________________
૧૨૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : બાકી મારું મન તો મારી જોડે વાત કરે છે. દાદાશ્રી : એમ ? શું વાત કરે છે ?
પ્રશ્નકર્તા : જેવી રીતે આપણે પોતાના ફ્રેન્ડ જોડે વાત કરીએ, એવી રીતે વાત કરે છે.
દાદાશ્રી : એમ ? ત્યારે તો તારી ફ્રેન્ડશીપ સારી ! તે કોઈ દહાડો મન હેરાન કરતું નથી ? કો'ક દહાડો તો હેરાન કરતું હશે ? ચિંતા–બિંતા કશુંય નહીં ?
પ્રશ્નકર્તા : ચિંતા તો છે.
દાદાશ્રી : તો એ જ, મન અવળું થાય એટલે ચિંતા થાય. મન અવળું ફર્યું કે ચિંતા થાય.
મન કોઈ વખત તને હેરાન કરે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ ? તોયે મનને ડિસમિસ (બરતરફ) કરતો
(૪) મતતું સાચંટિફિક સ્વરૂપ
મતને લઈને. મનુષ્યનું મન તો બહુ વસમું કહેવાય. આ મનને લઈને તો આટલી બધી ભાંજગડો ! નહીં તો કોર્ટો-બોર્ડોની શી જરૂર ? આ વકીલોની શી જરૂર ? આ વકીલો આપણું હિત કરવા આવ્યા છે ? ત્યારે કહે, ના, વકીલ વગર ચાલે જ નહીં. ત્યારે મન છે તેથી ને આ બધું. કશી ખીચડી જોઈએ આટલી અગર તો દાળ, ભાત ને શાક, એવું તેવું હોય તો ચાલે, રોટલો હોય તો ચાલે. તેને બદલે કેટલી જંજાળ ઊભી કરી છે ? એટલે મનને લઈને છે આ બધું.
ખાલી શરીર ગૂંચાયેલું નથી બિચારું. એ તો ખાવાનું નાખીએ ને, તે એની મેળે વિચાર કરીએ કે ના કરીએ તોય સંડાસ થાય નિરાંતે. બહુ અવળું-સવળું ખાઈએ તો વરસ-બે વરસ પછી મરડો થઈને પણ નીકળી જાય. પણ આ મનનો ગૂંચવાડો કોઈ કાઢી ન શકે. એટલે શરીરના ગુંચવાડા તો એની મેળે નીકળી જ જવાના. વાણીનો ગૂંચવાડો થયો હોય તો કો'કની જોડે ખરાબ બોલીએ કે તરત આપણને ગાળ ભાંડે એટલે સમજી જઈએ કે આ ગૂંચાયેલું બોલવા જેવું નથી, પણ મનનો ગૂંચવાડો કોણ કાઢે ? એટલે આ તમને રસ્તો કાઢી આપીએ.
હેરાનગતિ મતતી ? મનની ભાંજગડો ક્યાંથી લાવ્યા આવી બધી ?
નથી ?
પ્રશ્નકર્તા: કેવી રીતે કરું? શાંત રાખવાનો પ્રયત્ન તો કરું છું.
દાદાશ્રી : કેટલી બધી ઉપાધિ ! શાંત રાખવાનો પ્રયત્ન કરે છે, તોય શાંત થતું નથી. તારે એવું બને છે કે નહીં ?
પ્રશ્નકર્તા : એવું જ બને છે.
દાદાશ્રી : બધાને એવું જ થાય અને મારે મન અશાંત થતું જ નથી. એનું નામ મુક્તિ કહેવાય. બધાં બંધનમાંથી છૂટ્યા.
પ્રશ્નકર્તા : સંસાર મનમાંથી જતો જ નથી.
દાદાશ્રી : મન જ સંસાર છે, પછી જાય શી રીતે ? એનો એ જ સંસાર. મન પોતે જ સંસાર છે. જો એની જોડે એકાકાર થાવ એટલે