ઉકેલની આ રોકડી બેન્ક છે) ! બધાય કેશ
બેન્ક કહે છે, પણ કેશ બેન્ક ક્યાં હોય ? જ્યાં બુદ્ધિ બિલકુલ ના હોય ત્યાં. એટલે અમારામાં બુદ્ધિ નથી, એમ અમે જાહેર કર્યું. એટલે અમારી સ્પર્ધામાંય કોઈ ના આવે.
પ્રશ્નકર્તા : કોઇ સ્પર્ધામાં આવે કદાચ, તો પછી તમે એવા નાસ્તિકને શો જવાબ આપો ?
દાદાશ્રી : એ મારી પાસે આવે તો બહુ સુંદર જવાબ આપું. એ આવે, તો તરત મારી પાસે ખૂબ જવાબ છે. એ માણસને દેખું ને એટલે જવાબ ખૂલે મારી પાસે.
‘ત્યાં' પ્રાપ્ત મૂળ સ્વરૂપ ! પ્રશ્નકર્તા : મૂળ સ્વરૂપને ઓળખવા માટે કઈ જાતના પ્રયત્નો હોવા જોઈએ ? - દાદાશ્રી : મૂળ સ્વરૂપ ઓળખવા માટે, મૂળ સ્વરૂપ જેણે જાણ્યું હોય, જે મૂળ સ્વરૂપમાં જ રમણતા કરતા હોય, ત્યાં જઈએ તો આપણો નિવેડો આવે. હવે એને માટે આપણે તપાસ કરવા જઈએ તો બધા બહુ જણ એમ કહે કે અમે મૂળ સ્વરૂપને જાણીએ છીએ, તો પછી આપણે તપાસ કરવી કે કોનામાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ, બુદ્ધિ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં. શબ્દ કરીને થાય, અનુભવે કરીને નહીં. જ્યારે બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિનો એક સેન્ટ ના હોય, ત્યારે એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય. તે ત્યાં એવો બુદ્ધિ વગરનો માણસ આપણે ખોળી કાઢો. એવા કેટલા હોય દુનિયામાં ? આ અમે એકલા જ બુદ્ધિ વગરના છીએ, તો તમારે જેવું કામ કાઢવું હોય તે અહીં નીકળી જાય.
પ્રશ્નકર્તા : મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુ મારા માટે કોણ
દાદાશ્રી : જયાં બુદ્ધિ ના હોય ત્યાં અને મન-વચન-કાયાની ઓનરશીપ (માલિકીભાવ) ના હોય. એટલે ત્યાં આગળ સાચા મળ્યા