________________
(૫) ખપે હૃદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !
૧૬૯
૧૭)
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
પાછળ પાછળ આપણે ચાલીએ, એમને ફોલો કરીએ એ આપણા ગુરુ કહેવાય. ગુરુ એન્ડ ફોલોઅર્સ ! ગુરુ નક્કી કરી આપે. આપણને નક્કી થાય નહિ, સમજ ના પડે પણ એ હોય આપણી જોડે ને જોડે. આગળ મોનિટર હોય ને ? ત્યાં સુરત સુધી જરૂર ખરી. આ તો સુરતથી આગળ જેને જવું હોય તેને માટે આ વાત છે.
પ્રશ્નકર્તા : પણ દાદાજી, બુદ્ધિ જો સુરત સુધી જ પહોંચાડે તો સુરતથી આગળ જવા માટે મારે પછી શેનો આશરો લેવાનો ? દાદાશ્રી : પછી જ્યાં બુદ્ધિ ના હોય તેનો આશરો લેવાનો.
બુદ્ધિથી પર, તે જ્ઞાતી ! પ્રશ્નકર્તા : આ ભાઈ ‘બહુ જ્ઞાની’ છે.
દાદાશ્રી : એમ કે ? ‘બહુ જ્ઞાની’ને ‘જ્ઞાની’ ના કહેવાય. એક જ જ્ઞાનીને જ્ઞાની કહેવાય ! બહુવચન ના હોય આમાં. બહુ જ્ઞાની એ બધું ભેળસેળ થઈ ગયો, ખીચડો થઈ ગયો. ‘બહુ જ્ઞાની’ શું થાય ? બુદ્ધિમાં જાય. એટલે મારું કહેવાનું કે કશી હેલ્પ ના કરે. હેલ્પ તો, એક જ્ઞાની જ હેલ્પ કરે.
પ્રશ્નકર્તા : હવે જ્ઞાની પુરુષ જ્યારે શબ્દ વાપરીએ છીએને, ત્યારે ઘણીવાર શાસ્ત્રજ્ઞાનીનેય જ્ઞાની પુરુષ કહે છે.
દાદાશ્રી : ના, જેનામાં બુદ્ધિ નથી ને, એ જ્ઞાની પુરુષ. બુદ્ધિવાળા હોય એ બધાય અજ્ઞાની.
પ્રશ્નકર્તા : એટલે ખોટા અર્થમાં તણાઈ જવાય છે કે જ્ઞાની પુરુષ એટલે શાસ્ત્રોને બહુ સારી રીતે સમજેલા માણસ ?
દાદાશ્રી : ના, પણ એમનામાં બુદ્ધિ હોય ને ! એટલે એ બધા કેન્સલ થઈ જાય. બહાર બુદ્ધિવાળા જ્ઞાનીઓ તો બધા બહુ છે. જોઈએ એટલા, ગુડ્ઝની ગુડ્ઝ ભરાય. પણ બુદ્ધિ નહીં એ જ્ઞાની કહેવાય. પેલા શાસ્ત્રજ્ઞાનીઓ કહેવાય, એ તો બધા બુદ્ધિવાળા, એને કોણ જ્ઞાની કહે ?
બુદ્ધિવાળા હોય તે વકીલાતમાં કામ લાગે અને ડૉક્ટરી લાઈનમાં કામ લાગે. પેલા શાસ્ત્રજ્ઞાનીઓ એય બુદ્ધિવાળા છે. હવે બુદ્ધિ છે એટલે એ જ્ઞાની નહીં અને જ્ઞાની હોય ત્યાં બુદ્ધિ નહીં, આ કાયદો છે. અહીં વ્યવહારમાં જ્ઞાની કોણ કહેવાય ? બુદ્ધિવાળા. પણ ખરી રીતે એ જ્ઞાની નથી. જ્ઞાની તો બુદ્ધિથી પર ગયેલા હોય અને બુદ્ધિથી પર ગયેલા જ્ઞાની, પરમાત્મા જ કહેવાય.
મુક્ત પુરુષ તો તેને કહીએ ! મુક્ત પુરુષ કેવા હોય કે જ્યાં બુદ્ધિનો છાંટો હોય નહીં !
અને આપણે અહીં તો દરેક શહેરમાં બસો-બસો મુક્ત પુરુષો (!) છે, એમાં ક્યારે દહાડો વળે ? એ જ છૂટ્યો નથી. ઘરનાં કંટાળી ગયાં હોય, બૈરી-છોકરાં બધાંય ! અને આપણે માટે એ ‘મુક્ત પુરુષ’ થઈ બેસે !
હવે આવરણ મુક્તમાં શું હોય ? બુદ્ધિ બિલકુલ હોય નહીં. એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય. એટલે ઈગોઈઝમ ના હોય. ત્યારે એ આવરણ મુક્ત પુરુષ કહેવાય. તો ત્યાં આપણાં બધાં આવરણ મુક્ત થાય. જે પોતે આવરણ મુક્ત છે, એવા જો બુદ્ધિ વગરના જ્ઞાની મળે, તો એ જ્ઞાની પાસેથી તારું જે કામ કરવું હોય તે થઈ શકે. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય અને અહંકાર હોય ત્યાં સુધી આપણો શુક્કરવાર વળે નહીં અને શનિવાર થાય નહીં.
હિન્દુસ્તાનમાં જ્ઞાની જોઈએ એટલા બધા છે, પણ બુદ્ધિવાળા જ્ઞાનીઓ કશાય કામમાં ના આવે. એનું પોતાનું જ તારણ ના કાઢે ને ! કારણ કે બુદ્ધિ એની ડખલ કર્યા જ કરે.
બુદ્ધિશાળીઓની ઘોડદોડ ! પ્રશ્નકર્તા : જ્ઞાનીમાં બુદ્ધિ ન હોય, એ બરાબર એક્સેપ્ટ થાય એમ સમજાવો.
દાદાશ્રી : લોકો બુદ્ધિમાં હરિફાઈ કરે છે, કે આના કરતાં મારી