________________
વિચરે તો વિચાર
૧૩૯
તન્મયાકાર ના થાય. હા, મનને બીજી જગ્યાએ મૂકે ખરો, એકાગ્રતા કરી શકે પણ તન્મયાકાર સ્થિતિ ના છૂટે. એ તો જ્ઞાની પુરુષની કૃપા ઉતરે ત્યારે છૂટે.
મનમાં આત્મા તન્મયાકાર થાય તો જ છે તે મનની અસર થાય. આત્મા એને અડે નહીં, તો મન કશું નડે નહીં.
વિચરે એટલે યોનિમાં બીજ પડે અને આવતા ભવનું કર્મ બંધાય. વિચારથી બીજ પડે છે અને તેની થાય છે ગ્રંથિ. એ ગ્રંથિ પણ મનરૂપે ફળ આપવા તૈયાર થાય છે. એમાં મનનો દોષ નથી. તમે મનમાં તન્મયાકાર થાવ છો, એ તમારો દોષ છે. પેલું ગમતું આવે છે, એટલે તન્મયાકાર થઈ જાય છે. અને એ પણ ભ્રાંતિ છે ત્યાં સુધી. એને કૃષ્ણ ભગવાને શું કહ્યું કે તું યોનિમાં બીજ નાખે છે. આ બીજ નાનું કહેવાય એવું વાંચવામાં આવ્યું છે ?
૧૪૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) અહંકાર ના હોય તો એ શેય સ્વરૂપ થાય ને પોતે જ્ઞાતા થયો.
પ્રશ્નકર્તા : જે સ્પંદન છે, આ તરંગ છે, એ તો આપણા કર્મને અનુલક્ષીને છે ને ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : એટલે પોતે જ્ઞાતા હોય તો એ તરંગો ખલાસ થઈ જાય ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ બીજ છે. મન એ બિલકુલ ફિઝિકલ છે. તેની મહીં આ જે પાવર ચેતન છે, તેમાં ભળ્યો એટલે આવતા ભવનું બીજ નાખે છે. એ યોનિસંબંધ કહેવાય. એટલે મેં તમને શું મેં કહ્યું કે આમાં ફૂરણા થાય છે, એ તો શેય છે, એ મન અને તમે જ્ઞાતા છો. એટલે શેય-જ્ઞાતાનો સંબંધ થયો. એટલે યોનિમાં બીજ પડતું બંધ થઈ ગયું.
પ્રશ્નકર્તા : વિચારો એ અહંકારનું પરિણામ છે ?
દાદાશ્રી : હા, જ્ઞાતા રહે એટલે ખલાસ થઈ ગયું. બાકી એક્ઝોસ્ટ તો થયા જ કરવાનું. ‘વિચાર’ શબ્દ વિચરવાથી ઊભો થયો.
કર વિચાર તો પામ' એ શું ? કંઈ પણ વિચાર કરવો એ પુદ્ગલ અવસ્થા છે, આત્મઅવસ્થા નથી. છતાં એ વિચારવંતી અવસ્થા એ સારી છે, આગળ ઉપર લઈ જનારી છે. બીજા લોકોને માટે કામની છે. તેથી તો કૃપાળુદેવે કહ્યું ને કે, ‘કર વિચાર તો પામ !'
પ્રશ્નકર્તા : ‘કર વિચાર તો પામ', તો એ આત્મા માટે જ વિચાર કરવાનો ને ?
દાદાશ્રી : આત્મા માટે વિચાર કરવાનો. આત્મજ્ઞાન કેવી રીતે પમાય એનો વિચાર કરવાનો. પછી ગમે ત્યાં બાવા પાસે બેસી ગયા, તે કંઈ દહાડો વળે નહીં. એ તો જ્ઞાની પુરુષની પાસે જા અને પછી ત્યાં પામ.
વિચારેલો આત્મા એ આવરણવાળો આત્મા છે અને નિર્વિચાર આત્મા એ શુદ્ધાત્મા છે. માટે (મહાત્માઓને) હું કહું છું કે નિર્વિચાર આત્મા પામ્યા છો ! ત્યારે એક જણ કહે, કૃપાળુદેવે તો એવું લખ્યું છે, “કર વિચાર તો પામ.’ કહ્યું, ‘અલ્યા, એ ક્રમિક માર્ગ છે. વિચાર કરવો એ પુદ્ગલ છે. એ આત્માને ખોળે છે. અને તું તો આત્મા થઈને પાછો પુદ્ગલ થઉં છું ? પેલો આત્મા ખોળે છે, તે
દાદાશ્રી : અહંકારનું જ, બીજું શું ત્યારે ? બધું જ અહંકારનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : અને અહંકાર જાય તો...
દાદાશ્રી : તો વિચાર બંધ થઈ જાય. એવું છે ને, મનને કશી લેવાદેવા નથી. મન તો તરંગો એના એક્ઝોસ્ટ થયા જ કરે. ભરેલો માલ નીકળ્યા જ કરે. અહંકાર હોય તે તો એમાં ભેળસેળ થાય ને