________________
(૫)
ખપે હૃદયમાર્ગ, તહીં કે બુદ્ધિમાર્ગ !
આશરો, બુદ્ધિતી આગળતો !
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એમ થયો કે, મોક્ષે જવું હોય તો બુદ્ધિનાં કમાડ વાસી દેવા ?
દાદાશ્રી : બુદ્ધિ નહીં હોય તો જ મોક્ષ થશે. બુદ્ધિ હશે ત્યાં સુધી સંસારમાં ભટક ભટક ભટક... કરવાનું, પછી ગુરુરૂપે કે બાવારૂપે, ગમે તે રૂપે ભટકવાનું.
પ્રશ્નકર્તા : માણસ જન્મ્યો ત્યારથી બુદ્ધિના સહારે જ જીવે છે. ઘણા બુદ્ધિના સહારે મોક્ષે ગયા છે એમ આપણે જાણીએ છીએ.
દાદાશ્રી : ના, બુદ્ધિ મોક્ષે જવા ના દે. બુદ્ધિના સહારે સુરત સ્ટેશન સુધી આવે ને સુરતથી આગળ વિરમગામ જવા માટે બીજો સહારો જોઈએ. તો પ્રગતિ થાય. બુદ્ધિ પ્રગતિ કરાવે છે, પણ સુરત
સ્ટેશન પર છોડી દે તમને.
પ્રશ્નકર્તા : પણ સુરત સુધી તો અમારે પહોંચવું પડે ને ?
દાદાશ્રી : હા, સુરત સુધી પહોંચવા માટે બુદ્ધિની જરૂર. પણ જેને આગળ જવું હોય તેણે પેલું ખોળી કાઢવું જોઈએ. અહીં આ ગુરુઓ હોય છે અને ગુરુઓ કેવા હોય, કે એ આગળ ચાલે ને આપણે પાછળ ચાલીએ. ત્રણ રસ્તા આવે એટલે ડિસિઝન એ લે કે ભઈ, આ ત્રણમાંથી આ રસ્તે ચાલો બધા. આપણે એના ફોલોઅર્સ કહેવાઈએ. અને જેની