________________
વિચરે તો વિચાર
૧૩૫
એટેચમેન્ટ મત સંગે.... આ સૂર્યનારાયણ ઊગે છે અહીં, એ તમને હરકત કરે છે ? ના. એવું મન તમને બિલકુલ હરકત કરતું જ નથી. આ પોતાનો જ દોષ છે, પોતાની જ નબળાઈ છે, વીકનેસ છે. કારણ કે મન વિચાર કરે છે, એના સ્વભાવમાં રાચે છે. હવે મન જો એનાં સ્વભાવમાં રાચતું હોય તો એમાં તમે તન્મયાકાર થાવ, એમાં મન શું કરે છે ? તમે તન્મયાકાર થાવ એમાં મનનો દોષ ખરો ? મને શું કહે છે કે જો મારામાં તન્મયાકાર ના થાવ, તમને મારી પર ‘એટેચમેન્ટ’ (તન્મયતા) ના થાય તો તમે ભગવાન છો. આ છેલ્લી વાત છે, અને “એટેચમેન્ટ’ થયું એટલે તમે જીવાત્મા છો. મન જોડે ‘એટેચમેન્ટ’ થતું હશે કોઈને ?
પ્રશ્નકર્તા : અમે લોકો તો ‘એટેચમેન્ટ’થી જ ચાલીએ છીએ. એટલે બધી ગરબડ થાય છે.
દાદાશ્રી : મનની જોડે ‘એટેચમેન્ટ'થી જ આ જગત ઊભું રહેલું છે. બીજી કોઈ ભાંજગડ નથી. હવે મનની જોડે ‘એટેચમેન્ટ’ ક્યારે નથી હોતું કે જ્યારે ખરાબ વિચાર આવે ને, ત્યારે. આ કહે છે કે મને બહુ ખરાબ વિચાર આવે છે, મને ખરાબ વિચાર આવે છે.” અલ્યા, તને નથી આવતા, પણે આવે છે. તું તારી મેળે ભ્રાંતિથી માની બેઠો છે. એટલે આ ખરાબ વિચાર આવે છે ત્યારે મનથી કેવો છેટો રહે છે ? પણ એને ભોગવવાની ઇચ્છા છે, તેથી ‘એટેચમેન્ટ' થઈ જાય છે.
પોતે વિચરે તો જ વિચાર !
૧૩૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) શી રીતે કહેવાય ? વિચાર શબ્દ ક્યાંથી લાવ્યો, ભઈ ?
એક ભાઈ મને કહે છે, “આ મારું મન બહુ વિચાર કરે છે.’ મેં કહ્યું, ‘અલ્યા, મન શી રીતે વિચાર કરે છે ? તું મહીં પેઠો, તેથી વિચાર થાય છે. મન તે વિચાર કરતું હોય ? મન અંદન કર્યા કરે. તને મનનાં સંદન ગમે છે, તે પેસી જઉં છું એની મહીં. હું તો કોઈ દહાડો ક્ષણેય વિચર્યો નથી, તો મને વિચાર જ ક્યાંથી આવે છે ? કારણ કે હું તો આ રોગ જ જાણું છું ને ! રોગને કોણ ફરી પાણી પાય ? અને વિચર્યા એટલે પરાધીન થયાં તમે. તમારી સ્વતંત્રતા ખોઈ નાખી.”
આ મન છે તે એક્ઝોસ્ટ થયા જ કરે છે નિરંતર. કોઈ દહાડો મન એક્ઝોસ્ટ થયા વગર રહે નહીં, જાગૃત કાળમાં અને નિદ્રાકાળમાં સ્થિર થઈ જાય. એ તો દરેક વસ્તુ હંમેશાં એક્ઝોસ્ટ થયા જ કરે છે. તે મન એક્ઝોસ્ટ થયા કરે છે. નિરંતર એક્ઝોસ્ટ થવું એ સ્વભાવ છે. એનો. એ એક્ઝોસ્ટ થતું હોય તો એમાં આપણને કશું લેવાદેવા નથી. દરેક વસ્તુ એનાં બંધારણ થયા પછી એક્ઝોસ્ટ થયા જ કરે. એનાં એક્ઝોસ્ટના જે જે પર્યાય ઊભા થાય, અવસ્થાઓ, તે પોતે વાંચી શકે છે. પણ જગતને ખબર નથી, પોતાના સ્વરૂપનું ભાન નથી. ક્યાં સુધી એક્ઝોસ્ટ થાય છે, કેવી રીતે, કશું ખબર નથી. મને જ વિચાર આવ્યો, મારા સિવાય કોઈ છે જ નહીં, એવું જ જાણે છે.
મહીં તો એટલાં બધાં છે કે ન પૂછો વાત. ‘ક’વાળા છે બધાં. કોણ કોણ છે એ બધા ? ક્રોધક, લોભક, ભાવક બધા બહુ જાતના | ‘ક’ છે. એ ‘ક’ કરાવડાવે છે આ. અમારામાં એ ‘ક’ ના હોય. એક્ઝોસ્ટ થઈ ગયું હોય. હતું તો ખરું પણ તે એક્ઝોસ્ટ થઈ ગયું. એટલે આ મન જ્યારે એક્ઝોસ્ટ થઈ જાય ત્યારે પછી જ એની મજા આવે. એ વીતરાગ આનંદ, એ વાત જ જુદી છે. તમારે જ્ઞાન લીધા પછી એક્ઝોસ્ટ થઈ શકે, નહીં તો એઝોસ્ટ થાય નહીં અને આપણું આ જ્ઞાન છે, એ નિર્વિચાર પદ . અહીં તો જે વિચારનું કેન્દ્ર હતું મન, તે તો શેય છે ને તમે જ્ઞાતા છો.
મન નડતું નથી, કોઈ નડતું નથી, પોતાની અજ્ઞાનતા જ નડે છે. તમે વિચરેલાને જોયેલાં નહીં ? વિચરે તેને જોયેલાં કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ને વિચરે તો જ વિચાર કહેવાય, નહીં તો વિચાર