________________
૧૬૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના !
૧૬૭
તું માગી લે. જ્યારે ત્યારે છૂટું જ થવું પડશે.’ પછી અમે અબુધ થયા, તે શી રીતે થયા ? એ રીતે થવું જ પડશે, અબુધ તો. અબુધ થયા વગર છૂટકો નથી.
પ્રશ્નકર્તા : મેં બુદ્ધિ બાજુ પર મૂકી દીધી.
દાદાશ્રી : બુદ્ધિ બાજુ પર મૂકી દે ને, તો આ જગત બહુ સરસ ચાલે એવું છે. જ્ઞાન પ્રગટ થયું જ્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય ? બુદ્ધિનો અભાવ થાય ત્યારે. એનાં બધાં કનેક્શન મળવાં જોઈએ ને ? આ તો આપણું જ્ઞાન એવું છે કે ધીમે ધીમે આપણે એના ઉપર દૃષ્ટિ રાખીશું તો ઓગળ્યા કરે બધું. એટલે આપણા મહાત્માઓને તો પેલું મીણબત્તીનું (બુદ્ધિનું) સળગતું રહે છે, એનાથી જુએ છે. અલ્યા, આનાથી (જ્ઞાનથી) જો ને ! આ સ્વ-પરપ્રકાશક છે !
દાદાશ્રી : એટલે એ દાદા એ જ આપણું સ્વરૂપ છે અને એ જ દાદા મહીં બેઠેલા છે અને આ દેખાય છે ને, એ બધાં તો ખોખાં છે, પેકીંગ છે બધાં ! પેકીંગમાં જેને આત્મબુદ્ધિ છે, તેનાથી સંસાર ઊભો થયો છે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થાય કે બુદ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે ?
દાદાશ્રી : બુદ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે, બીજો કોઈ સંબંધ જ નથી. આપણે અહીં આગળ માનીએ કે, ‘હું ચંદુલાલ છું.’ તે દેહમાં હુંપણું મનાયું. એ દેહમાં આત્મબુદ્ધિ છે, માટે દેહાધ્યાસ. આત્મામાં આત્મબુદ્ધિ થાય એટલે મૂળ સ્વરૂપમાં આવી ગયો. લોકોને શું ભાન છે કે ‘નામ તે જ હું’, ‘આ દેહ તે હું છું', દેહમાં આત્મબુદ્ધિ છે.
જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ થશે એનું નામ મોક્ષ થયો કહેવાય અને દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર ! એટલે શું કે જ્યાં પોતે નથી ત્યાં પોતાને આત્મબુદ્ધિ થઈ છે. એટલે આત્મામાં આત્મબુદ્ધિ થઈ જાય એટલે બસ, કામ થઈ ગયું !
બુદ્ધિ જાય, પછી વીતરાગતા ! પ્રશ્નકર્તા : બુદ્ધિ પાછી પેસી નથી જતી. એ ઉછાળા મારતી હતી, પણ હવે કહ્યાગરી થઈ છે. એને કહું છું બિંદુની જેમ ના રહે, સાગરમાં આવી જા.
દાદાશ્રી : હા, અર્પણ કરી દેવાની. બરોબર છે, મૂકી દો. પ્રશ્નકર્તા : તો પછી બુદ્ધિ પાછી કહ્યાગરી બને છે.
દાદાશ્રી : ના, એ તો એવું છે ને, એ અર્પણ કરે ને તોય એનો અમુક ભાગ અર્પણ થઈ જાય અને પછી પાછી વળગે. એટલે આપણે ભાવ જ એવો રાખવાનો. બુદ્ધિને એમ કહેવાનું કે ‘તેં ઘણા ઉપકાર કર્યા છે. માટે હવે તો તને બધું છૂટું કરીએ. તારે જે જોઈતું હોય તે