________________
વિચરે તો વિચાર
૧૩૭
૧૩૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પછી ત રહ્યું વિચરતાર કોઈ ! પ્રશ્નકર્તા : વિચારો આવે તેને જાણ્યા કરીએ તો છૂટા રહ્યા. વિચારોમાં તન્મયાકાર થાય તો આશ્રવ થયો અને તે સમય લેવાયો તો બંધ પડે ?
દાદાશ્રી : આશ્રવ ક્યારે થાય ? ક્રોધ-માન-માયા-લોભ એ જ ભાવ થાય ત્યારે આશ્રવ થાય. ત્યાં સુધી આશ્રવ થાય નહીં. વિચારોમાં તો પ્રમાદ થાય. પોતાની જગ્યામાં બેઠો હતો ત્યાંથી વિચર્યો. સારા વિચાર આવ્યા એટલે ગમ્યા એટલે ત્યાં વિચરી અને તન્મયાકાર થાય,
એ પ્રમાદ કહેવાય. અને ખરાબ વિચાર આવે ત્યારે વિચરે નહીં. કંટાળી જાય ત્યાં ઊભો રહે. બીજા સ્પંદન થયા કરે. તેને કંઈ લેવાદેવા નથી. આ જ્ઞાન લીધા પછી વિચરનાર રહ્યો જ નહીં. હવે જે વિચરનાર છે તે અજીવ તત્ત્વ છે. જીવ તત્ત્વ તો ઊડી ગયું. વિચરનારું અજીવ તત્ત્વ એટલે પહેલાનું ડિસ્ચાર્જ છે આ બધું. પણ તેને, એ વિચારને આપણે જોયા કરવા જોઈએ. એની મહીં તન્મયાકાર થાવ, આપણે જો પ્રમાદ કરીએ તો એ તો ફરી ફરી પાછું ધોવું પડે. જેટલાં કપડાં આવે એટલાં ધોઈ નાખવા જ જોઈએ ને ? પાછા દસ રહેવા દઈએ તો પાછા ફરી આવે.
પ્રશ્નકર્તા : પણ આશ્રવ અને બંધની વચ્ચેની લક્ષ્મણરેખા કેવી રીતે જાણવી ?
દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ થાય એ આશ્રવ કહેવાય. અને પછી જો પાછળ પસ્તાવો થાય તો બંધ ના પડે અને પસ્તાવો ના થાય અને એમ કહે કે “આ કરવા જેવું જ છે', તો સજ્જડબંબ ! ‘મારે આમ કેમ થાય છે, મારે આ ના જોઈએ ને આ શું થઈ રહ્યું છે” એ પાછું ના બંધાવા દે. પણ જગતના લોકોને તો તરત જ એ ગમે. એટલે ત્યાં આગળ બે જાતની પ્રવૃત્તિ ના હોય એમની. પ્રાકૃતિક પ્રવૃત્તિ હોય. અને આ જ્ઞાન પછી તો પ્રકૃતિ ને આત્મા બંને જુદી વસ્તુ છે. એટલે પ્રકૃતિ ક્રોધ કરે અને મહીં આત્મા (પ્રજ્ઞા) કહેશે,
‘નહીં, આવું ના હોવું જોઈએ. તેથી કહું છું કે તે ડિસ્ચાર્જ કહેવાય. પછી કર્મ બાંધે નહીં. કારણ કે કર્મ બાંધનારો તન્મયાકાર થયો તો બાંધે. પોતે જુદો રહીને કહે છે કે આમ ના હોવું જોઈએ, તો ના બાંધે.
તન્મયાકાર થનાર કોણ ? મન જીવવું છે કે મરેલું ? જીવતું હોય તો મરે નહીં. જીવતું હોય તો મરે શી રીતે ? મન મરેલું છે. મનને આપણે આધાર આપીએ કે “મને વિચાર આવ્યો’ કે જીવતું થયું, હડહડાટ ! વિચાર તો મનને જ આવે છે, પોતાને નથી આવતા. એને ખરાબ વિચાર આવે છે, ત્યારે મને નથી ગમતું. બહુ ખરાબ વિચાર આવે છે, બહુ ખરાબ વિચાર આવે છે' કહેશે. એટલે આધાર નથી આપતો. એવું બને કે ? કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે આપનું કહેવું.
દાદાશ્રી : હા, સારા વિચાર આવે છે એ મન વિચાર કરે છે ને તમે ચોંટી પડો છો કે “મને વિચાર આવ્યા, મને વિચાર આવ્યા !” હોય તારા, આ તો મનના છે, બળ્યા ? અને ના ગમતું આવે છે તે છેટો રહે છે ને પછી શું કહે છે, ‘પણ મનમાં બહુ ખરાબ વિચાર આવે છે.’ પણ અલ્યા, તે કેડતા નથી ને ? અને આવે છે તે એને ઘેર આવે છે, આપણે શું છે તે ?
મન જીવતું રહ્યું છે એનો અર્થ શું કે મન અને આત્મા એકાકાર થાય છે, ત્યારે મન જીવે છે. મનમાં સારો વિચાર આવ્યો એટલે મનની મહીં આ આત્મા તન્મયાકાર થઈ જાય. હવે આત્મા એટલે મૂળ આત્મા તન્મયાકાર થતો નથી. અહંકાર તન્મયાકાર થઈ જાય છે. અહંકાર એટલે મૂળ આત્માનો રિપ્રેઝેન્ટેટિવ (પ્રતિનિધિ), એ તન્મયાકાર થઈ જાય. એટલે મન જીવતું થઈ ગયું. હવે જો મનમાં તન્મયાકાર ન થાવ, તો મન તો એની મેળે ખલાસ થઈ જવાનું.
મનમાં માણસ તન્મયાકાર જ થાય. મનુષ્યની શક્તિ નથી કે