________________
મનનું સાયટિફિક સ્વરૂપ !
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એટલે માઈન્ડ. માઈન્ડ પોતાનું અસ્તિત્વ ધરાવે છે.
પ્રશ્નકર્તા : આત્મા ને મન વચ્ચે અંતર કેટલું ?
દાદાશ્રી : આત્માને અને મનને કશું લેવાદેવા નથી. જેમ આ દેહ ફિઝિકલ છે એવું મન પણ ફિઝિકલ છે, વાણીય ફિઝિકલ છે. આત્મા બિલકુલ ચેતન છે.
પ્રશ્નકર્તા: મન, આત્મા અને બ્રેઈન (મગજ) વચ્ચેનો તફાવત
લોકો એમ જાણે છે કે આ મારું મન છે તે ચેતન છે. એટલી સમજણ નથી એટલે માર ખાય છે. જે વિચાર આવે તે મડદામાંથી આવે છે, તેને આપણે શું લેવાદેવા ?!
પ્રશ્નકર્તા : એટલે મન ચેતના છે જ નહીં ને ?
દાદાશ્રી : ના, એ ચેતના નથી. મૂળ ચેતનને અને એને કંઈ લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : આ નીરખતી ચેતના નહીં ?
દાદાશ્રી : નીરખતી ચેતના તો મનથી આગળ છે. અને મૂળ ચેતના તો એનીય આગળ છે.
પ્રશ્નકર્તા ઃ તો નીરખતી ચેતના એ પણ મિશ્રચેતન છે ?
દાદાશ્રી : એ મિશ્રચેતન ઉપર નીરખતી ચેતના હોય. પણ એનાથી આગળ મૂળ ચેતન છે, જે શુદ્ધ ચેતન છે.
પ્રશ્નકર્તા : શુદ્ધને નીરખવાનું હોતું જ નથી. દાદાશ્રી : હા, હોતું જ નથી ને ! એ તો સ્વાભાવિક જ છે.
મનનાં છે એ બધાં પૌગલિક અધ્યવસાન છે. તેને આખું જગત એમ જાણે છે કે આ ચેતનના પરિણામ છે, તેથી એને ચોંટી પડે છે ને તેથી આ જગત બધું માર ખાય છે. આખું જગત અહીંયા જ માર ખાય છે. મોટા મોટા આચાર્યો હઉ માર ખાય છે. એય જાણે છે કે આ બધા ચેતનના જ પરિણામ છે. હવે એ પૌગલિક અધ્યવસાન છે બધા.
મન, મગજ તે આત્મા ! પ્રશ્નકર્તા : મન એટલે મગજ કહેવાય ?
દાદાશ્રી : ના, ના, ના. મન તો જુદી વસ્તુ છે. પોતાનું અસ્તિત્વ જ જુદું. મગજ તો મશીનરી છે, મિકેનિકલ છે. માઈન્ડ
દાદાશ્રી : મન અંતઃકરણના ભાગમાં આવે. આ બ્રેઈન છે ને, તે બ્રેઈન તો ચાલુ જ રહે છે નિરંતર. પણ એમાં હિસાબ છે તે ત્રણને ત્રણ મિનિટે ‘વ્યવસ્થિત'ના મારફત બ્રેઈનમાં આવે ને બ્રેઈનમાંથી મનના (મારફત) ડિસ્ચાર્જ થાય. એટલે વિચાર આવે તમને. વિચાર આવે તે વખતે વિચારનું ગૂંચળું વળ્યા કરે, ત્યારે એ બધુંય મન હોય છે અને આત્મા એ જાણે છે બધું. એ બધા જ વિચારોને જે જાણે તે આત્મા છે. વિચારોમાં તન્મયાકાર થાય તે આત્મા નથી. તન્મયાકાર થાય એટલે આત્માની શક્તિ ઘટી ગઈ ત્યાં આગળ, ત્યાં જીવાત્મા કહેવાય. અને શુદ્ધાત્મા તો બધું જાણ્યા જ કરે અંદર, ત્યારે એ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : એ મન અને આત્મા બેનું એકીકરણ કરવું, બેને એકાકાર કરવું, એ વિશે સમજાવો.
દાદાશ્રી : એ બે એકાકાર થાય શી રીતે ? મન છે તે વિનાશી છે, અને આત્મા અવિનાશી છે. બે એકાકાર થાય જ નહીં ને, ક્યારેય પણ. એનો મેળ જ શી રીતે પડે ? બે વિનાશી ચીજો હોય તો મેળ પડે. આ તો બન્નેના ગુણધર્મ જુદાં છે.
પ્રશ્નકર્તા : એક વસ્તુમાં બીજી વસ્તુ જોડવામાં આવે, જેમ કે ઈલેક્ટ્રિકની અંદર નેગેટિવ અને પોઝિટિવના બે તાર મૂકવામાં આવે તો જ પ્રકાશ થાય.