________________
મનનું સાયંટિફિક સ્વરૂપ !
૧૨૫
દાદાશ્રી : હા, તો જ પ્રકાશ થાય બરાબર.
પ્રશ્નકર્તા ઃ એવી રીતે આ બે, મન અને આત્માને એકાકાર કરવામાં આવે, તો જ તદાકાર થાય અને સાક્ષાત્કાર થાય એવું જે જ્ઞાનીઓ કહે છે, તે બરાબર છે ?
દાદાશ્રી : ના, ખોટું છે.
પ્રશ્નકર્તા : તો ખરું શું છે ?
દાદાશ્રી : આત્મા તો એક સ્વતંત્ર વસ્તુ છે. એ બધી જે વાતો બહાર ચાલે છે, એ આત્મા ન્હોય. મન ને આત્મા એ બે એકાકાર કોઈ દહાડોય થાય નહીં. આત્મા હોય તો મન વશ થાય ખરું, પણ મન ને આત્મા, બે એકાકાર થાય નહીં. મન ટેમ્પરરી છે અને આત્મા પરમેનન્ટ છે, બેનો મેળ શી રીતે પડે ? મન તો મરવા માટે આવેલું છે અને આત્મા તો સનાતન વસ્તુ છે. એટલે આ બધી વાત કહે છે એ તદ્દન ખોટી છે. સો એ સો ટકા ખોટી, એક અંશેય સાચી નથી. હૃદય ત માતે, મતની વાત...
પ્રશ્નકર્તા : હવે મન અને હૃદય બે જુદાં જુદાં છે ?
દાદાશ્રી : ના, હૃદયની અંદર જ મન છે. પણ મનનું ફંક્શન (કાર્ય) જુદું છે ને હૃદયનું ફંક્શન જુદું છે. એની જગ્યા, ભૂમિકા ત્યાં
છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત મનમાં ખરાબ વિચારો આવે પણ હૃદય ના પાડે, તેમ છતાંય મન છે તે સર્વોપરી બની અને ખરાબ કરે તો એનો જવાબદાર કોણ ?
દાદાશ્રી : એવું છે ને, મન ન્યૂટ્રલ (તટસ્થ) છે. એ કંઈ પણ કામ કરી શકે જ નહીં. મનમાં તમે ‘પોતે’ ભળો તો કામ થાય. ન્યુટ્રલ વસ્તુ કોઈ દહાડો કશું કામ કરી શકે નહીં.
પ્રશ્નકર્તા : તમે એટલે કોણ ? આત્મા કે હૃદય ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : તમે તમારી જાતને જે માનતા હો તે. તમે ચંદુભાઈ કહો કે ગમે તે કહો. તે તમે મનમાં ભળો તો મન જીવતું થાય અને તો કામ થાય. તમે ના ભળો તો મન ન્યુટ્રલ છે. કશું કરી શકે નહીં. એમતી ઉત્પત્તિ શેમાંથી ?
૧૨૬
પ્રશ્નકર્તા : વિચારો અને લાગણીઓ ભાનને ઘણીવાર બહાર વહેવડાવે છે, તો સ્વભાનમાં સતત રહી શકાય, તે માટે શું કરવું ?
દાદાશ્રી : ભાન એટલે જાગૃતિ. જાગૃતિ જાય, ભાન જાય એટલે મહીં અંધારું ઘોર થઈ જાય. લાઈટ બહાર લઈ જાય એટલે ઘરમાં અંદર અંધારું થઈ ગયું. હવે વિચારો ને લાગણીઓ શેમાંથી ઉદ્ભવ થાય છે, એ સમજવું પડે. તો પોતે સ્વભાનમાં રહેવાનો પ્રયત્ન કરે તો કામ લાગે.
પ્રશ્નકર્તા : એમાં મનની લાગણીઓમાં કંઈ ફેરફાર થાય ખરો ? દાદાશ્રી : કશો જ ફેરફાર થાય એવું નથી. મન જડ છે, બિલકુલ જડ છે.
પ્રશ્નકર્તા : જડ એકલું હોય તો ન કરી શકે. જડની સાથે ચેતન જો ભળે તો જ વિચારની શક્તિ આવે ને ? નહીં તો વિચારની શક્તિ ના આવે.
દાદાશ્રી : એ ચેતન ભળતું નથી. એ એમાં ભળે તો મિક્ષ્ચર (મિશ્રણ) થઈ જાય. એટલે ચેતન વિચારી શકતું નથી.
શું એ સાયકોલોજિકલ અસર છે ?
પ્રશ્નકર્તા : માઈન્ડ એ સાયકોલોજિકલ ઈફેક્ટ (માનસિક અસર) એવું કહી શકાય ?
દાદાશ્રી : ના, માઈન્ડ એ તો એક્ઝેક્ટ (યથાર્થ) વસ્તુ છે. સાયકોલોજિકલ ઇફેક્ટ તો જુદી વસ્તુ છે. એ સાયકોલોજિકલ ઇફેક્ટને