________________
મનનું સાયંટિફિક સ્વરૂપ !
સંસારી થઈ ગયા તમે. એનાથી છૂટા રહ્યા તો કશુંય નહીં.
પ્રશ્નકર્તા : એનાથી છૂટા કેવી રીતે પડવું ?
દાદાશ્રી : એ તો અમારી પાસે આવવું પડે. ડૉક્ટર પાસે એની દવા લેવા આવવું પડે. અમારી પાસે આવો એટલે છૂટા પાડી આપીએ. પ્રશ્નકર્તા : કોઈ એવો સંજોગ હોય મનનો કે બે-ચાર વર્ષ સુધી ચાલ્યા કરે ?
૧૨૧
દાદાશ્રી : એ તો આત્મા એકલો એવો છે કે કાયમ પોતે એવો રહે. બીજો કોઈ છે નહીં. બધા વિયોગી સ્વભાવના છે. બીજો કોઈ સંયોગ કાયમનો છે નહીં. ટેમ્પરરી (વિનાશી) છે એ તો જવાના બધા. મત, જીવંત કે મૃત ?
દાદાશ્રી : મન જીવતું છે કે મરેલું ?
પ્રશ્નકર્તા : જીવતું જ હોય ને !
દાદાશ્રી : ના. મન ફિઝિકલ (ભૌતિક) છે. તમે મનને વળગો છો તેથી મન જીવતું થાય છે. બાકી મન એ જીવંત વસ્તુ નથી. એ ફિઝિકલ વસ્તુ છે. તદ્દન ફિઝિકલ છતાં ડૉક્ટરોને દેખાય એવું નથી પાછું. ફિઝિકલ એટલે આ શરીરમાં બધું કાપી નાખે, અંદર એ બધું દેખાય એવું એને ફિઝિકલ કહેવાય, પણ મન એ દેખાય નહીં એવું ફિઝિકલ છે. તમે એને વાઢકાપ ના કરી શકો, ઑપરેશન ના થાય એટલું જ. મન શેનું બનેલું છે ? તમને શેનું બનેલું લાગે છે ? ચેતનનું કે જડનું બનેલું લાગે છે ?
પ્રશ્નકર્તા : ચેતનનું બનેલું છે.
દાદાશ્રી : ચેતનનું બનેલું મન હોય ત્યારે તો એ પરમાત્મા કહેવાય ! પણ એવું નથી. અને મન તો ફિઝિકલ છે. તો તમે મનને શા હારુ વચ્ચે લાવો છો ? જે વસ્તુ ફિઝિકલ છે, એને વચ્ચે કેમ લાવો છો ? અને તે એક્ઝોસ્ટ (ખલાસ) થયા કરે છે એટલું જ છે. પણ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તે આખું જગતેય ગૂંચાયું છે મન ઉપર તો ! અને એ પરમાણુનું બનેલું છે. સંપૂર્ણ પરમાણુરૂપે નથી, અણુરૂપે છે એ.
જડ પણ નિશ્ચેતન ચેતત !
૧૨૨
આ મન જે છે તે બિલકુલ જડ
છે, પણ ચેતનવંતુ કેમ લાગે
છે ? ત્યારે કહે, નિશ્ચેતન ચેતન છે. ચેતન છે પણ નિશ્ચેતન ચેતન છે. આ ભમરડો ફરતો જોયેલો તમે ? તે ઘડીએ તમને એમ લાગે
કે આ શા આધારે ફરતો હશે ?
પ્રશ્નકર્તા : આપણે ફેરવીએ ત્યારે એ ફરે છે ને ?
દાદાશ્રી : ના, કોઈએ નાખેલો તમે ના જોયો હોય ? પછી તમે ફરતો જોયો, તે વખતે તમને શું કલ્પના આવે ? શેનાં આધારે ફરે છે એ ?
પ્રશ્નકર્તા : એની પોતાની ગતિથી.
દાદાશ્રી : હા, પણ ચેતન કે નિશ્ચેતન ?
પ્રશ્નકર્તા : ચેતન.
દાદાશ્રી : ના, એ નિશ્ચેતન ચેતન. એ પડી જશે થોડા વખત પછી. એ નિશ્ચેતન ચેતન છે. તેવી રીતે આ મનેય નિશ્ચેતન ચેતન છે. આગળ દોરી વીંટેલી છે અને પછી જન્મ વખતે ફરવા માંડ્યું, તે મરણ સુધી ફર્યા કરશે. મરણ થશે, પડી જશે પાછું. ત્યાં સુધી આ ભમરડો ફર્યા કરશે.
નિશ્ચેતન ચેતન એટલે આપણે એને અંગ્રેજીમાં શું કહીએ છીએ ? ડિસ્ચાર્જ (ઉકલતું) ચેતન. એ ડિસ્ચાર્જ થતું ચેતન છે. એક ચેતન ચાર્જ (ભરાતું) થતું છે, બીજું ડિસ્ચાર્જ થતું છે. ચેતન ચાર્જ થાય તેને આપણે કર્મ બંધાય છે એમ કહીએ છીએ અને ડિસ્ચાર્જ થાય છે એ કર્મ છૂટે છે. આમ ચેતન છે નહીં પણ ચેતન જેવું દેખાય છે. મરેલી વસ્તુ બોલતી હોય તો આપણે ના સમજીએ કે ભૂત છે આ !